આ લેખનું પાનું હવે અનાથ રહ્યું નથી. અનાથ પાનાની યાદીનું નવસર્જન કરવું પડશે તેમ લાગે છે.--Tekina ૧૫:૫૦, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

હવે અનાથ નથી રહ્યું એટલે? શું તમે તાજેતરમાં કોઈ ફેરફાર કર્યો છે તેમાં? કેમકે તે યાદી આપોઆપ જ સમયાંતરે તૈયાર થતી રહે છે, જ્યારે નેક્સ્ટ સિન્ક્રોનાયઝેશન થશે ત્યારે જો પાનું અનાથ ના રહ્યું હોય તો યાદીમાંથી નિકળી જતું હોય છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૩, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
સાહેબ, અનાથ પાનાની યાદી તપાસતા ખબર પડી કે આ પાનું યોગ્ય શ્રેણીમાં ગોઠવાયેલું છે. એ માટે મેં આ લેખનું પાનું હવે અનાથ રહ્યું નથી. એમ લખ્યું હતું. ઊપરાંત મેં જોયુ કે મારા પાસે એ યાદી ને બદલવાનો કોઈ ઊપાય નથી એ માટે આપના ધ્યાન પર લાવવા અહીં લખ્યું. એવું લખીને મેં કોઇ ભુલ કરી હોય તો ક્ષમા પ્રાર્થના.--Tekina ૧૬:૫૨, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
નાજી ના, કોઈ ભૂલ નથી કરી. મેં તો એટલા માટે પુછ્યું હતું કે તમે તેને અનાથ ના રહેવા દેવા માટે કશુંક કર્યું હોય અને તે ફેરફાર સેવ થવાને કારણે એવું થયું હોય. બીજું કોઇ કારણ નહોતું. જેમ અનાથ એટલે જેને મા-બાપ ના હોય તે, તે જ રીતે અનાથ પાના એટલે એવા પાના કે જેની કડી અન્ય કોઈ પાનાંમાં ના આવતી હોય, એટલેકે આ પાનાંને કોઈ અંતર્ગામી કડી ના જોડતી હોય. હવે મેં ગુલાબ લેખમાં અનુકૂલન શબ્દ આવતો હતો તેને [[ અને ]]ની વચ્ચે મુક્યો છે, જેથી આ પાનાની કડી ત્યાં નિર્મિત થઈ, અને માટે આ પાનું અનાથ રહ્યું નથી. અમુક સમયાંતરે એ યાદી સ્વચલિત રીતે તૈયાર રીફ્રેશ થતી રહે છે, છેલ્લે ૨૮ ડિસેમ્બરના રોજ સિન્ક થયું હતું, લગભગ ચારેક દિવસના અંતરે સિન્ક થતું હોય છે, માટે ૧-૨ તારીખની આસપાસ આ પાનું અનાથ પાનાંની યાદીમાંથી નીકળી જવું જોઇએ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૭, ૩૦ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
Return to "અનુકૂલન" page.