ચર્ચા:સ્વાગત
છેલ્લી ટીપ્પણી: સ્વાગતમાં ભૂલ સુધાર વિષય પર યોગેશ કવીશ્વર વડે ૧૧ વર્ષ પહેલાં
સ્વાગતમાં ભૂલ સુધાર
ફેરફાર કરોનવા જોડાનારા દરેક સદસ્યોને આ માહિતીસભર સંદેશો મળે છે અને તે એન ખૂબ જ ઉપયોગી થાય છે. આ માટે તો જેટલા ધન્યવાદ આપવામાં આવે તેટલા ઓછા છે. પણ સ્વાગતના લખાણમાં થોડો સુધારો કરવા માટે મારું સૂચન છે. કેટલાક મુદ્દાઓ નીચે મુજબ છે.
- પ્રથમ વાક્ય સ્વાગત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનું હાર્દિક સ્વાગત છે. - જોડાવા બદલ આપનું હાર્દિક સ્વાગત છે એ વાક્ય પ્રયોગ થોડોક સુસંગત લાગતો નથી.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકશાન થશે તો...-આ વાક્યમાં નુકસાનની જોડણી સુધારવાની જરૂર છે. નુકશાન' નહિ પણ નુકસાન સાચી જોડણી છે. સંદર્ભ માટે ગુજરાતી લેક્સિકોનની આ કડી જોશો.
- ક્યાંય પણ અટવાઓ કે મુંઝાઓ તો નિ:સંકોચ...-આ વાક્યમાં મુંઝાઓના બદલે મૂંઝાઓ તો અથવા મૂંઝાવ તો (બન્નેમાંથી કોઇ પણ ચાલે) એ રીતે લખવાની જરૂર છે. મૂંઝાવુંની સાચી જોડણીના સંદર્ભ માટે અહીં લેક્સિકોનની આ કડી પર ક્લિક કરશો.
- ઉપરોક્ત લીટીમાં અંતે ક્લિક કરી અને આપની સહિ કરવાનું ભુલશો નહિ. એવું વાક્ય છે, તેમાં ભુલશોના બદલો ભૂલશો એ રીતે સાચી જોડણી કરવાની આવશ્યક્તા છે. આ જુઓ--યોગેશ કવીશ્વર (talk) ૦૦:૪૨, ૨ જૂન ૨૦૧૩ (IST)
- હવે જોઈ જોશો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૭, ૨ જૂન ૨૦૧૩ (IST)
- હા. ધવલભાઇ, જોયું. આભાર સહ--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૩૦, ૨ જૂન ૨૦૧૩ (IST)
- ધન્યવાદ યોગેશભાઈ, અને આભાર ધવલભાઈ. મને યાદ છે ત્યાંસુધી આપણે સ્રોતના સ્વાગત સંદેશને શક્ય તેટલો સુધારેલો પણ અહીં ધ્યાનબારું રહી ગયું. યોગેશભાઈ જેવા મિત્ર ઝીણવટપૂર્વક વાંચી સુધારાઓ સૂચવે છે એ આવકાર્ય અને આનંદદાયક બાબત છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૦, ૩ જૂન ૨૦૧૩ (IST)
- આપનો પણ આભાર અશોકભાઇ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૦:૧૧, ૪ જૂન ૨૦૧૩ (IST)
- ધન્યવાદ યોગેશભાઈ, અને આભાર ધવલભાઈ. મને યાદ છે ત્યાંસુધી આપણે સ્રોતના સ્વાગત સંદેશને શક્ય તેટલો સુધારેલો પણ અહીં ધ્યાનબારું રહી ગયું. યોગેશભાઈ જેવા મિત્ર ઝીણવટપૂર્વક વાંચી સુધારાઓ સૂચવે છે એ આવકાર્ય અને આનંદદાયક બાબત છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૦, ૩ જૂન ૨૦૧૩ (IST)