ચર્ચા:વિશ્વ ગ્રાફિક ડિઝાઈન દિવસ

અહીં 'Graphic Design'નું ભાષાંતર "ચિત્રકલા" કર્યું પરંતુ તે વિષયને ન્યાય આપતું હોય તેવું લાગતું નથી, અન્ય એક વિકલ્પ "ચિત્રાત્મક રચના" છે. અન્ય યોગ્ય શબ્દો સુચવવા વિનંતી. કારણકે અહીં જે બાબતની વાત છે તે વ્યવસાયીક ધોરણે કરાતી ચિત્રાત્મક રચનાઓની છે, સંદર્ભ માટે જુઓ:અંગ્રેજી લેખ તથા en:Icograda. તો મદદ માટે આટલી તકલીફ લેવા સૌ મિત્રોને વિનંતી.--અશોક મોઢવાડીયા ૦૯:૫૦, ૨૭ એપ્રિલ ૨૦૦૯ (UTC)

મારા મતે તો 'ગ્રાફિક ડિઝાઈન' જ રાખવું હિતાવહ છે. જે રીતે તમે જણાવ્યું છે તેમ ચિત્રકલા શબ્દ આ વિષયને ન્યાય આપતો હોય તેમ નથી લાગતો. જરૂરી નથી કે દરેક શબ્દનું ગુજરાતી હોવું જ જોઇએ, જે રીતે કોમ્પ્યુટર કે કમ્પ્યુટર, સોફ્ટવેર, વિગેરે શબ્દોને ગુજરાતીમાં 'વિજાણુ અસંગણક યંત્ર' કે એવું કશું નથી કરતા, હોસ્પિટલને ઇસ્પિતાલ નથી લખતા, આને પણ જેમનું તેમ જ રહેવા દેવું હિતાવહ છે. નવા શબ્દો ગુજરાતીમાં યથારૂપ અપનાવવામાં કશું ખોટુ નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૦૫, ૨૮ એપ્રિલ ૨૦૦૯ (UTC)

વિશ્વ ગ્રાફિક ડિઝાઈન દિવસ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "વિશ્વ ગ્રાફિક ડિઝાઈન દિવસ" page.