ચર્ચા:આંખ
આ અંગ્રેજી લેખના ગુજરાતીમાં ભાષાંતરમાં ફાઈલ સાઈઝની સમસ્યા નડી છે. લેખના ટુકડા પાડીને રજુ કરવા માટે સારો ઉકેલ શોધી કામ આગળ ચલાવવાનો ઈરાદો છે.
Gujnim ૦૪:૩૯, ૧૦ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
- ના, મારા મતે તે હિતાવહ નથી. ભાષાંતર કરતી વખતે આખો લેખ એડિટ કરવાને બદલે, એક-એક પરિચ્છેદ (પેટાવિભાગ) લઈને તેનું ભાષાંતર કરશો તો ફાઈલ સાઇઝની સમસ્યા નહી નડે. આવો સુંદર લેખ ટુકડાઓમાં ના વહેંચાય તો સારું.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૦૮, ૧૦ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
- આપના માર્ગદર્શન બદલ આભાર. હું ફરીથી પ્રયત્ન કરીશ. Gujnim ૧૯:૦૨, ૧૧ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
ગુજરાતી પર્યાયોની યાદી
ફેરફાર કરોઆ લેખમાં અંગ્રેજી વૈજ્ઞાનિક શબ્દોનું ભાષાંતર છે. નીચેનાં શબ્દો મૂળ અંગ્રેજી શબ્દો માટે ક્યા ગુજરાતી શબ્દો પર્યાય રૂપે વાપર્યા છે તેની યાદી છે. Gujnim ૦૭:૩૪, ૧૩ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
adjustable lenses - સ્થિતીસ્થાપક સ્થિતિસ્થાપક લેન્સીસ (સ્થિતિસ્થાપક એટલે elastic, adjustableનું ગુજરાતી સમાયોજનીય કે એવું કશુંક કરી શકીએ)
cells - કોષો
conscious vision - જાગૃત દ્રશ્યદૃશ્ય (જાગૃત દૃષ્ટિ???)
circadian rhythm - રાત અને દિવસનું ચક્ર
complex optical system - સંકુલિત દ્રષ્ટિદૃષ્ટિ યોજના (જટિલ દૃષ્ટિ યોજના???)
image - ચિત્ર
image resolution - ચિત્રીકરણ (ચિત્ર પૃથક્કરણ???)
micro organisms - સુક્ષ્મ જીવો
resolving power - પ્રકાશનું ચિત્રીકરણ કરવાની ક્ષમતા (ચિત્રીકરણ ક્ષમતા કે પૃથક્કરણ ક્ષમતા????)
વધુમાં આંખનાં સંદર્ભમાં imageનું ગુજરાતી છબી કરીએ તો વધુ યોગ્ય રહે, કેમકે આંખમાં ઉપસતી image એ ચિત્ર કરતાં છબી તરીકે વધુ યોગ્ય રીતે સમજી/સમજાવી શકાય છે. પરંતુ ચિત્ર પણ કાંઈ ખોટુંતો નથી જ.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૦, ૧૩ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)