ચરી નૃત્ય (હિન્દી:चरी नृत्य; અંગ્રેજી:Chari Dance) ભારત દેશના રાજસ્થાન રાજ્યનું આકર્ષક અને પ્રસિદ્ધ લોકનૃત્ય છે. આ નૃત્ય ગુર્જર અને સૈની સમુદાયની મહિલાઓ સામુહિક રીતે કરે છે. રાજસ્થાનના અજમેર તેમ જ કિશનગઢ પ્રાંતમાં આ નૃત્ય વિશેષ પ્રચલિત છે[]. ચરી નૃત્ય રાજસ્થાનમાં મોટા સમારોહ સમયે, તહેવાર સમયે, જન્મ કે લગ્ન જેવા શુભ અવસરે કરવામાં આવે છે. ફલકુબાઈ આ નૃત્યની પ્રસિદ્ધ નૃત્યાંગના છે.

રાજસ્થાનનું પ્રસિદ્ધ ચરી નૃત્ય

સંગીત અને નૃત્ય રાજસ્થાની સંસ્કૃતિ સાથે ઊંડાણપૂર્વક વણાયેલી છે. આ નૃત્યમાં પરંપરાગત શૈલીના સુંદર તેમ જ રંગબેરંગી પોશાક પહેરી તેમ જ ઘરેણાંઓથી શણગાર સજી મહિલાઓ પોતાના માથા પર માટી કે ધાતુના ભારે વાસણ (ઘડો) લઈ હાથ છુટ્ટા રાખી, ઘડાને સંતુલિત રાખીને નૃત્ય કરે છે[]. નૃત્ય દરમિયાન આ ઘડા ઉપરના ભાગમાં તેલનો મોટો દીવો સળગાવવામાં આવે છે. ઘડાને અડક્યા વિના સંતુલિત કરી, હાથ અને પગનું સુંદર સંચાલન કરી મહિલા નર્તકીઓ સમુહમાં ગોળ ગોળ ફરતાં આ નૃત્ય કરવામાં આવે છે. આ પરંપરાગત કલા માટે નાની વયથી જ સખત તાલિમની જરૂર પડે છે. રાત્રીના અંધારામાં આ નૃત્ય અત્યંત સુંદર લાગે છે.

સંગીત અને વાદ્યો

ફેરફાર કરો

આ નૃત્ય વેળા પરંપરાગત રાજસ્થાની સંગીત વગાડવામાં આવે છે, જેની સાથે નગારાં, ઢોલક, ઢોલ, હારમોનિયમ, થાળી વગેરે સંગીત-વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-04-30 પર સંગ્રહિત. મેળવેલ 2015-04-20.
  2. http://www.pinkcity.com/hi/citizen-blogger/dance-in-rajasthan/