ચિરમીરી, છત્તીસગઢ
ચિરમીરી (Chirmiri) એક ગિરિમથક અને એક નગરપાલિકા છે જે ભારત દેશના છત્તીસગઢ રાજ્યના કોરિયા જિલ્લા ખાતે આવેલ છે.
ચિરમીરી
Chirmiri चिरमिरी چرمري | |
---|---|
શહેર | |
ચિરમીરી | |
અક્ષાંશ-રેખાંશ: 23°12′N 82°40′E / 23.20°N 82.67°ECoordinates: 23°12′N 82°40′E / 23.20°N 82.67°E | |
દેશ | ભારત |
રાજ્ય | છત્તીસગઢ |
જિલ્લો | કોરિયા |
સરકાર | |
• પ્રકાર | નગરપાલિકા |
• નગરપતિ | કે ડોમરુ રેડ્ડી |
વસ્તી (2011) | |
• કુલ | ૧,૦૦,૮૦૦ |
Languages | |
• Official |
|
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૪૯૭૪૫૧,૪૯૭૪૪૯ |
ટેલિફોન કોડ | ૦૭૭૧ |
વાહન નોંધણી | CG16 |
ભૂગોળ
ફેરફાર કરોચિરમીરી છત્તીસગઢનું 'સ્વર્ગ' કહેવાય છે. ચિરમીરી એક ખૂબ જ સુંદર ગિરિમથક અને લીલુંછમ શહેર છે. આ પ્રદેશ કોલસાની ખાણો માટે પ્રસિદ્ધ છે. ચિરમીરી ખાતે એશિયા ખંડની બીજી સૌથી મોટી ક્રેન છે, જેનો ઉપયોગ કોલસાની હેરફેર માટે કરવામાં આવે છે. આ શહેરના ધર્મ-પ્રેમી લોકો આ પ્રદેશમાં બાંધવામાં આવેલા મંદિરોમાં પ્રતિબિંબિત થાય છે.
ચિરમીરી શહેરનું ભૌગોલિક સ્થાન ૨૩ ડિગ્રી ૧૧ મિનિટ અને ૬૦ સેકન્ડ ઉત્તર અક્ષાંશ અને ૮૨ ડિગ્રી ૨૦ મિનિટ અને ૬૦ સેકન્ડ પૂર્વ રેખાંશ ખાતે આવેલ છે. શહેરમાં કુલ વસ્તી ૯૩,૩૬૬ લોકોની છે. જેમાં ૪૯,૧૨૮ પુરુષો અને ૪૪,૨૩૮ સ્ત્રીઓ છે. આ નગર ઉચ્ચ સાક્ષરતા દર ધરાવે છે, જેમાં ૬૧,૨૮૦ લોકો સાક્ષર છે. આમાં પુરુષમાં સાક્ષરતા દર સ્ત્રીઓના સાક્ષરતા દર કરતાં વધુ છે. સરખામણીમાં ૨૪,૬૪૦ સ્ત્રી સાક્ષર અને ૩૬,૬૪૦ પુરુષ સાક્ષર છે.
અંહીનું મુખ્ય પ્રવાસી આકર્ષણ ભગવાન જગન્નાથ મંદિર છે, જેનું સ્થાપ્ત્ય ઓરિસ્સા રાજ્યના જગન્નાથ પુરી મંદિર જેવું કરવામાં આવ્યું હતું. આ નગર સુંદર લેન્ડસ્કેપ વડે સંપન્ન છે કે જ્યાં પ્રવાસીઓ આનંદ કરી શકે છે.
ઇતિહાસ
ફેરફાર કરોટાટા આયર્ન અને સ્ટીલ કંપની દ્વારા ખનિજ કોલસોના ખોદકામની શરુઆતને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, પરંતુ તેના દ્વારા કોઈ ખાણકામ હાથ ધરવામાં ન આવ્યું હતું. ચિરમીરી કોલિયરી ૧૯૩૦ના વર્ષમાં શરૂ કરવામાં આવી હતી અને તેનું ઉત્પાદન ૧૯૩૨ના વર્ષમાં શરૂ થયું હતું. વર્ષ ૧૯૪૨માં ન્યુ ચિરમીરી કોલિયરી, પ્યોર ચિરમીરી કોલિયરી વર્ષ ૧૯૪૫માં અને નોર્થ ચિરમીરી કોલિયરી વર્ષ ૧૯૪૬માં શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ન્યુ ચિરમીરી પોન્ડી હિલ્સ, વેસ્ટ ચિરમીરી, ડ્યુમન હિલ અને કોરિયા કોલિયરી શરૂ કરવામાં આવી હતી. કોલસા ઉત્પાદન વર્ષ ૧૯૩૩નું ૨૬૪,૦૦૦ ટનથી વધીને વર્ષ ૧૯૮૦માં ૩,૧૬૨,૫૦૦ ટન થયું હતું.[૧]
ભગવાન જગન્નાથ મંદિર: આ મંદિર પુરી મંદિરના કારીગરો દ્વારા બાંધવામાં આવ્યું હતું અને આ પુરીના જગન્નાથ મંદિરની પ્રતિકૃતિ છે.
કાલીબાડી: આ મંદિર હલ્દીબાડી ખાતે આવેલ છે. તે એક ટેકરી પર અને મુખ્ય સ્ટેશનથી માત્ર ૧ કિ. મી. જેટલા અંતરે આવેલ છે.
હસદેવ નદી: સ્થાનિક સત્તા દ્વારા આ નદીના તટવિસ્તારને વિકસાવવામાં આવ્યા છે અને હવે આ એક ઉજાણી-સ્થળ તરીકે પસંદ કરવામાં આવે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Shri Kamal Sharma, Resource Development in Tribal India, p. 165, 1989, Northern Book Centre, 4221/1 Ansari Road, New Delhi, ISBN 81-85119-57-0