ચર્ચા:છૂંદો
સંશય
ફેરફાર કરો- છૂંદો ગુજરાતી નામ છે, અને ગુજરાતની વાનગી છે, તો પછી શું લેખમાં હિંદી ભાષાનું નામ લખવું આવશ્યક છે?
- 'લાલ મરચા પ્રત્યે સંવેદન શીલ લોકો મરચાં વગરનો સાદો છૂંદો ખાય છે.'- છૂંદા અને મુરબ્બા વચ્ચે મુખ્ય અંતર જ મરચાંનું છે, જો મરચું ના હોય તો તેને મુરબ્બો કહેવાય. આ વાક્ય શું ખરેખર લેખમાં હોવું જોઈએ?
- વ્યૂત્પત્તિ પરિચ્છેદ હેઠળ લખ્યું છે કે એના બનાવટની શરૂઆત કે ઉદ્ભવ અજ્ઞાત છે, પણ તુરંત પછીના જ પરિચ્છેદ ઇતિહાસમાં જણાવ્યું છે કે "છૂંદાનો ઉદ્ગમ ગુજરાતના કાઠીયાવાડ ક્ષેત્રમાં થયેલો હોવાનું મનાય છે." આ બેમાંથી કોઈ એક જ સાચું હોવું જોઈએ તેમ નથી લાગતું?
મારા મતે
ફેરફાર કરો૧. હિંદીમાં નામ લખવું જરૂરી નથી. ૨. મુરબ્બામાં કેરીના ટુકડા હોય છે જે મસાલેદાર ચાસણીમાં તરે છે. જ્યારે છૂંદામાં છીણ વપરાય છે. મુરબ્બામાં તજ, લવિંગ, વરિયાળી મરી હોય છે તે છૂંદામાં નથી હોતાં, અને હોય તો અણ મુરબ્બા કરતાં ઓછા હોય છે. માટે તે વાક્ય લખવું આવશ્યક છે. ૩.શંકા યોગ્ય છે, સુધારો કરવો જોઈએ. --sushant ૧૫:૩૭, ૮ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
- ૧- સહમત, ૨- સુ.ભાઈ સાથે સહમત, છૂંદીને બનાવાય તે છૂંદો. તે તીખો કે મીઠો બંન્ને હોઈ શકે. તેથી આ વાક્યમાં કશો વાંધો જણાતો નથી. ૩- વ્યાજબી નિરાકરણ થયેલું જ છે. --અશોક મોઢવાડીયા ૧૩:૨૦, ૯ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)