ચર્ચા:રંગપંચમી

છેલ્લી ટીપ્પણી: પ્રકાશનાધિકાર??? વિષય પર Dsvyas વડે ૮ વર્ષ પહેલાં

પ્રકાશનાધિકાર??? ફેરફાર કરો

આ લેખ મૂળ દિવ્ય ભાસ્કર અખબારમાં ૨૪ માર્ચ ૨૦૦૮ના દિવસે પ્રકાશિત થયો હતો, જો કે હાલમાં એ કડી મૃત છે. અહિં એનો અમુક અંશ વાંચી શકાય છે. હવે પ્રશ્ન એ છે કે અખબારનું મૂળ લખાણ ઓનલાઇન ઉપલબ્ધ ન હોવા છતાં તે પ્રકાશિત પ્રત સ્વરૂપે તો હશે જ, એને ધ્યાનમાં લઈને શું આ લેખને પ્રકાશનાધિકાર ભંગનો મુદ્દો ગણીને ધરમૂળથી બદલવો જોઈએ? જો કે આ સમસ્યા મહર્ષિભાઈએ એ સમયગાળામાં બનાવેલા મોટાભાગના લેખોમાં રહેવાની. આપણે એ વિષે ચર્ચા થયાનું પણ મને યાદ આવે છે. પ્રકાશનાધિકારને અવગણીએ તો પણ આપણા આ પૃષ્ઠનો મોટો ભાગ તો શિતળા સાતમને લગતો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૫, ૨૦ મે ૨૦૧૫ (IST)ઉત્તર

સહમત, અખબારનું બેઠેબેઠું લખાણ રાખવું વાજબી નથી. આપે કહ્યું તેમ આપણાં મહર્ષિજીએ શરૂઆતનાં સમયમાં કેટલાંક લેખો પર આમ લખ્યું હશે, જો કે આપણે બધાં એ આવી નાની નાની ક્ષતિઓ કરી જ હશે (છે જ !). ધીમે ધીમે ઘડાયા છીએ, અને મહર્ષિભાઈ તો વળી યોગ્ય કારણે લેખોમાં સુધારા વિશે વિરોધ કરે જ નહિ એવી મને અંગતપણે ખાત્રી છે, ઉલટું તેઓ રાજી થાય એવા માણસ છે. એટલે જ્યાં પણ, મહર્ષિભાઈએ બનાવેલો લેખ હોય કે મેં કે તમે કે આપણાં અન્ય કોઈપણ સનિષ્ઠ સભ્યશ્રીએ, લેખમાં વાજબી સુધારા કરવાપાત્ર જણાય ત્યાં સાદર સુધારા કરતા જ જશું. બરાબર ? ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૪૮, ૨૦ મે ૨૦૧૫ (IST)ઉત્તર
એકદમ બરોબર, અશોકભાઈ! જો કે મહર્ષિભાઈનું નામ કાંઈ એમની ટિકા કરવાના સ્વરૂપે નહોતું લીધું, ફક્ત એટલા માટે કે આવા વધુ લેખો પણ નજર સમક્ષ આવશે. તેમણે તો ૩-૪ વર્ષ પહેલા જ જ્યારે ચર્ચા ચાલેલી ત્યારે જણાવેલું કે શરતચુકથી એવું પ્રકાશનાધિકારવાળું સાહિત્ય અહિં લવાઈ ગયું હતું, એમનો કોઈ આગ્રહ કદી હતો નહિ અને હશે પણ નહિ કે એમની લાવેલી સામગ્રીને એમની એમ રહેવા દેવી.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૩૦, ૨૧ મે ૨૦૧૫ (IST)ઉત્તર
Return to "રંગપંચમી" page.