લેખમાં આપેલી પંચાયતની લિંક આ તાલુકામાં "૬૩" ગામ હોવાનું જણાવે છે. અહીં ગામની યાદી જોતાં "૬૬" ગામની યાદી મળે છે. (જે કદાચ કેટલીક જોડીયા પંચાયતો, બે ગામ વચ્ચે એક પંચાયત, હોવાને સંભવ હોય તેમ બને). પરંતુ આપણે અહીં અને શ્રેણીની યાદીમાં લગભગ "૮૩" ગામો જોવા મળે છે ! (એક રહી ગયેલું તે પાનું આજે કોઈએ બનાવ્યું તેથી ચકાસણી કરતાં આ વાત ધ્યાને આવી એટલે હવે ૮૪ !) કોઈ સ્થાનીક વિકિમિત્ર આ વિષયે સંશોધન કરશે ? સરકારી વેબનાં સંદર્ભે તો માત્ર "૬૬" ગામ થવા જોઈએ, બે-પાંચ આઘાપાછાં હોય તે સમજાય (ક્યારેક બહુ નાના ગામ કે નેસડાઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય પરંતુ પંચાયતી રાજમાં તે કોઈ મોટા ગામના જૂથમાં સામેલ હોય તેમ બને) પણ અહીં વધારે મોટો ફરક દેખાય છે. જાણકાર મિત્રો ચકાસણી કરે તેવી વિ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૨૯, ૨૨ ઓકટોબર ૨૦૧૨ (IST)

Return to "દસ્ક્રોઇ" page.