ચર્ચા:ભારતીય ખુશ્કીદળનાં શસ્ત્ર

અશોકભાઈ, આ સુંદર શ્રેણી શરૂ કરવા બદલ ઘણો આભાર. આવા જ્ઞાનપ્રદ લેખોની આપણે ખરેખર જરૂર છે. આ શબ્દ ખુશ્કીદળ કાંઇક અજાણ્યો નથી લાગતો? પાયદળ કે લશ્કર તે સામાન્ય રીતે 'આર્મી' માટે વપરાતા શબ્દો છે, તો શું આપણે 'ભારતીય પાયદળ' કે 'ભારતીય લશ્કર' એવા શિર્ષક હેઠળ લેખો બનાવીને તેને અહીં રિડાયરેક્ટ કરીએ તો?--ધવલચર્ચા/યોગદાન ૦૮:૫૩, ૨૦ જુલાઇ ૨૦૦૯ (UTC)

શ્રી ધવલ ભાઇ, પ્રથમતો પ્રોત્સાહન બદલ આભાર. આપનું કહેવું વ્યાજબી છે, શસ્ત્ર સેનાઓનાં સંદર્ભે ઘણો પ્રચલીત હોવા છતાં "ખુશ્કીદળ" શબ્દ લગભગ અજાણ્યો લાગે છે. પરંતુ ભગવદ્ગોમંડલમાં જોતાં "ખુશ્કી" નો અર્થ "જમીન રસ્તા" શાથે સંબંધીત થાય છે (ખુશ્કી, શબ્દકોષમાં), આથી જમીન રસ્તાઓ દ્વારા આગળ વધતાં દળો માટે "ખુશ્કીદળ" શબ્દ વપરાય છે. આપે સુચવેલા 'ભારતીય લશ્કર' શબ્દ પર પાનું બનાવી અને તેને આગળ ઉપર બનનાર ભારતીય સેના લેખનું રિડાયરેક્ટ આપીશું. કારણકે એ શબ્દો સંપૂર્ણ ભારતીય સેના સુચવે છે, જ્યારે આપણે અહીં સેનાનો એક વિભાગ "ભુમિસેના કે થલસેના" (જે "ખુશ્કીદળ"ના નામે કદાચ સેનાઓ શાથે સંકળાયેલ કૌટુંબિક પાશ્ચાત્યભુમિકાને કારણે મારા મગજમાં બેસી ગયેલો હોય તેવું બને) ઉપર લેખ બનાવ્યો છે. પરંતુ હવે આપ કહો છો તેમ આપણે ભારતીય ભૂમિસેનાનાં શસ્ત્રો, અને ભારતીય થલસેનાનાં શસ્ત્રો નામનાં બે અલગ પાના બનાવી આ લેખ શાથે રિડાયરેક્ટ કરીએ તો કેવું? સુચન આપવા વિનંતી. હા આપે સુચવેલ અન્ય એક શબ્દ "પાયદળ" આપણી અત્યારની આધુનિક સેનાનાં સંદર્ભે યોગ્ય ન્યાયકારક જણાતો નથી (પાયદળ શબ્દકોષમાં), છતાં આપ વધુ સંશોધન કરી અમોને આપનાં અમુલ્ય સુચનો આપશો તેવી પ્રાર્થના. આ ઉપરાંત વાયુદળ અને નૌકાદળ નામક સેનાની અન્ય બે શાખાઓ પર પણ આપણે લેખ લખવાની જરૂર છે. આ કાર્ય એકલે હાથે થોડું જટીલ લાગે છે તેથી સર્વ મિત્રો આપની જેમ પોતાનું યોગદાન અને અમુલ્ય સુચનો આપે તેવી અભ્યર્થના સહ. --અશોક મોઢવાડીયા ૧૦:૧૨, ૨૦ જુલાઇ ૨૦૦૯ (UTC)
સહમત, સંપૂર્ણ પણે સહમત. તમે કહો છો તેમ, તમે પોતે લશ્કર સાથે સંકળાયેલી કૌટુંબિક પાશ્ચાત્યભૂમિને કારણે આ શબ્દથી પરિચિત છો, તેનો અર્થ કે સત્તાવાર રીતે 'ખુશ્કીદળ' તે આર્મીનું ગુજરાતી નામ છે, અને માટે જ મેં આ લેખનું નામ બદલવાને બદલે અન્ય પાના બનાવી અહીં જોડવાનું વિચાર્યું હતું. પાયદળ, તમે કહોછો તેમ હાલનાં સંજોગોમાં કદાચ બંધબેસતું ના લાગે, પરંતુ તેના અર્થ માટે હું ભગવદ્ગોમંડલનો સહારો લેવાનું ટાળીશ કેમકે તેમાં ખુબ બહોળા અર્થમાં શબ્દને સાંકળ્યો છે, આપણે ક્યારેય પોલીસને પાયદળમાં નથી ગણતા, પાયદળ એટલે લશ્કરની પાંખ તેવો અર્થ સહુનાં મગજમાં આવે. પરંતુ, પાયદળ એટલે ફક્ત પગે ચાલતા સૈનિકો એમ કરીએ તો ઘોડેસ્વાર અને તેવા અન્ય વિભાગો કદાચ છુટી જાય. માટે આપ કહો છો તેમ ભારતીય ભૂમિસેનાનાં શસ્ત્રો, અને ભારતીય થલસેનાનાં શસ્ત્રો (જોકે મેં તો આ થલસેના શબ્દ પણ આજે જ જાણ્યો) જેવા બે પાનાં બનાવી તેને અહીં વાળીએ તો વધુ યોગ્ય રહેશે.
રહી વાત સહકારની, તો હવે હું થોડો ઘણો સમય આપી શકું તેમ છું, તો ચોક્કસ હું આ દિશામાં આગળ વધવામાં મદદરૂપ થઈશ. વચ્ચે બે અઠવાડીયા સમય ના આપી શક્યો તે બદલ ક્ષમા ચાહું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૪, ૨૦ જુલાઇ ૨૦૦૯ (UTC)

આભાર,ધવલ ભાઇ, મને આપના સહકારની ખાત્રી હતીજ. બીજું કે "થલસેના" શબ્દ આમતો હિન્દી ભાષાનો લાગે છે, 'થલ=જમીન' (સ્થળ !!) જેને આપણે પણ 'જલ, થલ અને નભ (આકાશ)' વગેરે રીતે વાપરીએ છીએ. એક રીતે જોઇએતો સેનામાં સંપૂર્ણ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ હોય છે, જેને કારણે તેનાં ઘણાં રોજબરોજનાં શબ્દો ભાષાઓની મર્યાદા છોડી અને રાષ્ટ્રીય (અને હવે આધુનિક સેનાઓમાં આંતરરાષ્ટ્રીય! જેમકે સેનાનાં હોદ્દાઓ,શસ્ત્રોની ઓળખ,અમુક સુચનો (કમાન્ડસ)વગેરે) બની જાય છે. આપણે બને ત્યાં સુધી યોગ્ય પર્યાય વાપરવાનો પ્રયાસ કરીશું પરંતુ જેતે શબ્દોનો સેનાઓનાં પરીપ્રેક્ષ્યમાં અર્થ જળવાઇ રહે તેની કાળજી પણ રાખીશું. (આ ચર્ચા આપ સમા મિત્ર પાસેથી વધુ જ્ઞાન મેળવવાનાં શુભઆશયથી લંબાવું છું, આને દલીલબાજી ન સમજવી!!) આભાર.(કુતુહલ:જે રીતે 'સભ્યની ચર્ચા'નાં પાના પર બને છે તેમ,અન્ય "ધ્યાનમાં રાખો" કરેલ લેખની ચર્ચાનાં પાના પર નવો સંદેશો લખાય તેની તુરંત જાણ થાય તેવું કશું શક્ય છે?) --અશોક મોઢવાડીયા ૨૦:૧૨, ૨૦ જુલાઇ ૨૦૦૯ (UTC)

અશોકભાઈ, આપની સાથે અક્રેલી કોઈ પણ ચર્ચા મને ક્યારેય દલીલબાજી લાગવાની નથી, ઇલટાનુ તમારી સાથે ચર્ચા કરવાથી મારૂં જ્ઞાન વધે છે, માટે એવો સંશય કદી રાખશો નહી અને બેધડકપને ચર્ચા કરજો. તમારી વાત સાચી છે, માહિતીનાં સ્ત્રોતો અને માધ્યમો વધવાની સાથે સાથે આપણે અન્ય ભાષાનાં અનેક શબ્દોથી પરિચિત થયા છીએ, અને તેમાંના ઘણા અપનાવી પણ લીધાં છે, અન્ય ભાષાઓએ આપણી ભાષાનાં શબ્દો અપનાવ્યાં છે તે રીતે. જેમકે અંગ્રેજીમાં પાથ (આપણો પથ), ગુરુ, વિગેરે અનેક શબ્દો છે જે આપણી ભાષાનાં અર્થની જેમ જ વપરાય છે. તમે કહ્યું તેમ અમુક કમાન્ડ્સ કે હોદ્દઓ જેવાકે, એડમીરલ કે જનરલ, જેવા હોદ્દાઓ માટે આપણી ભાષામાં શબ્દો ના હોય તે શક્ય છે, મારો આવા શબ્દો માટે એટલો આગ્રહ કે જ્યાં આપણે તેના ગુજરાતી પર્યાય શોધવામાં નિષ્ફળ જઈએ ત્યાં તેને યથાવત રહેવા દેવો વધુ ઉચિત છે, હિંદી જેવી અન્ય ભારતીય ભાષામાંથિઇ ઉઠાવવા કરતાં. હંમેશાની જેમ આ વખતે પણ આપની સાથ્ પુર્ણતઃ સહમત છું, અને હા, રહી વાત ચર્ચાનાં પાના પર ફેરફાર થવાથી આપણને જાણ થવાની, તો હું પણ શોધતો હતો, પણ હજુ સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૨૫, ૨૨ જુલાઇ ૨૦૦૯ (UTC)
Return to "ભારતીય ખુશ્કીદળનાં શસ્ત્ર" page.