ચર્ચા:૧૮૫૭ની ભારતીય ક્રાંતિ
શીર્ષક સંબંધે વાંધો
ફેરફાર કરોઆ લેખના શીર્ષકમાં "વિપ્લવ" શબ્દ વપરાયો છે. ગુજરાતી લેક્સિકોન પ્રમાણે તેના શબ્દાર્થ "નાશ, સંહાર. (૨) ઊથલપાથલ. (૩) બખેડો, ધાંધલ. (૪) બળવો, બંડ" છે. ૧૮૫૭ની ક્રાંતિ એ અંગ્રેજો માટે બળવો કે વિપ્લવ હોઈ શકે પણ ખરા અર્થમાં તે "બળવો" કે "બંડ" ન હતો. સ્વતંત્રતા મેળવવાનો પ્રયત્ન કે પરદેશી સતાને હટાવી દેવાનો પ્રયત્ન હતો. આપણે ભારતીયો માટે તે ક્રાંતિ, ઉત્થાન, સંગ્રામ, સંઘર્ષ હતો. તે હિસાબે આનું નામ બદલીને યોગ્ય શબ્દ વપરાવવો જોઈએ. --sushant ૦૬:૨૬, ૧૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)