આધ્યાત્મિક ગુરુ કે જ્ઞાની પુરુષ? ફેરફાર કરો

@Spiritual Discovery અને @Reyond દ્વારા વખતોવખત આ પૃષ્ઠ પર દાદા ભગવાનને આધ્યાત્મિક ગુરુ ન ગણાવતા જ્ઞાની પુરુષ ગણાવવાની મથામણ થતી રહી છે. આ બન્ને સભ્યો ફક્ત આ એક જ ફેરફાર કરવા ઈચ્છુક છે એ સિવાય એમને ગુજરાતી વિકિપીડિયામાં અન્ય કોઈ યોગદાન કરવામાં રસ જણાતો નથી. આપ બન્ને (કે એક જ હોવ તો આપ)ને એ વાત જણાવી દઉં કે સંપ્રદાય કે અનુયાયીઓ તેમને શું સમજે છે તેનાથી હકીકત બદલાતી નથી. દાદા ભગવાને શિષ્યો સ્વીકાર્યા અને બનાવ્યા છે તેથી તેઓ આધ્યાત્મિક ગુરુ ગણાય છે અને ગણાતા રહેવાના જ. જ્ઞાની તો હું પણ છું અને અહીં યોગદાન કરનારા સૌ કોઈ છે પરંતુ અમારા ઉપર લેખ અહીં બનાવી શકાતો નથી. જો તમે એમ કહેતા હોવ કે તેઓ ફક્ત એક જ્ઞાની હતા તો પછી આ લેખ અહીંથી દૂર થવો જોઈએ કેમકે જ્ઞાની હોવું એ કોઈ નોંધપાત્રતા નથી.

જો તમે સતત આ જ ફેરફાર કરવા થકી ભાંગફોડ ચાલુ રાખશો તો તમારા પર પ્રતિબંધ મૂકવામાં આવશે જેનો અર્થ એમ થાય છે કે તમે અહીં કોઈ યોગદાન કરી નહીં શકો. ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૬, ૨૩ મે ૨૦૨૩ (IST)ઉત્તર

Return to "દાદા ભગવાન" page.