ચીઝ દૂધ પર આધારિત ખાધ્ય ઉત્પાદનોના વિવિધ સમુહ માટેનો એક સામાન્ય શબ્દ છે. ચીઝ દુનિયાભરમાં વ્યાપક રુપે અનેક સ્વાદ અને રૂપોમાં બનાવવામાં આવે છે. ચીઝમાં પ્રોટિન અને ચરબી હોય છે. ગાય, ભેંસ કે બકરીનાં દુધમાંથી તે બનાવવામાં આવે છે. દુધને ફાડીને તેમાં 'રેનેટ' નામનો ઉત્સેચક ઉમેરી તેને જમાવવામાં આવે છે અને તેમાં આથો આવવા દેવામાં આવે છે.