લેખને વ્યવસ્થિત કર્યો છે પરંતુ હજું સંદર્ભની આવશ્યકતા છે. ખાસ કરીને આખી કથાનો સ્ત્રોત શું છે તે જણાવવો જોઈએ, આ ઉપરાંત મને પોતાને કથામાં ક્યાંક ક્યાંક અસંગતતા જોવા મળે છે, જેમકે બોડાણાનું મૃત્યુ થયું, મૂર્તિ ગોમતીમાં પધરાવી હતી, મૂર્તિનાં સ્થળે લોહીનાં કારણે પાણી લાલ થયું, વિગેરે. 'રામ ભક્ત'ની લખેલી 'રણછોડ બાવની' પ્રમાણે માર્યો ભાલો મૃત્યુ થાય ઉક્તિ મુજબતો આ વાત સાચી લાગે છે, પરંતુ જો તેમ હોય તો બોડાણાની ગેરહાજરીમાં રનછોડજીની જવાબદારી કોને લીધી હશે? અને તેમને વાલીએ તોળવામાટે ગંગાબાઈએ સોનું કેવી રીતે આપ્યું. આ ઉપરાંત જો રનછોડ બાવનીને આ ધટના માટે આધારભુઉત ગણીએ તો તેના મુજબ બોડાણો દ્વારકામાં બે હાથ જોડીને ભગવાનને ગાડુ સાથે લાવ્યાની વાત કરે છે, અને તેનાથી ગુગળીઓ વહેમાઈને ભગવાનને તાળા મારે છે તેમ કથા છે, ગુગળીઓ એ પુછ્યું અને બોડાણાએ કિધું એ કથાનો સ્ત્રોત શું છે?--ધવલચર્ચા/યોગદાન ૧૪:૪૪, ૧ ફેબ્રુઆરી ૨૦૧૦ (UTC)

રણછોડરાય ફેરફાર કરો

ધવલભાઇ, ડાકોર માં વર્ષોથી ચાલી આવતી લોકવાયકા મુજબ ભાલાથી બોડાણાનાં મૃત્યુ બાદ જયારે ગુગળીઓ ગોમતીમાં જ્યા પાણી લાલ થયું હતું ત્યાથી ભગવાનની મુર્તિ બહાર કાઢવા પાણીમાં ઉતર્યા પરંતુ કોઇપણ મુર્તિ બહાર લાવી શક્યુ નહી આ જ પ્રસંગે બોડાણાને ભાલો મારવાની ગુગળીઓએ કરેલ ભુલનો તેમને અહેસાસ થયો અને તેમણે ગંગાબાઇની ક્ષમા માગી અને ભગવાનની મુર્તિ બહાર કાઢવા વિનંતી કરી. ગંગાબાઇ કે જેઓ ખુદપણ બોડાણા સાથે રહી ભગવત ભક્તિ ના રંગે રંગાયેલ હતા તેમણે ભગવાનને વિનંતી કરતા મુર્તિ બહાર આવી હતી. ભગવાને જ ગંગાબાઇને ગુગળીઓની પરીક્ષા કરવા કહ્યું હતુ જેથી કરીને ભગવાન વાળી એ તોળાયા હતા. આ વાતનો ઉલ્લેખ રણછોડબાવનીની "ગંગાબાઇએ ધીરજ ધરી, વાલમજી એ વીપત હરી ગુગળી સોનું લેવા જાય, વ્હાલો વાળીએ તોળાય" પંક્તિ માં પણ છે. તો આ મુજબ બોડાણાનાં મૃત્યુ બાદ ગંગાબાઇએ ઘટનાનું સુત્ર સંચાલન કર્યુ. આ ઉપરાંતની હજુ કેટલીક હાલના મંદિરની વિગતો નજીકના ભવિષ્યમાં રણછોડરાય લેખ માં સુધારીશ.

Return to "રણછોડરાય" page.