પ્રશસ્તિભર્યાં વાક્યો દૂર કર્યાં છે. તેમ છતાં હજું કંઇ વાંધાજનક લાગતું હોય તો સુધારી લેવા વિનંતી છે. સ્વ.મણિરાજના ચાહકો તથા અન્યોને તેમના વિશે જાણકારી મળી રહે તે માટે આ પાનું રાખવું જ જોઇએ.

આભાર. આપનો સંદેશો મારા ચર્ચાનાં પાના પર પણ મળ્યો, સમયને અભાવે તમને જવાબ નહોતો આપી શક્યો. હવે બરાબર છે.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૭, ૨૩ મે ૨૦૧૧ (UTC)

તેમના અવસાનની તારીખ અને તિથીમાં કાંઈક અસંગતતા જોવા મળે છે. લેખમાં જણાવ્યાં પ્રમાણે તેમનું અવસાન "નવરાત્રિની આઠમને શનિવાર તા. ૩૦-૧-૨૦૦૬ "ના દિવસે થયું. ગુજરાતી પંચાંગ મુજબ આસો મહિનો ક્યારેય જાન્યુઆરીમાં ના આવે. નવરાત્રી આસો મહિનામાં આવતું પર્વ છે. જો આ નવરાત્રી તે આસો નવરાત્રી ના હોતા ચૈત્રી નવરાત્રી હોવાનું માની લઈએ તો પણ આ જ સમસ્યા નડે કે, જાન્યુઆરીમાં ચૈત્ર મહિનો પણ ના ચાલતો હોય. સામાન્ય રીતે જાન્યુઆરીમાં પોષ મહિનો ચાલતો હોય, અને વધુમાં વધુ મહા હોય, પણ આસો અને ચૈત્ર બંને પોષ-મહાથી ૩ મહિના દૂર આવેલા છે, જે સંભવ નથી. ચોક્સાઈ કરીને તારીખ અને તીથિમાંથી જે સુધારવા જેવું હોય તે સુધારી લેવું.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૧, ૨૩ મે ૨૦૧૧ (UTC)

૩૦-૧-૨૦૦૬ને દિવસે મહા સુદ પડવો (એકમ) હતી અને શનિવાર નહી, સોમ વાર હતો માટે તારીખ ખોટી લાગે છે. એમ વિચારીએ કે ૩૦-૧ ટાઈપ કરવામાં ભુલ છે, તો ૩૦-૧૦ પણ સોમવાર આવે છે, અને તિથી કારતક સુદ ૮, જે જોતા બધું જ ખોટું સાબિત થાય અને સ્વાભાવિક છે કે જો ૩૦-૧૦ના રોજ આસો વદ ચાલતો હોય તો ૩૦-૧૧ કે ૩૦-૧૨ ના રોજ આસો સુદ પાછો આવે તે સંભવ નથી જ, તેમ છતાં અનુક્રમે આ બંને તારીખોએ સોમવાર અને શનીવાર આવે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૯, ૨૩ મે ૨૦૧૧ (UTC)

=ધ્યાન દોરવા માટે આભાર ફેરફાર કરો

આ લેખમાં શરતચૂકથી અવસાનની તારીખ ખોટી લખાયેલ હતી, જે સુધારી લેવામાં આવી છે. મિત્ર ધવલભાઇ નો ધ્યાન દોરવા માટે આભાર.

Return to "મણિરાજ બારોટ" page.