ચર્ચા:સાલીમ અલી

છેલ્લી ટીપ્પણી: નામ અંગે વિષય પર Vijay B. Barot વડે ૪ વર્ષ પહેલાં

નામ અંગે ફેરફાર કરો

@Vijay B. Barot: હિન્દી અને બંગાળી વિકિપીડિયા પર 'સાલીમ અલી' નામ છે. તો ગુજરાતી પર પણ એ પ્રમાણે કરી દેશો. -Gazal world (ચર્ચા) ૨૩:૦૨, ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

@Gazal world: જી મિત્ર આભાર પણ બંગાળી ઉચ્ચાર અને ગુજરાતી ઉચ્ચારનો તફાવત તો રહેવાનો જ. હિન્દી વિષે જાણ નથી. એક ઉ.દા. રવિન્દ્રનાથ ટાગોરનું છે. અંગ્રેજી Tagore , હિન્દી ठाकुर અને બાંગ્લા ঠাকুর (એ પણ ઠાકુર જ છે) થી અલગ ગુજરાતીએ ટાગોર અપનાવ્યું છે. -Vijay B. Barot (ચર્ચા) ૨૩:૨૪, ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

O.K. -Gazal world (ચર્ચા) ૨૩:૫૨, ૨૨ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

@Gazal world: મિત્ર આભાર. આપનું સૂચન વાજબી જણાય છે. ટપાલ ટિકિટ પર હિન્દીમાં डॉ. सालिम अली લખેલું છે એનો મતલબ કે આપનું સૂચન સાચી દિશામાં છે. પરંતુ ગુજરાતી સંદર્ભની પુષ્ટિ વિના હાલ પૂરતું થોડી રાહ જોવી વધુ ઉચિત રહેશે. બની શકે કે રવિન્દ્રનાથની અટકના ગુજરાતીકરણમાં જે ભૂલ વણાઇ ગઈ એવી જ કોઇ ક્ષતિ સલીમ અલીના સંદર્ભે રહી ગઈ હોય. આપે ધ્યાન દોર્યું તે બદલ ફરી વાર આભાર. -Vijay B. Barot (ચર્ચા) ૦૦:૩૦, ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ (IST)ઉત્તર

@Gazal world: આપના સૂચન માટે ફરી વાર આભાર. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા પ્રકાશિત "Birds of India"નું ગુજરાતી સંસ્કરણ હાલમાં જ ઉપલબ્ધ થયું છે. જેમાં ડૉ. સાલીમ અલી કૃત "ભારતના પક્ષીઓ" શીર્ષક હેઠળ તેરમી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી છે. જેનો ગુજરાતી અનુવાદ જાણીતા પક્ષીવિદ્‌ ડૉ. અશોક કોઠારી દ્વારા કરવામાં આવ્યો છે. આપના સૂચન અનુસંધાને ગુજરાતી સંદર્ભની પુષ્ટિ થતાં જ સલીમ અલીનું પાનું સાલીમ અલી પર ખસેડ્યું છે. --Vijay B. Barot (ચર્ચા) ૧૩:૪૫, ૮ ઓક્ટોબર ૨૦૧૯ (IST)ઉત્તર
Return to "સાલીમ અલી" page.