ચર્ચા:મરકી
છેલ્લી ટીપ્પણી: યોગેશ કવીશ્વર વડે ૧૧ વર્ષ પહેલાં
અંગ્રેજી વિકિપીડિયાના લેખના આંતરિક પરિચ્છેદોના સંદર્ભો આપણે અહિં આપી શકીએ નહિ. જે તે માહિતીની ચોક્સાઈ કરાવતો સંદર્ભ ટાંકવાનો હોય છે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૨૦, ૨૩ જૂન ૨૦૧૩ (IST)
- માનનિય યોગેશભાઈ, પ્રથમ તો આપના ભાષા અને જોડણી પરના પ્રભુત્વ માટે આપને સલામ.
- વધું માં આપે પ્લેગ નું ગુજરાતી મરકી કર્યું, એ બરાબર હશે એવુ હુ માનું છુ. પરંતુ આપે મરકી એટલે પ્લેગ કે કોલેરા જેવા બધા ચેપી રોગ એવી વ્યાખ્યા આપી છે, એમા વાંધો એ છે કે પહેલી જ લીટી "મરકી એ યેર્સિનીયા પેસ્ટીસ નામના જીવાણુ વડે થતો રોગ છે." એ જ ખોટી પડે છે. કેમકે આ જીવાણુ વડે પ્લેગ થાય છે પણ કોલેરા નહી. ઉપરાંત આખા લેખ માં મૃતાંકો ના આકડા અને ઘટના વગેરે સંદર્ભ પ્રમાણે ફક્ત પ્લેગ ના છે,પરંતુ 'પ્લૅગ અને અન્ય ચેપી રોગ' જેને આપે મરકી કહ્યું છે તેના નહી.
- આમ છતાં ભવિષ્ય માં જો જરૂર જણાય તો આપના મુજબ ના ફેરફારો ફરી વખત કરવાની તૈયારી સાથે હાલ 'મરકી' ને 'પ્લૅગ' વડે રીપ્લેસ કરૂ છું.--Pradipsinh hada (talk) ૨૩:૦૯, ૨૪ જૂન ૨૦૧૩ (IST)
- સંદર્ભ મુક્યાં છે ધવલભાઈ--Pradipsinh hada (talk) ૨૩:૦૯, ૨૪ જૂન ૨૦૧૩ (IST)
- આભાર પ્રદીપભાઈ, જો કે પહેલા બે સંદર્ભો કદાચ ખોટા છે. તે સંદર્ભો પરની કડીઓ પર, જે વાક્યના તુરંત બાદ તે છે તે સબબનું કોઈ લખાણ મળ્યું નથી. તમે સંદર્ભો જ્યાંથી લીધા હોય ત્યાં જરા ચોક્સાઈ કરી લેશો.
- અને હા, પ્રદીપભાઈ, લેખમાં મરકી અને મહામારી એ બે શબ્દો મેં જ ઉમેર્યા હતા. આ બંને શબ્દો સો ટકા પ્લેગ માટે જ વપરાય છે. મરકી એ ઘણો જૂનો ગુજરાતી શબ્દ છે, અને માટે તેને લેખના મૂળ શીર્ષક તરીકે વાપરવું યોગ્ય જ છે. યોગેશભાઈ અને પ્રદીપભાઈ, અંગ્રેજી શબ્દ Plagueનો ઉચ્ચાર સાંકડા 'એ' વાળો થાય છે, એટલે કે પ્લેગ, નહિ કે પ્લૅગ, માટે લેખમાં પ્લૅગ ન વાપરવા વિનંતિ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૩૪, ૨૫ જૂન ૨૦૧૩ (IST)
- આભાર પ્રદિપભાઇ અને ધવલભાઇ. હું પ્લૅગનું પ્લેગ કરી નાખુ છું અને નામફેર અંગે એ જણાવવાનું કે મરકી ગુજરાતી શબ્દ હોવાથી એંગ્રેજી પ્લેગ નામ બદલીને મરકી કર્યું હતું. પ્રદિપભાઇ આપે ધ્યાન દોર્યું તે માટે આપનો આભાર. મારા કોઇ પણ સુધારામાં કોઇ પણ બાબત આપને યોગ્ય ન લાગે તો આપ એને બેધડક સુધારી શકો છો. આપણે અહિં આ સહિયારું કાર્ય કરી રહ્યાં છીએ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૧૪, ૨૫ જૂન ૨૦૧૩ (IST)
- સંદર્ભ મુક્યાં છે ધવલભાઈ--Pradipsinh hada (talk) ૨૩:૦૯, ૨૪ જૂન ૨૦૧૩ (IST)