how to attach photo from english Wikimedia Commons (articleAyesha_Takia_Aug-8th-2006.jpg) to gujarati૦૬:૨૩, ૫ માર્ચ ૨૦૧૨ (UTC)~સંજય

સંજયભાઈ, અંગ્રેજી વિકિપીડિયા અને કોમન્સ બંને અલગ સ્થળો છે. જો કોઈ ફાઈલ અંગ્રેજી વિકિપીડિયા પર હોય પણ કોમન્સમાં ના હોય તો તે આપણે અહિં દેખાય નહી, પણ આ ફાઇલ તો કોમન્સમાં છે, એટલે તમારે કશું વિશેષ કરવાની જરૂર નથી. જે ઢાંચામાં આ ફાઇલ વપરાયેલી છે તે ઢાંચો લેખમાં ના દેખાતો હોવાથી ચિત્ર પણ દેખાતું નથી. હું પ્રયત્ન કરૂં છું ઢાંચો દેખાતો કરવાનો, જેની સાથે સાથે ચિત્ર પણ દેખાવા માંડશે.
વધુમાં, જ્યારે તમે લેખ શરૂ કરો અને જો તેને પહેલી વખત સેવ કરતી વખતે તે સંપૂર્ણ પણે ગુજરાતીમાં ના હોય તો તેના મથાળે ભાષાંતરનું ટેમ્પ્લેટ ઉમેરવાનું રાખશો, આના માટે તમારે લેખની શરૂઆતમાં (પહેલી લીટીમાં) {{ભાષાંતર}} લખવાનું રહેશે. આમ કરવાથી અન્ય સભ્યોને જાણ થશે કે આ લેખ ભાષાંતર કર્યા વગરનો છે, અને અન્યો પણ તેનું ભાષાંતર કરીને તેને ગુજરાતીમાં તૈયાર કરી શકશે. જો લેખ ગુજરાતી સિવાયની અન્ય ભાષામાં હશે તો તેને ભાંગફોડીયા પ્રવૃત્તિ ગણીને અહીંથી દૂર કરવામાં આવી શકે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૩૭, ૫ માર્ચ ૨૦૧૨ (UTC)

o.k.~~સંજય

Return to "આયેશા ટાકિયા" page.