વડવાગોળ કે ચામાચિડિયું એ ઉડવાની ક્ષમતા ધરાવતું એક સસ્તન વર્ગનું પ્રાણી છે.

 
ચામાચિડિયું

તેમના શરીરની લંબાઇ ૩ થી ૬ ઈંચ અને ફેલાયેલ પાંખો સાથે પહોળાઇ ૮ થી ૧૬ ઈંચ જેટલી હોય છે. તેની પાંખોનાં અસ્થિ મનુષ્યના હાથમાં રહેલા અસ્થિ જેવા જ હોય છે. આંગળીઓ ફેલાયેલી અને સ્થિતિસ્થાપક ત્વચા દ્વારા જોડાયેલ હોય છે. વિશ્વમાં ચામાચિડિયાની ૧૦૦૦થી વધુ પ્રજાતિ જોવા મળે છે.

તેઓનો મુખ્ય આહાર ફળો, ફુલોનો રસ, માછલી, નાના પક્ષીઓ, ગરોળીઓ, દેડકાં અને અન્ય ચામાચિડિયાં છે.

પૃથ્વી પર કુલ સસ્તન પ્રાણીઓનાં ચોથા ભાગના તો ફક્ત ચામાચિડિયાં જ છે. તેઓ ધ્રુવીય પ્રદેશો અને સખ્ત રણ પ્રદેશો સિવાય બધી જ જગ્યાએ જોવા મળે છે. ચામાચિડિયાં ગુફાઓ, ઇમારતો, વૃક્ષો તેમ જ ખડકોની ફાંટમાં રહેતાં હોય છે.

અન્ય માહિતિ

ફેરફાર કરો

૭૦ ટકા ચામાચિડિયાં રાતે લાખોની સંખ્યામાં જીવડાં આરોગી જતાં હોય છે. તેઓ રાતે ઊડે છે તેમ જ ધ્વનિ પરાવર્તન દ્વારા રાત્રે પોતાનો ખોરાક તથા રસ્તો શોધે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો