રાજા સહસ્ત્રજીતના વંશને હૈહય વંશ કહેવામાં આવતું હતું અને તેમના પૌત્રનું નામ પણ હૈહય હતું.[૨૩] રાજા ક્રોષ્ટાના વંશજોને કોઈ વિશેષ નામ આપવામાં આવ્યું ન હતું, તેઓ સામાન્ય રીતે યાદવ કહેવાયા છે.,[૨૩] પી॰ એલ॰ ભાર્ગવના અનુસાર જ્યારે રાજ્યનું વિભાજન થયું ત્યારે સિંધુ નદીના પશ્ચિમનું રાજ્ય સહસ્ત્રજીતને મળ્યું અને પૂર્વ નો ભાગ ક્રોષ્ટાને સોંપવામાં આવ્યું.[૨૪]

આધુનિક ભારતનાં યાદવ [૨૫]અથવા યાદવ રાજપૂત [૨૬][૨૭][૨૮][૨૯][૩૦] યદુવંશજો મનાય છે.

પૌરાણિક દૃષ્ટિથી, યાદવ રાજપૂત અથવા આભીર યદુવંશી રાજા આહુકનાં વંશજ છે.[૩૧] શક્તિ સંગમ તંત્રમાં ઉલ્લેખ મળે છે કે રાજા યયાતિની બે પત્નીઓ હતી- દેવયાની અને શર્મિષ્ઠા. દેવયાનીથી યદુ અને તુર્વશૂ નામક પુત્રો થયા. યદુનાં વંશજ યાદવ કહેવાયા. યદુવંશીય ભીમ સાત્વતનાં વૃષ્ણિ આદિ ચાર પુત્રો થયા અને એમની જ ઘણી પેઢીઓ પછી રાજા આહુક થયા, જેમના વંશજ આભીર અથવા રાજપૂત યાદવ કહેવાયા.[૩૨]

“ आहुक वंशात समुद्भूता आभीरा इति प्रकीर्तिता। (શક્તિ સંગમ તંત્ર, પૃષ્ઠ 164)[૩૩] ” આ પંક્તિથી સ્પષ્ટ થાય છે કે યાદવ અને આભીર મૂળભૂત રીતે એકજ વંશના ક્ષત્રિય છે તથા "હરિવંશ પુરાણ" માં પણ આ તથ્યની પુષ્ટિ થાય છે.[૩૪]

મેગાસ્થનીજનાં વૃતાંત અને મહાભારતનાં વિગતવાર અભ્યાસ કર્યા પછી રુબેન આ નિશ્ચય પર પહોંચ્યા કે " ભગવાન કૃષ્ણ એક રાજવંશી હતા તથા યાદવ રાજપૂત જ કૃષ્ણના વારસદાર છે."[૩૫]

અમુક વિદ્વાનો ચુડાસમા, જાડેજા તથા દેવગિરીના યાદવો ને આભીર યાદવ રાજવંશ માને છે.[૩૬][૩૭]

રાજપૂત, પાંચમી અને છઠ્ઠી સદીમાં પ્રથમ વખત કહેવામા આવ્યા હતા. યાદવ (અલવર જીલ્લામાં), રતલામ (મધ્યપ્રદેશમાં) અને બિકાનેરના ભાટ્ટી (રાજસ્થાન) રાજપૂત યાદવ રાજવંશી છે. [૩૮]

યાદવ રાજપૂત વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "યાદવ રાજપૂત" page.