ચર્ચા:આદરીયાણા

છેલ્લી ટીપ્પણી: ’હટાવો’ માટે કારણ ? વિષય પર Ashok modhvadia વડે ૧૧ વર્ષ પહેલાં

આદરીયાણા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું ગામ છે.અમદાવાદથી 112 કિ.મી.ના અંતરે આવેલું છે.અમદાવાદ થી આદરીયાણા જવા માટે એસ.ટી.ની સીધી બસો પણ છે.ઝાલાવાડનું આ ગુજરાતની સરહદ પર વસેલું ગામ છે.ગામમાં જવા માટે પાકો રસ્તો છે.શંખેશ્વર, ઝિંઝુવાડા તથા વડગામ તેની આજુ-બાજું આવેલાં મોટા ગામો છે.ગામમાં દસમાં ધોરણ સુધીના શિક્ષણની વ્યવસ્થા છે.ગામમાં મુખ્યત્વે નાડોદા રાજપૂત, બ્રામણ, વાણિયા,રબારી,ક પટેલ તથા દલિતો ની વસ્તી મુખ્ય છે.ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે તેથી ગામનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે.ગામમાં હવે શિક્ષણનું પ્રમાણ સારુ છે. ગામમાં બે રામજી મંદિર, શિવાલય, ભુતનાથનો ચોરો ,ભાલૈયાના કુળદેવી વિસત માતાનું સ્થાનક વિગેરે ધાર્મિક જગ્યાઓ આવેલી છે.અહીં દરેક પ્રકારના ધાર્મિક તહેવારો ખુબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. ભાલૈયાના કુળદેવી વિસત માતાનો અષાઢ મહિનાની અમાસ એટલે કે દિવાસોનો મેળો ખૂબ ધામ-ધૂમપૂર્વક મનાવવામાં આવે છે.ગામની અઢારેય વર્ણ તથા આજુ-બાજુંના ગામોના લોકો આ મેળામાં ઉમટી પડે છે.ઢોલીડાનાં સંગે નર તથા નારીઓ લોકગાણાઓની જે રમઝટ બોલાવે છે તે દર્શનીય હોય છે.

"http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B8%E0%AA%A4_%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AE%E0%AB%87%E0%AA%B3%E0%AB%8B-%E0%AA%86%E0%AA%A6%E0%AA%B0%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A3%E0%AA%BE" થી લીધેલું

’હટાવો’ માટે કારણ ?

ફેરફાર કરો

શ્રી.સમકિતભાઈ, કૃપયા આ પાનું હટાવવા માટેનું કારણ જણાવશોજી. જો કે આ પાનું સંદિગ્ધ લાગે જ છે, છતાં ખાત્રી માટે કારણ જાણવા માગ્યું છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૬, ૫ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

મેં લેખમાંથી નીચેની માહિતી હટાવી છેઃ

ગામમાં બે રામજી મંદિર, શિવાલય, ભુતનાથનો ચોરો, ભાલૈયાના કુળદેવી વિસત માતાનું સ્થાનક તેમજ એક જૈન મંદિર વિગેરે ધાર્મિક સ્થળો આવેલાં છે. અહીં દરેક પ્રકારના ધાર્મિક તહેવારો ખુબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.

અશોકભાઇ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જે ૧૦ તાલુકાના નામ છે, તેમાં પાટડી તાલુકાનું નામ નથી. પણ વેબ પર આ નામથી સર્ચ કરતા જણાયુ કે પાટડી નામ અનેક સમાચાર માધ્યમોમાં વ્યાપક ઉપયોગમા છે.અહીં એક વસ્તુ એ પણ જણાય છે કે દસાડા અને પાટડી એ કોઇ એક જ તાલુકાના પ્રચલિત નામ હોઇ શકે છે. જેમ કે ગ્રામ વિકાસ એજન્સીની વેબસાઇટ પર નકશામાં દસાડા તાલુકો છે, પરંતુ નીચે પાટડી તાલુકો લખ્યો છે. જો આ વાતને સાચી માની લઈએ તો આદરીયાણા (તા. દસાડા) લેખ પહેલેથી હાજર છે. હવે કોઇ સુરેન્દ્રનગર જિલ્લાથી પરિચિત હોય અને આ વાતની પૃષ્ટિ કરે તો આ લેખ અને બંને હટાવી શકાય.બીજી એક વાત અશોકભાઇ , હું આપ સૌ કરતા ખૂબ નાનો છું, તો મને શ્રી અને ભાઇ જેવા સંબોધનોથી ના બોલાવશો, મને શરમ આવે છે. મહેરબાની કરીને માત્ર નામથી જ બોલાવો. આભારસહ -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૦:૪૦, ૫ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
સમકિતભાઇ, આપની વાત સાચી છે. મેં આ અંગે ગૂગલની મદદથી શોધખોળ કરતા ગુજરાત રૂરલ વર્કર વેલ્ફેર બૉર્ડની વેબસાઇટમા પાટડી કેન્દ્રનું સરનામું આ પ્રમાણે છેઃ ગ્રામ કામદાર કલ્‍યાણ કેન્‍દ્ર, ઠે. તાલુકો પંચાયત સામે, વિરમગામ રોડ, મુ. પો. પાટડી, તા.દસાડા, જિ.સુરેન્‍દ્રનગર.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૦:૫૧, ૫ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
  • આપ મિત્રોએ આપેલાં સઘળા સંદર્ભોનો અભ્યાસ કરતાં એમ જણાય છે કે, દસાડા તાલુકો ક્યાંક ’પાટડી’ તરીકે પણ ઓળખાવાયો છે. કદાચ જોડીયા નામો હોય. પરંતુ સરકારી વેબ વગેરે પર તાલુકો દસાડા નોંધપાત્રપણે છે જ. આથી આપણે મૂળ લેખ, આદરીયાણા (તા. દસાડા), રાખીએ અને આને હટાવીએ. (આ ચર્ચાનું પાનું સંદર્ભ માટે અહીં રાખી મુકીશું.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૪૨, ૫ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
અને સમકિતભાઈ, નાના/મોટાનું માપ આયુથી નહિ, જ્ઞાનથી મપાય છે !(સંદર્ભ:નીતિશતક) એમાં આપ કદાચ મારાથી મોટા નહિ તો નાના પણ જરાય નથી. એટલે સમાનતાના ભાવે "ભાઈ" લખી માનાર્થે બોલાવવા જ યોગ્ય છે. (આપણાં વ્યોમજી પણ આ ફરિયાદ કરે રાખે અને હું તેને નાના પાટેકરનો ડાયલોગ સંભળાવું ! યહાં તો બિસ્કૂટ કો ભી "જી" કહ કે સન્માન સે બુલાતે હૈ !!! :-) )--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૦, ૫ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "આદરીયાણા" page.