ચર્ચા:ગમડાઉ (તા. ભચાઉ )
છેલ્લી ટીપ્પણી: ગામના નામ વિશે શંકા વિષય પર Ashok modhvadia વડે ૧૦ વર્ષ પહેલાં
ગામના નામ વિશે શંકા
ફેરફાર કરોલેટલોંગ .નેટ પર આ ગામનો સ્પેલિંગ gamdau છે. તો તેનો ઉચ્ચાર ગામડૌ કે ગામડાઉ જેવો થાય છે. જે કચ્છી ભાષાના અન્ય શબ્દો સાથે મેળ ખાય છે. ગામડો એ નામ અયોગ્ય લાગે છે. જે સભ્યને તેના ઉચિત નામની ખબર હોય તે સુધારશોજી. --Sushant savla (talk) ૨૨:૩૩, ૭ મે ૨૦૧૪ (IST)
- ધ્યાનાકર્ષણ બદલ આભાર સુશાંતભાઈ, જો કે હું એ વિસ્તારથી વાકેફ નથી પણ "તપાસ"માં ચાંચ ડૂબતી હોવાથી થોડી તપાસ કરતા આ ગામના નામનો સાચો ઉચ્ચાર "ગમડાઉ" હોવાનું માલુમ પડેલ છે. (સંદર્ભો: તા.પં.ભચાઉ, જુઓ ક્રમ-૩૧, કચ્છમિત્ર, સ્થાનિક અખબારમાં ગામનો ઉચ્ચાર, દિવ્યભાસ્કર અખબારમાં ઉચ્ચાર). તો સહમતી થયે નામ બદલાવીએ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૪૧, ૮ મે ૨૦૧૪ (IST)
અક્ષાંસ-રેખાંશ
ફેરફાર કરોલેટલોંગ પર આ ગામના સ્થળે કોઈ માનવ વસ્તી મળી નથી. સંદર્ભ : [૧] જો આ ગામના ચોક્કસ સ્થાન વિષે માહિતી હોય તો સુધારવા વિનંતી. --Sushant savla (talk) ૨૨:૪૩, ૭ મે ૨૦૧૪ (IST)