ચર્ચા:હિંદી ભાષા
હિંદી ભારતની રાષ્ટ્રભાષા નથી. મુંબઇ સમાચાર દૈનિકનો આ લેખ જુઓ-[૧]--યોગેશ કવીશ્વર (talk) ૨૦:૦૧, ૨૮ મે ૨૦૧૩ (IST)
- ભારતમાં કોઈ રાષ્ટ્રભાષા છે જ નહિ, ભારતમાં માત્ર સત્તાવાર ભાષાઓ છે કેન્દ્રમાં અંગ્રેજી અને હિન્દી સત્તાવાર ભાષા છે જ્યારે રાજ્યોને પોતપોતાની સત્તાવાર ભાષા(ઓ) છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંધારણ મુજબ ૨૨ ભાષાઓ માન્યતા પ્રાપ્ત છે.--Vyom25 (talk) ૧૦:૨૪, ૨૯ મે ૨૦૧૩ (IST)
- તેમાં આપણી ગુજરાતી પણ છે. જો કે હિંદીને કાયદેસર રીતે રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાયો નથી. હા, ભારતની સૌથી વધુ બોલાતી રાષ્ટ્રવ્યાપી ભાષા તો છે જ. આ લેખમાં એમ લખ્યું છે કે હિંદી ચીની બાદ વિશ્વમાં સૌથી વધુ બોલતી બીજા નંબરની ભાષા છે. તે સાચુ હોય તો આપણે અંગ્રેજીની પાછળ પડ્યા છીએ તે આપણી કમનસીબી છે.--યોગેશ કવીશ્વર (talk) ૧૩:૫૮, ૨૯ મે ૨૦૧૩ (IST)
- મિત્રો, કંઈ ભુલ નથી થતીને ? પ્રથમ તો, દૈનિકનાં જે લેખનો ઉલ્લેખ થયો એ લેખમાં જ રેફરન્સ છે કે, "સંવિધાનની કલમ ૩૪૩ હેઠળ હિન્દી દેશની સત્તાવાર ભાષા છે." અર્થાત "રાષ્ટ્રભાષા" એવો શબ્દ ભલે ન વપરાયો હોય પરંતુ "દેશની સત્તાવાર" ભાષા હોવાનો અર્થ પણ એ જ છે. વધુ અભ્યાસ માટે સત્તાવાર વેબસાઈટ (રાજ્યભાષા)નો અભ્યાસ કરીને કંઈક શોધી કાઢશો. આ મુદ્દો વિચારયોગ્ય છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૩૧, ૨૯ મે ૨૦૧૩ (IST)
- અશોકભાઈ મારી દૃષ્ટિ સત્તાવાર ભાષા એટલે એવી ભાષા જે માધ્યમમાં સરકારી કાગળો અને હુકમો થાય (ટૂંકમાં, કારકુનથી લઈને મંત્રી સુધી સૌનાં કાગળિયાં સત્તાવાર ભાષામાં લખાય), જે આપણા દેશમાં હિન્દી અને અંગ્રેજી. હવે દરેક રાજ્યની તે અલગ અલગ છે આપણા રાજ્યમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી છે, ઉત્તરાખંડમાં હિન્દી, સંસ્કૃત ઉપરાંત ગઢવાલી અને અંગ્રેજી છે. હિન્દી રાજ્યભાષા મતલબ સત્તાવાર ભાષા એવી ભાષા જેમાં રાજનું કામકાજ થાય એવી ભાષા નહિ કે જે દેશની ભાષા હોય. બ્રાઝિલની રાષ્ટ્રિય ભાષા અને સત્તાવાર ભાષા બંને પોર્તુગિઝ છે. (આપણા દેશની કમનસીબી કે આપણે એક ભાષા આઝાદીના ૬૫ વર્ષે નક્કી નથી કરી શક્યા. મારું ચાલે તો કાલે જ ગુજરાતી રાષ્ટ્રીય ભાષા જાહેર કરું ;-), કાલે કારણ કે આજે સરકારી કચેરીઓ બંધ થવા આવી છે.)--Vyom25 (talk) ૧૬:૧૧, ૨૯ મે ૨૦૧૩ (IST)
- આપના ગુજરાતીપ્રેમને વંદન પણ એ ન કરશો ! (અન્યથા ડખો થશે !! ગુજરાતી બચાવો વાળા પછી ક્યાં જશે ?!) તો, આપણે અહીં લેખમાં તેને "સત્તાવાર રાજ્યભાષા" તરીકે ઉલ્લેખવી જોઈએ. કેમ કે, ભારત સરકારની (અને કેટલાંક રાજ્યોની) એ સત્તાવાર રાજ્યભાષા તો છે જ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૮, ૨૯ મે ૨૦૧૩ (IST)
- હા, તે પ્રમાણે ઉલ્લેખ કરવો જ રહ્યો તેમાં કોઈ શંકા નથી કારણ કે અંગ્રેજી માત્ર સાથી ભાષા છે મૂળ સત્તાવાર ભાષા તો હિન્દી જ છે અને આપણા રાજ્યની પણ હિન્દી તો છે જ, ભલે વપરાતી નથી. ગુજરાતી બચાવો વાળા તમામ લોકોને તો આપણે સ્રોત અને વિકિપીડિયાના માધ્યમથી જ અન્ય ધંધો શોધવા ભાગતા કરી મૂકી શકીએ તેમ છીએ. ;)--Vyom25 (talk) ૧૬:૩૨, ૨૯ મે ૨૦૧૩ (IST)
- માહિતી અધિકાર હેઠળ ભારતની રાષ્ટ્રભાષા કઈ તે અંગે માહિતી માગવામાં આવી હતી, જેમાં બંધારણીય રીતે હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાયો ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ઘણા બધા વર્તમાન પત્રોમાં આ અંગેના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ જ રીતે બંધારણીય રીતે આપણા દેશનું નામ પણ ભારત નથી !--યોગેશ કવીશ્વર (talk) ૨૩:૦૩, ૨૯ મે ૨૦૧૩ (IST)
- આ સમાચારપત્રોની વાતો જરા વધારે પડતી ગણાય ! શબ્દરમત જેવી વાતો ગણાય. જેમ કે, હિંદી "સત્તાવાર રાજ્યભાષા" છે. તો કહે હવે "રાષ્ટ્રભાષા" એવો ઉલ્લેખ નથી. વળી કદાચ રાષ્ટ્રભાષા એવો ઉલ્લેખ હોત તો કહેત કે "દેશભાષા" એવો ઉલ્લેખ નથી !!! છાપાવાળાઓને સનસનાટી કરી વેચાણ કરવાનું હોય છે, આપણે એવી ચિંતા નથી ! છાપાંને પાયે વિકિ પરથી "ભારત" હટાવી ન શકાય !!! (મજાક કરૂં છું !) બંધારણ બહુ તકનિકી વિષય હોય છે. એમાંથી ધારીએ એટલા ખોંચાખોંચી કાઢી શકાય. બાકી બંધારણમાં લખ્યું જ છે કે, "India, that is Bharat, shall be a union of states." (Article 1(1) of the Constitution વિકિસ્રોત પર વાંચો) તો શું "Bharat" એ બંધારણમાન્ય નામ ન થયું ? (જો કે લોકો વળી એમ કહેશે કે ’એ તો અંગ્રેજીમાં ભારત થયું, ગુજરાતીમાં ભારત ક્યાં લખ્યું છે ?!!!) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૮, ૨૯ મે ૨૦૧૩ (IST)
- બંધારણનું preamble મુજબ WE THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC. સંદર્ભ ટાટા મેકગ્રો હિલ જનરલ સ્ટડીઝ ૨૦૧૩. તો આ વિશે દેશનું નામ ભારત છે તે મારી દૃષ્ટિએ સાબિત થાય છે કારણ કે બંધારણની અંગ્રેજી પ્રતમાં જ્યાં જ્યાં India વપરાયું છે ત્યાં હિન્દી પ્રતમાં હિન્દુસ્તાન કે અન્ય નામ નહિ પરંતુ ભારત વપરાયું છે અને બાકીની બધી તેની લાક્ષણિકતાઓ જોડીને લખવાનો ધારો જે છે તે મુજબ Republic of India એમ અંગ્રેજીમાં લખાય છે જે આખું હકીકતમાં SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC of India પણ લખી શકાય પણ તે લખાતું નથી. માટે દેશનું નામ ભારત છે આગળ પાછળ જે લગાડો તે તેની લાક્ષણિકતા છે.--Vyom25 (talk) ૦૦:૦૦, ૩૦ મે ૨૦૧૩ (IST)
- સરસ માહિતી. અશોકભાઇ-વ્યોમભાઇ હું પણ છાપાવાળો જ છું હો ! જો કે આમા શબ્દ રમત નથી પણ દેશ અને ભાષા પ્રત્યે લાગણી સંકળાયેલી છે. બંધારણમાં જેમ રાષ્ટ્રધ્વજને સ્પષ્ટ રીતે દરજ્જો આપવામાં આવ્યો છે તેમ રાષ્ટ્રભાષા કે ભારતવિષે જોગવાય નથી. મૂળ જે બંધારણ છે તે અંગ્રેજોનું બનાવેલું છે અને અંગ્રેજી ભાષામાં છે. તેમાં ઇન્ડિયા લખેલું છે, ભારત ક્યાંય નથી ! તેને આપણે અંગ્રેજીમાં ઇન્ડિયા અને હિંદીમાં ભારત એમ માની લઇએ તો ઠીક. પણ કોઇ પદાર્થ કે વસ્તુ વગેરેના અલગ અલગ ભાષામાં બે અર્થો થાય, ગામ-શહેર કે દેશનું નામ અલગ અલગ ભાષા મુજબ અલગ અલગ ન હોઇ શકે. બંધારણનો કોઇ પણ ભાષામાં અનુવાદ થાય માન્ય તો મૂળ પ્રત જ ગણાય. તેમાં સ્પષ્ટ્પણે ઇન્ડિયાના બદલે ભારત હોવું જોઇએ તે નથી એ આપણી કમનસીબી છે. પણ આપણા દેશનું નામ ભારત હતું છે અને રહેશે. મારો કહેવનો હેતુ એવો જરાય નથી કે આપણા દેશનું સત્તવાર ઇન્ડિયા છે. પણ બંધારનમાંએ ઇન્ડિયાના સ્થાને ભારત હોવું જોઇએ. આ માટે આપણે જાગવું પડશે. આપણું રાષ્ટ્રીય પ્રતિક અશોક ચિન્હ છે, ત્રિરંગો રાષ્ટ્રધ્વજ છે તેમ હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળવો જોઇએ.--યોગેશ કવીશ્વર (talk) ૦૦:૩૭, ૩૦ મે ૨૦૧૩ (IST)
- યોગેશભાઈ તમે માત્ર દિશા બતાવવાનું કામ કર્યું આપણે મેચ હારીએ તો સ્પોર્ટસ ચેનલ ગુનેગાર નથી માટે અમે તમારી વિરુદ્ધ કે તમે ભારતની વિરુદ્ધ છો એવું નથી કહેતા માટે નિશ્ચિંત રહો અને બાપુ એક વાતનું ધ્યાન રાખો કે લોગ ઈન થઈને જ લખો કારણ કે બાકી તમારું આઈપી સરનામું દેખાશે. હવે રહી વાત બંધારણની તો આપણું બંધારણ છે તે ૧૯૪૭માં ઘડાવાનું શરૂ થયું અને નવેમ્બર ૧૯૪૯માં પૂર્ણ થયું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ લાગુ થયું. હવે ૧૯૩૫માં અંગ્રેજો ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ લાવ્યા અને તે સાથે તેમણે એક બંધારણ રચ્યું તેનો એક મોટો હિસ્સો આપણા બંધારણમાં લેવામાં આવ્યો. હવે તેમાં આપણા દેશનું નામ અંગ્રેજીમાં ઈન્ડિયા તકાદે ઈન્ડિયા હતું પરંતુ તેની જ્યારે હિન્દી પ્રત બનાવાઈ ત્યારે તે ઈન્ડિયાના સ્થાને ભારત લખાયું (જેમ અનેક શબ્દો ફેરવાયા તેમજ). હવે તમારો પ્રશ્ન એ છે કે એક સ્થળ કે દેશના બે નામ કેવી રીતે હોય શકે, તો મારો જવાબ એવો છે કે તે શક્ય છે; અલગ અલગ ભાષામાં અલગ નામ હોવું સામાન્ય છે અને અનેક કિસ્સામાં તે બન્યું પણ છે. જેમ કે, બર્મા અને મ્યાનમાર, સ્પેન અને એસ્પાનિયોલ, જર્મની અને ડચીસ, ચીન અને ચાઈના, ઈન્ડિયાને અનેક ભાષામાં ઈન્ડિકા કહે છે તો આવું ચાલે છે અને ચાલતું જ રહેવાનું. હિન્દી બંધારણમાં તે મુજબનું નામ અને અંગ્રેજી પ્રતમાં તે મુજબનું નામ. અંગ્રેજી ભાષામાં બંધારણ પ્રથમ બન્યું તે માન્યતા ભૂલભરેલી છે. હકીકત એવી છે કે ભારતીયોએ બનાવેલ પ્રથમ બંધારણ હિન્દી અને અંગ્રેજી બંનેમાં હતું અને અંગ્રેજોનું ભારતનું બંધારણ માત્ર અંગ્રેજીમાં હતું.--Vyom25 (talk) ૦૦:૫૨, ૩૦ મે ૨૦૧૩ (IST)
- સરસ માહિતી. અશોકભાઇ-વ્યોમભાઇ હું પણ છાપાવાળો જ છું હો ! જો કે આમા શબ્દ રમત નથી પણ દેશ અને ભાષા પ્રત્યે લાગણી સંકળાયેલી છે. બંધારણમાં જેમ રાષ્ટ્રધ્વજને સ્પષ્ટ રીતે દરજ્જો આપવામાં આવ્યો છે તેમ રાષ્ટ્રભાષા કે ભારતવિષે જોગવાય નથી. મૂળ જે બંધારણ છે તે અંગ્રેજોનું બનાવેલું છે અને અંગ્રેજી ભાષામાં છે. તેમાં ઇન્ડિયા લખેલું છે, ભારત ક્યાંય નથી ! તેને આપણે અંગ્રેજીમાં ઇન્ડિયા અને હિંદીમાં ભારત એમ માની લઇએ તો ઠીક. પણ કોઇ પદાર્થ કે વસ્તુ વગેરેના અલગ અલગ ભાષામાં બે અર્થો થાય, ગામ-શહેર કે દેશનું નામ અલગ અલગ ભાષા મુજબ અલગ અલગ ન હોઇ શકે. બંધારણનો કોઇ પણ ભાષામાં અનુવાદ થાય માન્ય તો મૂળ પ્રત જ ગણાય. તેમાં સ્પષ્ટ્પણે ઇન્ડિયાના બદલે ભારત હોવું જોઇએ તે નથી એ આપણી કમનસીબી છે. પણ આપણા દેશનું નામ ભારત હતું છે અને રહેશે. મારો કહેવનો હેતુ એવો જરાય નથી કે આપણા દેશનું સત્તવાર ઇન્ડિયા છે. પણ બંધારનમાંએ ઇન્ડિયાના સ્થાને ભારત હોવું જોઇએ. આ માટે આપણે જાગવું પડશે. આપણું રાષ્ટ્રીય પ્રતિક અશોક ચિન્હ છે, ત્રિરંગો રાષ્ટ્રધ્વજ છે તેમ હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળવો જોઇએ.--યોગેશ કવીશ્વર (talk) ૦૦:૩૭, ૩૦ મે ૨૦૧૩ (IST)
- બંધારણનું preamble મુજબ WE THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC. સંદર્ભ ટાટા મેકગ્રો હિલ જનરલ સ્ટડીઝ ૨૦૧૩. તો આ વિશે દેશનું નામ ભારત છે તે મારી દૃષ્ટિએ સાબિત થાય છે કારણ કે બંધારણની અંગ્રેજી પ્રતમાં જ્યાં જ્યાં India વપરાયું છે ત્યાં હિન્દી પ્રતમાં હિન્દુસ્તાન કે અન્ય નામ નહિ પરંતુ ભારત વપરાયું છે અને બાકીની બધી તેની લાક્ષણિકતાઓ જોડીને લખવાનો ધારો જે છે તે મુજબ Republic of India એમ અંગ્રેજીમાં લખાય છે જે આખું હકીકતમાં SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC of India પણ લખી શકાય પણ તે લખાતું નથી. માટે દેશનું નામ ભારત છે આગળ પાછળ જે લગાડો તે તેની લાક્ષણિકતા છે.--Vyom25 (talk) ૦૦:૦૦, ૩૦ મે ૨૦૧૩ (IST)
- આ સમાચારપત્રોની વાતો જરા વધારે પડતી ગણાય ! શબ્દરમત જેવી વાતો ગણાય. જેમ કે, હિંદી "સત્તાવાર રાજ્યભાષા" છે. તો કહે હવે "રાષ્ટ્રભાષા" એવો ઉલ્લેખ નથી. વળી કદાચ રાષ્ટ્રભાષા એવો ઉલ્લેખ હોત તો કહેત કે "દેશભાષા" એવો ઉલ્લેખ નથી !!! છાપાવાળાઓને સનસનાટી કરી વેચાણ કરવાનું હોય છે, આપણે એવી ચિંતા નથી ! છાપાંને પાયે વિકિ પરથી "ભારત" હટાવી ન શકાય !!! (મજાક કરૂં છું !) બંધારણ બહુ તકનિકી વિષય હોય છે. એમાંથી ધારીએ એટલા ખોંચાખોંચી કાઢી શકાય. બાકી બંધારણમાં લખ્યું જ છે કે, "India, that is Bharat, shall be a union of states." (Article 1(1) of the Constitution વિકિસ્રોત પર વાંચો) તો શું "Bharat" એ બંધારણમાન્ય નામ ન થયું ? (જો કે લોકો વળી એમ કહેશે કે ’એ તો અંગ્રેજીમાં ભારત થયું, ગુજરાતીમાં ભારત ક્યાં લખ્યું છે ?!!!) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૮, ૨૯ મે ૨૦૧૩ (IST)
- માહિતી અધિકાર હેઠળ ભારતની રાષ્ટ્રભાષા કઈ તે અંગે માહિતી માગવામાં આવી હતી, જેમાં બંધારણીય રીતે હિંદીને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાયો ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે ઘણા બધા વર્તમાન પત્રોમાં આ અંગેના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ જ રીતે બંધારણીય રીતે આપણા દેશનું નામ પણ ભારત નથી !--યોગેશ કવીશ્વર (talk) ૨૩:૦૩, ૨૯ મે ૨૦૧૩ (IST)
- હા, તે પ્રમાણે ઉલ્લેખ કરવો જ રહ્યો તેમાં કોઈ શંકા નથી કારણ કે અંગ્રેજી માત્ર સાથી ભાષા છે મૂળ સત્તાવાર ભાષા તો હિન્દી જ છે અને આપણા રાજ્યની પણ હિન્દી તો છે જ, ભલે વપરાતી નથી. ગુજરાતી બચાવો વાળા તમામ લોકોને તો આપણે સ્રોત અને વિકિપીડિયાના માધ્યમથી જ અન્ય ધંધો શોધવા ભાગતા કરી મૂકી શકીએ તેમ છીએ. ;)--Vyom25 (talk) ૧૬:૩૨, ૨૯ મે ૨૦૧૩ (IST)
- આપના ગુજરાતીપ્રેમને વંદન પણ એ ન કરશો ! (અન્યથા ડખો થશે !! ગુજરાતી બચાવો વાળા પછી ક્યાં જશે ?!) તો, આપણે અહીં લેખમાં તેને "સત્તાવાર રાજ્યભાષા" તરીકે ઉલ્લેખવી જોઈએ. કેમ કે, ભારત સરકારની (અને કેટલાંક રાજ્યોની) એ સત્તાવાર રાજ્યભાષા તો છે જ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૮, ૨૯ મે ૨૦૧૩ (IST)
- અશોકભાઈ મારી દૃષ્ટિ સત્તાવાર ભાષા એટલે એવી ભાષા જે માધ્યમમાં સરકારી કાગળો અને હુકમો થાય (ટૂંકમાં, કારકુનથી લઈને મંત્રી સુધી સૌનાં કાગળિયાં સત્તાવાર ભાષામાં લખાય), જે આપણા દેશમાં હિન્દી અને અંગ્રેજી. હવે દરેક રાજ્યની તે અલગ અલગ છે આપણા રાજ્યમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી છે, ઉત્તરાખંડમાં હિન્દી, સંસ્કૃત ઉપરાંત ગઢવાલી અને અંગ્રેજી છે. હિન્દી રાજ્યભાષા મતલબ સત્તાવાર ભાષા એવી ભાષા જેમાં રાજનું કામકાજ થાય એવી ભાષા નહિ કે જે દેશની ભાષા હોય. બ્રાઝિલની રાષ્ટ્રિય ભાષા અને સત્તાવાર ભાષા બંને પોર્તુગિઝ છે. (આપણા દેશની કમનસીબી કે આપણે એક ભાષા આઝાદીના ૬૫ વર્ષે નક્કી નથી કરી શક્યા. મારું ચાલે તો કાલે જ ગુજરાતી રાષ્ટ્રીય ભાષા જાહેર કરું ;-), કાલે કારણ કે આજે સરકારી કચેરીઓ બંધ થવા આવી છે.)--Vyom25 (talk) ૧૬:૧૧, ૨૯ મે ૨૦૧૩ (IST)
- મિત્રો, કંઈ ભુલ નથી થતીને ? પ્રથમ તો, દૈનિકનાં જે લેખનો ઉલ્લેખ થયો એ લેખમાં જ રેફરન્સ છે કે, "સંવિધાનની કલમ ૩૪૩ હેઠળ હિન્દી દેશની સત્તાવાર ભાષા છે." અર્થાત "રાષ્ટ્રભાષા" એવો શબ્દ ભલે ન વપરાયો હોય પરંતુ "દેશની સત્તાવાર" ભાષા હોવાનો અર્થ પણ એ જ છે. વધુ અભ્યાસ માટે સત્તાવાર વેબસાઈટ (રાજ્યભાષા)નો અભ્યાસ કરીને કંઈક શોધી કાઢશો. આ મુદ્દો વિચારયોગ્ય છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૩૧, ૨૯ મે ૨૦૧૩ (IST)
- તેમાં આપણી ગુજરાતી પણ છે. જો કે હિંદીને કાયદેસર રીતે રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાયો નથી. હા, ભારતની સૌથી વધુ બોલાતી રાષ્ટ્રવ્યાપી ભાષા તો છે જ. આ લેખમાં એમ લખ્યું છે કે હિંદી ચીની બાદ વિશ્વમાં સૌથી વધુ બોલતી બીજા નંબરની ભાષા છે. તે સાચુ હોય તો આપણે અંગ્રેજીની પાછળ પડ્યા છીએ તે આપણી કમનસીબી છે.--યોગેશ કવીશ્વર (talk) ૧૩:૫૮, ૨૯ મે ૨૦૧૩ (IST)
- યોગેશભાઈ, આપ છાપાવાળા એ તો હું જાણુ જ છું ને ! એટલે તો મજાક કરી !! :-) જો કે આપની ઉત્તમોત્તમ લાગણીની સરાહના અને પ્રણામ કરતાં આપને અને વ્યોમજીને ફરી જણાવીશ કે 'બંધારણમાં (અંગ્રેજી નકલમાં પણ) સ્પષ્ટપણે "ભારત" શબ્દ જ વપરાયો છે’ (India, that is Bharat,). ઉપર મેં બંધારણનાં મૂળભુત આર્ટીકલ ૧(૧)ને ટાંક્યું જ છે. વ્યોમજીએ પણ અધિકૃત હિંદી બંધારણની નકલમાં બધે "ભારત" લખાયાનું જણાવ્યું જ છે. એટલે બંધારણમાં "ભારત" એવું નથી લખ્યું તે વાત કોઈક હિતશત્રુઓનો દુષ્પ્રચાર માત્ર જ સમજવો પડે ! મેં ઉપર લિંક આપી જ છે, ત્યાં સ્રોત પર સંપૂર્ણ લખાણ વાંચી શકાય છે. આમ, આપણાં દેશનું નામ "ભારત" સત્તાવાર રીતે બંધારણકારોએ જ નક્કી કર્યું છે. ચિંતાનું કોઈ કારણ નથી ! :-) રહી વાત ’રાષ્ટ્રભાષા’ તરીકે હિંદીને જાહેર કરવાની તો તે રાજકીય વિષય છે, આપણાં (અર્થાત અહીં વિકિના) ક્ષેત્રનો નથી. હાલ એ માટે આપણે જ્યાં સુધી કોઈ જાણકાર મિત્ર અધિકૃત જાણકારી ન આપે ત્યાં સુધી "સત્તાવાર રાજ્યભાષા" એવું લખી શકીએ. (બાકી ફરી કહું તો, ’સમાચારો’નાં આધારે નિર્ણય લેવો અવ્યવહારૂ ગણાશે ! ઉપર "ભારત"ની ચર્ચા એજ એનું શ્રેષ્ઠ અને આધારભૂત ઉદાહરણ છે !) તો આ લેખમાં યોગ્ય સુધારો કરવા વિનંતી. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૦૯, ૩૦ મે ૨૦૧૩ (IST)
- આપની વાત સાચી છે. આ કેટલીક કડીઓ જૂઓ તેમાં રસપ્રદ માહિતી છે.
- http://www.gujaratsamachar.com/gujaratsamachar.com/20110126/purti/shatdal/hobby.html
- http://www.divyabhaskar.co.in/article/NAT-bill-for-useing-bharat-insted-of-india-3642264.html
- http://www.divyabhaskar.co.in/article/NAT-home-dept-not-aware-about-countrys-name-2215754.html
આમાં છેલ્લા દિવ્ય ભાસ્કરમાં મેં જે માહિતી અધિકાર હેઠળ વિગતો મગાઇ હતી તેની વાત કરી એ અંગેની છે. ગૃહ વિભાગે કહ્યું કે દેશનું સત્તાવાર નામ ઇન્ડિયા કે ભારત તે અમને ખબર નથી ! (ત્યાં બધા ડાહ્યાં માણસો છે) બીજો એક લેખ કહે છેઃ એક કોંગ્રેસી સભ્યએ બંધારણમાં ‘ઇન્ડિયા’ને સ્થાને ‘ભારત’ શબ્દ મૂકવાની માગણી કરતું એક પ્રાઇવેટ મેમર બિલને રાજ્યસભામાં દાખલ કર્યું હતું.
બંધારણીય સુધારા વિધેયકને દાખલ કરતી વખતે બિલ સાથે સંકળાયેલાં કારણો અને વાંધાઓ રજુ કરતાં શાંતારામ નાયકે જણાવ્યું હતું કે ‘ઇન્ડિયા’એ એક સીમા દર્શાવતો અર્થ થાય છે. જ્યારે ‘ભારત’ પ્રાદેશિક સીમા કરતાં પણ વધુ કંઇક અભિવ્યક્ત કરતો શબ્દ છે.
નાયકે કહ્યું હતું કે આપણે જ્યારે ‘ભારત માતા કી જય’ બોલીએ છીએ ત્યારે આપણા દેશ માટે ગૌરવ અનુભવીએ છીએ, ઇન્ડિયા કી જય બોલવાથી આ ગૌરવની લાગણી થતી નથી. નાયકે જણાવ્યું હતું કે દેશનું નામ બદલીને ભારત રાખવા માટેના ઘણાં કારણો છે, પણ આ કારણોથી પણ વિશેષ તેમાં સમાયેલી દેશભક્તિની લાગણી છે. (આ ૧૧ ઓગષ્ટ ૨૦૧૨ના દિવ્ય ભાસ્કરના સમાચાર છે, આ તારીખની આસપાસ સંસદમાં ઇન્ડિયાના બદલે દેશનું નામ ભારત રાખવ બિલ રજૂ થયુ)--યોગેશ કવીશ્વર (talk) ૦૧:૨૨, ૩૦ મે ૨૦૧૩ (IST)
- આપણા બંધારણના આર્ટિકલ ૩૪૩માં ભાષા અંગેનો ઉલ્લેખ છે. તેમાં ૧૪ ભાષાઓને માન્યતા અપાઇ હતી અને પાછળથી એક ભાષા ઉમેરાઇ હતી. એમ હોય તો આ બંધારણની દ્રષ્ટિએ આ પંદરેય ભાષાનો દરજ્જો સમાન થાય. એમાં આપણી ગુજરાતી પણ છે. તો હિંદીની જેમ એને પણ રાષ્ટ્રભાષા ગણીએ તો વ્યોમભાઇને આ જાહેરાત કરવાની તસ્દી લેવી નહિ પડે ! (મજાક) જો કે કોઇ જાણકાર આ વિશે વધુ પ્રકાશ પાડે તો સારું. કદાચ ધવલભાઇને ખબર હશે.--યોગેશ કવીશ્વર (talk) ૦૧:૩૪, ૩૦ મે ૨૦૧૩ (IST)
- બીજું એ અશોકભાઇ આપણે સમાચારના આધારે નક્કી કરવાનું એવું નથી, સમાચાર તો આપણું એ તરફ માત્ર ધ્યાન દોરે છે.(હું છાપાઓનો બચાવ કરું છું !) મુદ્દો આપણા દેશના ગૃહ મંત્રાલયનો છે. વાત એમ બની કે, માહિતી અધિકાર હેઠળ કેન્દ્રના ગૃહ વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર હિન્દી એ કેન્દ્રની સત્તાવાર ભાષા હોવા છતાંય દેશના સંવિધાનમાં રાષ્ટ્રભાષાનો કોઈ ઉલ્લેખ જ નથી. એટલું જ નહીં, ‘ભારત’, ‘ઈન્ડિયા’ અને ‘હિન્દુસ્તાન’ તરીકે ઓળખાતા આ દેશના સત્તાવાર નામ બાબતે પણ ગૃહ ખાતાને કશી જાણકારી ન હોવાનું બહાર આવ્યું છે. માહિતી અધિકાર, ૨૦૦૫ અંતર્ગત કાર્યકર્તા મનોરંજન રોયે કેન્દ્રના ગૃહ વિભાગને પ્રશ્ન કર્યો હતો કે, આ દેશની રાષ્ટ્રભાષા કઈ છે? હિન્દી-અંગ્રેજી અને સંસ્કૃતમાંથી દેશની સત્તાવાર ભાષા કઈ છે? આ પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રના ગૃહ ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર (પોલિસી) સરોજકુમાર ત્રિપાઠીએ જણાવ્યું છે કે સંવિધાનમાં રાષ્ટ્રભાષાનો કોઈ ઉલ્લેખ જ નથી. સંવિધાનની કલમ ૩૪૩ હેઠળ હિન્દી દેશની સત્તાવાર ભાષા છે. ભાષા પ્રમાણે દેશનું નામ પણ બદલાઈ જાય છે. અંગ્રેજીમાં ઈન્ડિયા, ઉર્દૂમાં હિન્દુસ્તાન અને અન્ય ભાષામાં ભારત તરીકે ઓળખાતા આ દેશનું સત્તાવાર નામ પણ રોયે સરકારને પૂછ્યું હતું. રોયને જણાવાયું છે કે દેશના સત્તાવાર નામ બાબતે ગૃહ વિભાગ પાસે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. આ બાબતે મનોરંજન રોય કહે છે કે ‘આશ્ચર્યની વાત છે કે વ્યક્તિના ભલે ગમે તેટલા ઉપનામ હોય, પરંતુ તેણે મૂળ નામ તો એક જ રાખવું પડે છે. જો મૂળ નામમાં કોઈ ફેરબદલ કરવું હોય તો લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એ જ દેશનું સત્તાવાર નામ શું છે? એની જાણ ખુદ ગૃહ મંત્રાલયને જ નથી.’ બોલો ! વ્યક્તિગત નામ બદલવું હોય તોય અનેક જાતની કાયદાકીય પ્રક્રીયા અને દેશનું નામ ભાષાએ ભાષાએ બદલાય ! અને હિંદી રાષ્ટ્રભાષા બંધારમાં દર્શાવવાનું તો ઠીક આપણા દેશની ન્યાયપ્રણાલી વિદેશીભાષામાં ચાલે એ કેવું ?--યોગેશ કવીશ્વર (talk) ૦૧:૫૭, ૩૦ મે ૨૦૧૩ (IST)
- યોગેશભાઈ, આપ પત્રકાર છો એટલે કદાચ આપને માઠું લાગે (જો કે લગાડશો નહિ !! સસંદર્ભ અને મૂક્ત ચર્ચા એ વિકિની રીત છે.) પણ આપે જે ઉદાહરણો આપ્યા એ જ સાબીતી છે કે સત્ય કરતાં સનસનાટીને વધુ મહત્વ અપાય છે. આપણે તો રહ્યા વિકિપીડિયન, મૂળ જ શોધીને જોનારા. હવે એ દિ.ભા.નાં સમાચારમાંજ જણાવ્યું છે કે "ભારતના બંધારણના આર્ટિકલ 343માં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે, હિન્દી દેશની રાષ્ટ્રભાષા છે." તો પછી રાષ્ટ્રભાષા કઈ છે તેનો પ્રશ્ન જ નથી ! હા, સરકારના કોઈ વિભાગને એની જાણકારી ન હોવી એ સમાચાર ખરા !! બાકી દિ.ભા.એ ઉલ્લેખ્યો તે આર્ટિકલ ૩૪૩ અહીં બેઠેબેઠો ટાંકું છું અને સાથે એ વિષયક બંધારણના પાનાની મૂળભુત લિંક પણ આપું છું. જાતે જ વાંચી લો ને સાહેબ.

Article 343 Official language of the Union
(1) The official language of the Union shall be Hindi in Devanagari script.(બંધારણ)
સાથે Article 394A પણ વાંચી જવા જેવો છે.
Article 343માં ક્યાંય ૧૪ કે ૧૫ (છાપાંએ આ વિગત પણ ક્ષતિગ્રસ્ત લખી છે ! ખરેખર તો ૨૨ માન્યભાષાઓ છે !!) ભાષાનો ઉલ્લેખ નથી ! હિંદીનો જ છે. અને આપણે છાપાંઓને શા માટે સંદર્ભ તરીકે લેવા પડે ? સ્વયં સરકારના પરીપત્રો જ ચકાસોને. રાજભાષા હિંદી વિષયે ઉતરોત્તર પરીપત્રો, કાયદાઓ, સંશોધનો વગેરે સરકારી વેબ પર હાજર જ છે. છેલ્લું સંશોધન સરકારી ગેઝેટમાં તા:૧૪-૫-૨૦૧૧નાં આવેલું જ છે. (राजभाषा (संघ के शासकीय प्रयोजनों के लिए प्रयोग) नियम, 1976 (यथा संशोधित, 1987, 2007 तथा 2011)) એનો પણ અભ્યાસ કરવાપાત્ર છે. બાકી સરકારી ખાતાઓને કેટલી જાણકારી છે કે કોને અને કોના દ્વારા કેવા જવાબો મળે છે કે આદર્શપણે કેમ હોવું જોઈએ એ બધું સોશ્યલ સાઈટ્સ કે છાપાંઓની ચર્ચા માટે પણ રસપ્રદ ખરૂં. પણ એથી અહીં આપણને કશો ફરક પડતો નથી. આમ હિંદી રાજભાષા હોવામાં કે ભારત દેશ હોવામાં હવે કોઈને સસંદર્ભ કંઈ નવી શંકા હોય તો આગળ ચર્ચા કરીશું. અન્યથા એક જ વાતનું પુનરાવર્તન થશે. (અને ધવલજી ત્રાટકે એ પહેલાં હું રફૂચક્કર થાઉં છું :-) ) ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૪૭, ૩૦ મે ૨૦૧૩ (IST)
- સૌ પ્રથમ તો આભાર યોગેશભાઈનો કે મને અહિં આમંત્ર્યો. જો કે હું ઘણો મોડો પડ્યો છું અને બધી ચર્ચાનો નિવેડો આવી જ ગયો છે. હિંદી ભાષા ભારતની રાષ્ટ્રભાષા નથી એવો ચુકાદો તો ક્યારનોય આવી જ ગયો હતો (આપણી ગુજરાત હાઈકોર્ટે જ આપ્યો હતો), અને તેને બદલે હિંદીને ભારતની અધિકૃત/સત્તાવાર ભાષા એટલે કે official language ગણવી તેવું આપણા બંધારણમાંથી ફલિત થાય છે. હવે રહ્યો સવાલ ભારત દેશના નામનો. તો તેનો ઉલ્લેખ અશોકભાઈએ આપણા બંધારણમાંથી ટાંકેલા વિધાનમાં છે જ, એટલે એ પણ ચર્ચાનો વિષય રહેતો નથી. સવાલ રહ્યો આપણું ગૃહમંત્રાલય કે ગૃહવિભાગ કેટલું જાણે છે અને શું કહે છે તેનો. ભારત દેશે હિંદીની સાથે સાથે અંગ્રેજીને પણ દેશની અધિકૃત ભાષા તરીકે સ્વિકારી છે એટલે દેશનું નામ અંગ્રેજીમાં જે જાણીતું હોય તેને પણ માન્ય નામ તરીકે ગણ્યું હોય તે સ્વાભાવિક છે. વ્યોમભાઈએ ઉપર જણાવ્યું તેમ ભારત એક માત્ર એવો દેશ નથી જેના એક કરતા વધુ નામો હોય. સૌથી મોટું ઉદાહરણ જાપાન, કે જેનું પોતાની ભાષામાં નામ નિપ્પોન છે, પણ અંગ્રેજીમાં તે જાપાન છે. જો ભારતનું નામ ભારત નથી એવું ફક્ત એ કારણે કહેવામાં આવતું હોય કે તેનું અધિકૃત નામ ભારત ગણરાજ્ય છે તો જૂદી વાત છે. હવે આ મનોરંજનભાઈ મનોરંજન ખાતર જે કહે છે તેના જવાબમાં એટલું જ કહેવાનું કે, ભાઈ મનોરંજન, તમારા ધર્મપત્નિ તમને મનો, તમારી મમ્મી તમને મનુ, ભાઈબંધો મનિયો, ઓફિસનો તમારા હાથ નીચે કામ કરતો કર્મચારીગણ મનોરંજનજી, વગેરે જૂદા જૂદા નામોથી ઓળખતા હોય તો શું તેમણે બધાએ કોઈ કાયદાકિય પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું છે? મારા પડોશમાં તુષાર નામનો મારો મિત્ર રહેતો હતો, જેનું ઘરનું નામ મનિયો હતું, મારો શાળાનો એક મિત્ર અમિત, પણ તેનું ખરૂં નામ જીગર અને ઘરમાં બધા એને જીગો કહે. મને પૂરેપૂરી ખબર છે કે મનિયાએ કે જીગલાએ કોઈ કાયદાકિય આંટીઘૂટીમાંથી પસાર નહોતું થવું પડ્યું, તેમના એક કરતા વધુ નામો ચલનમાં રાખવા માટે. તે જ રીતે ભારતને જો પડોશના પાકિસ્તાનમાં હિંદુસ્તાન તરીકે ઓળખાતું હોય તો તેમાં ખોટું શું છે? એક વ્યક્તિનું એક જ નામ હોઈ શકે એવો કયા દેશનો કાયદો છે એવું કોઈ આ મનુભાઈને પૂછી તો જુઓ?
- આપણા દેશની ન્યાયપ્રણાલી એકલી જ નહિ, હવે તો દિવસ અવો આવી ગયો છે કે શિક્ષણપ્રણાલી પણ લગભગ વિદેશીભાષામાં જ ચાલવા માંડી છે. તેમાં દેશની કે તેના બંધારણની નહિ પણ દેશના નાગરિકોની કમબખ્તી છે. બંધારણના અસ્તિત્વમાં આવ્યાના પંદર વર્ષ પછી, આપણા દેશની રાષ્ટ્રભાષા અથવા તો એકમાત્ર અધિકૃત ભાષા તરીકે ફક્ત હિંદીને જ રાખવી અને અંગ્રેજીને વિદાય કરી દેવી એવી ભલામણતો આપણા બંધારણમાં કરેલી જ છે (જૂઓ અને બતાવો, બંધારણ, Official Languages, chapter 1 343(2)). અને તે કારણે જ હિંદી એક માત્ર અધિકૃત, સત્તાવાર ભાષા તરીકે રાખવાની હતી. અંગ્રેજી તો ફક્ત આઝાદી પહેલા તે ભાષામાં વ્યવહાર ચાલતો હોવાથી, ફક્ત શરૂઆતની સહુલિયત માટે જ હિંદીની સાથે સાથે માન્ય રાખવામાં આવી હતી (જૂઓ બંધારણનું વાક્ય "Notwithstanding anything in clause (1), for a period of fifteen years from the commencement of this Constitution, the English language shall continue to be used for all the official purposes of the Union for which it was being used immediately before such commencement:"). પણ કમનસીબી આપણી એ છે કે એ ૧૫ વર્ષ પછી આપણા દક્ષિણના ચાર રાજ્યો અને થોડાઘણા પૂર્વના લોકોએ હિંદીને સ્વિકારવાની ના પાડી અને તેને બદલે પોતાની ભાષાને આગળ ધરી, તે કારણે જ હિંદી એકમાત્ર ભાષા બની ન શકી અને અંગ્રેજીને મને-કમને પણ ચલણમાં રાખવી પડી ઉપરાંત અન્ય ભાષાઓનું ઉમેરણ થયું અને અધિકૃત ભાષા ધારો ૧૯૬૩ અસ્તિત્વમાં આવ્યો. આજે પણ તમે દક્ષિણમાં જાવ તો તેઓ તમારી સાથે હિંદીમાં વાત કરવાને બદલે અંગ્રેજીમાં વાત કરવી વધુ પસંદ કરે છે, તે કારણે જ કાયદાનું કામ અંગ્રેજીમાં કરવું પડે છે.
Article 344 Commission and Committee of Parliament on official language
(1) The President shall, at the expiration of five years from the commencement of this Constitution and thereafter at the expiration of ten years from such commencement, by order constitute a Commission which shall consist of a Chairman and such other members representing the different languages specified in the Eighth Schedule as the President may appoint, and the order shall define the procedure to be followed by the Commission.
(2) It shall be the duty of the Commission to make recommendations to the President as to -
(a) the progressive use of the Hindi language for the official purposes of the Union;
(b) restrictions on the use of the English language for all or any of the official purposes of the Union;
....
- બંધારણની કલમ ૩૪૪માં બાજુમાં છે તે મૂજબનું પણ લખાણ છે, જેના પરથી સ્પષ્ટ છે કે બંધારણનો ઉદ્દેશ ફક્ત હિંદીને જ રાષ્ટ્રભાષા રાખવાનો હતો, પણ મીઢ રાજકારણીઓએ બધો ખેલ કર્યો. હવે કહો, પ્રશ્ન કોના પર ઉઠાવવો?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૧, ૩૦ મે ૨૦૧૩ (IST)
અશોકભાઇ, ધવલભાઇ આપ બન્નેનો ખૂબ ખૂબ આભાર. બંધારણના લેખોની કડી ઉપલબ્ધ કરાવવા માટે. ખરેખર ખૂબ સારી જાણકારી મળી શકી. આપણે આ લેખમાં એવું ઉમેરીએ કે હિંદી ભારતીય સંવિધાનમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે. બરાબરને ? આ માટે કોઇના બીજા કંઈ સૂચનો હોય તો જણાવવા વિનંતી. ભારત વિશેની તો આડચર્ચા હતી તે પૂરી થઈ ગઈ છે. મારું ચાલે તો હું આજે જ દેશનું સત્તાવાર નામ ભારત ઘોષિત કરી દઉં અને તમામ ભાષાઓમાં કોઇએ પણ ભારત જ લખવું એવો વટહુકમ બહાર પાડું. જેમ બોમ્બેનું મુંબઈ થયું તેમ. ઇન્ડિયા અને હિંદુસ્તાન એ તો આપણા દેશના ઉપનામો છે. અંગ્રેજદેશોમાં આપણા દેશ માટે ઇન્ડિયા અને મુસ્લીમ દેશોમાં હિંદુસ્તાન પ્રયોગ થતો. ફૈબાએ શકુંતલા અને દુષ્યંતના પુત્ર રાજા ભરત પરથી દેશનું સત્તાવાર નામ ભારત પાડ્યું છે !
- આપણી આ ચર્ચા જાણકારી માટે બીજા મિત્રોને પણ મદદરૂપ થશે.--યોગેશ કવીશ્વર (talk) ૧૦:૫૫, ૩૦ મે ૨૦૧૩ (IST)
- હું કેટલાક મુદ્દા લખીને આ ચર્ચામાંથી રજા લઈશ, ૧. માત્ર આર્ટીકલ ૩૪૩ નહિ પણ ૩૪૩થી લઈને ૩૫૧ સુધીના આર્ટીકલ સત્તાવાર ભાષા પરના છે. ૨. હિન્દી માટે Official language એવો શબ્દ વપરાયો છે જ્યારે અંગ્રેજી માટે Associate language એવો શબ્દ વપરાયો છે, તે પરથી કહી શકાય કે ભારતનું બંધારણ હિન્દીને અંગ્રેજી કરતાં પ્રાધાન્ય આપે છે માટે અંગ્રેજી આગળ છે અને આપણા દેશની ભાષા પાછળ છે કે સાથે છે તે ચર્ચા જ ખોટી છે. ૩. એવી દલીલ કરાઈ છે કે માત્ર દક્ષિણ અને પુર્વના રાજ્યો આડા ચાલે છે તો વ્યવહારૂ રીતે જોવા જઈએ તો હિન્દી જે સરકારી લેવલે કામ કરે છે તે લેવલ પર હિન્દીનું જ્ઞાન હોવું એક સામાન્ય ગુજરાતી માટે શક્ય નથી. ૪. ગુજરાત હાઈકોર્ટના આ જ મહિનાના ચુકાદા મુજબ ગુજરાતીઓ માટે તો હિન્દી વિદેશી ભાષા છે. (આ વિધાન મારું ઘરનું નથી અને હાઈકોર્ટે રાજ્યમાં લઘુમતી ભાષાઓને અપાતા સરકારી પ્રોત્સાહનમાં હિન્દીની અવગણના બાબતે ગુજરાત સરકારની વિરુદ્ધ આપેલ ચુકાદાનો ભાગ છે, અને તેમાં જણાવ્યા મુજબ હિન્દી પણ આપણા રાજ્યમાં લઘુમતીમાં આવે છે.) ૫. સેડ્યુલ આઠ મુજબ આપણા દેશમાં ૨૨ પ્રાદેશિક ભાષા છે (સત્તાવાર કે રાષ્ટ્રિય કે અન્ય કોઈ નહિ પ્રાદેશિક) તેમાં ૧૯૬૭ સુધી ૧૪ હતી ત્યારબાદ વધારો થતાં હાલ ૨૨ (આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મલયાલમ, મરાઠી, ઉડીયા, પંજાબી, સંસ્કૃત, તામિલ, તેલુગુ, ઉર્દુ, સિંધી, કોંકણી, મણિપુરી, નેપાળી, બોડો, મૈથાલિ, સંથાળી, ડોગરી.) છે, માટે આ બધી ભાષાઓ હિન્દી હેઠળ આવે છે (ખરેખર તો આ બંને માપદંડ જ જુદા છે માટે આ ૨૨માં હિન્દી પણ છે એટલે આને અને સત્તાવાર ભાષાને તમે લોકો સાથે કેમ ગણો છો તે મને સમજાતું નથી). ૬. આપણા દેશના નામને લઈને મેં મારા વિચારો અગાઉ જણાવ્યા છે તેમાં મને કોઈ સુધારો કરવાની જરૂરિયાત લાગતી નથી.--Vyom25 (talk) ૧૧:૦૭, ૩૦ મે ૨૦૧૩ (IST)
એક વાત સાથે તો સૌ સહમત થયા છે કે, હિંદી રાજભાષા છે; મતલબ કે કેન્દ્ર સરકારની કાર્ય વ્યવહારની ભાષા છે.--યોગેશ કવીશ્વર (talk) ૧૧:૫૪, ૩૦ મે ૨૦૧૩ (IST)
બંધારણ = સંવિધાન
ફેરફાર કરોગુજરાતીમાં સામાન્યપણે આપણે Constitutionને બંધારણ કહેતા આવ્યા છીએ, માટે લેખમાં સંવિધાનનું સુધારીને બંધારણ કર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૦૪, ૩૦ મે ૨૦૧૩ (IST)
- આભાર ધવલભાઇ.--યોગેશ કવીશ્વર (talk) ૨૨:૨૧, ૩૦ મે ૨૦૧૩ (IST)