રાખવું કે કાઢી નાંખવું? ફેરફાર કરો

લેખમાં વિવિધ રૂપે પરિચ્છેદના પેટા વિભાગ મસાલા ઢોસામાં નીચે મુજબનું લખાણ છે, જે કોઈકના મગજની ઉપજ હોય તેમ લાગે છે. આમે તેની સામે ૨૦૦૯થી સંદર્ભની માંગણી થયેલી છે જે હજુ પૂરી પડાઈ નથી તો શું તેને રહેવા દેવું? આપણે સત્યાર્થતાને જ્યારે મહત્વ આપતા હોઈએ ત્યારે આવું સાંખળ્યું છે અને કહેવાય છે પ્રકારનું લખાણ વાચકને ગેરમાર્ગે દોરી શકે એમ જોવા જઈએ તો એ આખો ૩-૪ વાક્યો વાળો ફકરો હટાવવા જેવો લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૫૦, ૨૦ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

હિંદુ અને જૈન ધર્મમાં કાંદા પર બાધ હોવાથી આવી ભાજીની ભાજી ખુલી રીતે ન પીરસાતી. તેને ઢોસાની અંદર છુપાવીને અપાતી[સંદર્ભ આપો]. લોકોને આ નવા પ્રકારનો ઢોસો પસંદ પડ્યો. તે મસાલા ઢોસા તરીકે પ્રચલીત બન્યો[સંદર્ભ આપો].

આખો ફકરો:

કહેવાય છે પ્રાચીન સમયમાં માત્ર બટેટાની ભાજી ઢોસા સાથે અલગ વાડકામાં અપાતી. અમુક સમયે બટેટાની અછત થઈ પડી ત્યારે કાંદા સાથે મિશ્ર કરી બટેટાની ભાજી બનાવવાની શરૂઆત થઈ. હિંદુ અને જૈન ધર્મમાં કાંદા પર બાધ હોવાથી આવી ભાજીની ભાજી ખુલી રીતે ન પીરસાતી. તેને ઢોસાની અંદર છુપાવીને અપાતી[સંદર્ભ આપો]. લોકોને આ નવા પ્રકારનો ઢોસો પસંદ પડ્યો. તે મસાલા ઢોસા તરીકે પ્રચલીત બન્યો[સંદર્ભ આપો].

Return to "ઢોસા" page.