ચર્ચા:પન્ના ધાઈ

છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૧૧ વર્ષ પહેલાં

ભાઈ ધવલ સુધન્વા વ્યાસ,

મેં અહીં અમેરિકામાં પુસ્તકાલયમાંથી જૂના પુસ્તકો અને નોંધો ભેગી કરીને ઘણી માહિતી જોડીને આ લેખ લખ્યો છે. તમને જો તેની નિષ્પક્ષતા અંગે શંકા હોય તો મહેરબાની કરીને વિગતો રજૂ કરો. વગર વિગતે આ લેખ નિષ્પક્ષ ના હોવાનો દાવો કરીને કોઈપણ પ્રકારના સુધારા-વધારા કરશો નહિ.

જિગીષ પરીખ.

ભાઈશ્રી જિગીષભાઈ, અત્યંત આનંદની વાત છે કે આપે છેક અમેરિકાના પુસ્તકાલયોમાંથી અને એ પણ જૂના પુસ્તકો અને નોંધોમાંથી માહિતી એકત્ર કરી છે. આપના લખાણ ઉપરથી એ કોઈ રીતે ફલિત થતું નથી. નિષ્પક્ષતાનો પ્રશ્ન એવા દરેક લેખો પર ઉઠાવવામાં આવે છે જેમાં સંદર્ભની કમી હોય. તમે તો સંશોધનને અંતે આ માહિતી ભેગી કરી છે, તો યથાયોગ્ય સ્થાને જે તે પુસ્તક અને નોંધનો સંદર્ભ ટાંકશો તો આ પ્રશ્ન હટાવી લેવાશે, અને એટલું જ નહિ, વિકિપીડિયાની નીતિ મુજબ સંદર્ભ સહિતનો લેખ બનતા તે એક ઉત્કૃષ્ટ ગુણવત્તા વાળો બની રહેશે.
જ્યાં સુધી સંદર્ભો ન ઉમેરો ત્યાં સુધી નિષ્પક્ષતાનો ટેગ હટાવશો નહિ એવી વિનંતિ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૨૯, ૬ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
ભાઈ ધવલ સુધન્વા વ્યાસ,
દુઃખની વાત છે કે તમે યોગ્ય તપાસ કરવાને બદલે મારા કરેલા સુધારા બદલી નાંખો છે. હું પણ તમને એજ સવાલ વળતો કરી શકું છું. તમે સાબિત કરો કે મારી વાતને માહિતી ખોટી છે. તમે આવી રીતે માત્ર કાપ-કૂપ કરવામાં જ કેમ મહેનત કરો છો? મેં અ બધાં પુસ્તકો પરત કરી દીધાં છે. ફરી સમય કાઢીને લાવીને સંદર્ભો ઉમેરીશ. પણ આવી રીતે બીજાની મહેનત ઉપર પાણી ફેરવવાના પ્રયાસ નહિ કરો એમ આશા રાખું છું.
માફ કરજો વડીલ, પરંતુ સંદર્ભ ઉમેરવાની જવાબદારી લખાણ ઉમેરનારની છે, તપાસનારની નહિ. બીજું એ કે એ વાતનું ધ્યાન રાખજો કે વિકિપીડિયા એ સહિયારું માધ્યમ છે, અહિં કોઈપણ કંઈપણ કરી શકે છે. સંદર્ભ વગરની માહિતી ભલે એ મારી પણ હોય, હું અહિં ઉમેરી શકતો નથી, કેમકે સંદર્ભ વગરના લખાણની વિશ્વસનિયતા નિર્ધારીત હોતી નથી. લેખમાં સંદર્ભ ઉમેર્યા વગર તેમાંથી નિષ્પક્ષતા નો ઢાંચો દૂર ન કરશો, જો તેમ કરશો તો મારે ના છૂટકે લેખને સુરક્ષિત કરવો પડશે જેથી તમે તેમાં કોઈ ફેરફાર નહિ કરી શકો. તમે સંશોધક છો તેથી સંદર્ભની આવશ્યકતા સમજતા જ હશો, અને તમે જાતે સંશોધન કર્યું છે તેથી તમારી પાસે સંદર્ભો હાજર હોવા જોઈએ, તો ત્વરિતે તેનો ઉમેરો કરશો, જેથી આપણે બંને અહિં ચર્ચાઓમાં સમય વ્યર્થ કરવાને બદલે કોઈ ઉપયોગી કામમાં જોડાઈ શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૪, ૮ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
"તપાસનાર" બનવાનો આટલો બધો શોખ છે તો પહેલાં એને લાયક બનો. તમને બીજાના પ્રયત્નોની થોડી પણ કદર હોત તો Google પર ચાર જગ્યાએ શોધ્યું હોત તોય ખબર પડી જાત કે મારી માહિતી ખોટી નથી. સહિયારા માધ્યમમાં અહીં "boss-ism" વેડા કરો છો તે ખેદજનક છે.
મુરબ્બી શ્રી, જો વિકિપીડિયાની નીતિઓનું પાલન થતું હોવાની દેખરેખ રાખવી તેને તમે બોસીઝમ ગણતા હોવ તો તે તમારી ગેરમાન્યતા છે અને તેનો મને અફસોસ છે. તમે મને ગુગલમાંથી શોધીને તેની કડીઓ અહિં આપશો તો હું લેખમાં યોગ્ય જગ્યાએ સંદર્ભ તરીકે ઉમેરી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૦૪, ૮ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "પન્ના ધાઈ" page.