ચર્ચા:વીમો
સંભવિત પ્રકાશનાધિકાર ભંગ
ફેરફાર કરોમિત્રો, કોઈકે આ લેખમાંથી અમુક ભાગ દૂર કર્યો હતો, જે મેં પાછું વાળ્યું છે, કદાચ દૂર કરનાર વ્યક્તિને લાગ્યું હશે કે જે તે માહિતી આ વેબસાઈટ પરથી લેવામાં આવી હોય. પરંતુ ઝીણવટથ્ઈ જોતા લાગે છે કે પુન:સ્થાપિત કરવામાં આવેલી માહિતી, મૂળ અંગ્રેજી વિકિના લેખમાંથી ભાષાંતર કરીને બનાવેલી હતી, જે શક્ય છે કે ભાષાંતરકારે અહીંની સાથોસાથ તે વેબસાઈટ પર પણ અપલોડ કરી હોય, અથવાતો તો અન્ય કોઈ વ્યક્તિએ બાદમાં અહીંથી કોપી કરીને ત્યાં મુકી હોય. આ મારું માનવું છે, આપમાંથી કોઈએ તે માહિતી દૂર કરી હોય તો, આપનો મત જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૧૪, ૨૩ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)