ચર્ચા:હૃતિક રોશન
છેલ્લી ટીપ્પણી: નામની સાચી જોડણી વિષય પર Dsvyas વડે ૭ વર્ષ પહેલાં
નામની સાચી જોડણી
ફેરફાર કરોતેઓ અંગ્રેજીમાં પોતાના નામનો સ્પેલિંગ Hrithik Roshan એમ કરે છે, જેનું ગુજરાતી લિપ્યાંતર કરતા સૌથી નજીકની જોડણી હૃતિક રોશન થાય. હા, ઋત્વિક એ મૂળ સંસ્કૃત શબ્દ છે જેના પરથી કદાચ તેમનું નામ પાડવામાં આવ્યું હોય, પરંતુ તેઓ ચોક્કસ પણે ઋત્વિક નથી જ લખતા માટે લેખનું મથાળું ઋત્વિક રોશન રાખવાને બદલે, હૃતિક રોશન કર્યું છે. જો ક્યાંય અધિકૃત રીતે તેમનું નામ હિંદીમાં લખેલું (કેમકે ગુજરાતીમાં લખેલું તો મળવું અસંભવ છે) મળે તો તેનો સંદર્ભ અહિં મૂકવો જેથી આપણે જરૂર હોય તો સુધારી શકીએ. (તા.ક.: અહિં અધિકૃત એટલે છાપા/વર્તમાનપત્રનો નહિ, કેમકે તે લોકો તેમને અનુકૂળ આવે તેવી જોડણીઓ કરતા હોય છે).--ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૯, ૧ ડિસેમ્બર ૨૦૧૭ (IST)