ચેવડો એ એક કરકરું દાણેદાર ફરસાણ છે. જીણાં જીણાં ખાધ્ય પદાર્થોને શેકી કે તળી ને કરકારા બનાવીને તેમાં મસાલા આદિ ભેળવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે. પારંપારિક રીતે આ વાનગી પૌંઆ માંથી બનાવવામાં આવતી પણ વિવિધ સંસ્કૃતિ ના સંગમ , દૂર દેશના ખાદ્ય પદાર્થોની સુલભ્યતા અને ખાધ્ય પદાર્થો પર થતા નીતે વનવા પ્રયોગોને કારણે આજે ચેવડાની અગણિત જાતો ઉપલબ્ધ છે.

ઓરિસ્સાનો ચેવડો
ચેન્નાઇનો ચેવડો

નામ વ્યુત્પતિ

ફેરફાર કરો

ચેવડો એટલે ચાર દાળનું કે ચાર વસ્તુઓનું મિશ્રણ. સંસ્કૃત શબ્દ ચિપિટ (ચપટો) પરથી આ શબ્દ ઉતરી આવેલો હોવો જોઈએ. મરાઠી માં ચપટાને ચિપટા કહે છે અને તે પરથી ચિવડા (ચેવડાને મરાઠીમાં ચિવડા કહેવાય)શબ્દ ઉતરી આવ્યો છે. ચિવડા શબ્દ ગુજરાતમાં ચેવડા તરીકે પ્રચલિત થયો.

પદાર્થો

ફેરફાર કરો

પારંપારિક રીતે ચેવડો પૌંઆ માંથી બનતો આવ્યો છે. તે સિવાય, તેમાં મમરા પણ ઉમેરાય છે. આજકાલ વિવિધ અનાજમાંથી બનતા પૌંઆ જેમકે મકાઈના પૌંઆ, બટેટાની સલ્લી, સાબુદાણા જેવા પદાર્થો વાપરીને પણ ચેવડો બને છે. આ સિવાય, સ્વાદ માટે તેમાં તળેલા શિંગદાણા, દાળિયા, સૂકું કોપરું, કાજુ, સૂકાયેલી દ્રાક્ષ, સેવ, તલ આદિ પદાર્થો ઉમેરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ચેવડામાં લસણ પણ ઉમેરાય છે.

ચેવડા માટે જાણીતા સ્થળો

ફેરફાર કરો

ગુજરાતમાં વડોદરાનો ચેવડો વખણાય છે અને મહારાષ્ટ્રમાં નાશિકનો ચેવડો વખણાય છે. નાશિકમાં કોંડાજી ચિવડા અને ભિકાજી ચિવડા નામની બ્રાંડ પ્રખ્યાત છે. મુંબઈનો લક્ષ્મી નારાયણ ચેવડો કે મહાલક્ષ્મી ચેવડો પણવખણાય છે. મુંબઈમા લાલબાગ નામની જગ્યા પર એક ગલીનું નામ ચિવડા ગલ્લી છે. અહીં ચેવડો બનાવતા કારખાનાઓ આવેલા છે.

વિવિધ રૂપો

ફેરફાર કરો
  • પૌંઆનો શેકેલો ચેવડો
  • પૌંઆનો તળેલો ચેવડો
  • મકાઈનો ચેવડો
  • બટેટાનો ચેવડો
  • સાબુદાણાનો ચેવડો

પૌંઆનો શેકેલો ચેવડો

ફેરફાર કરો

સામગ્રી: પાતળા પૌંઆ, શિંગ દાણા, તેલ, હળદર, મીઠું, લીલાં મરચાં.

  • પૌંઆને તડકે સૂકવી લો.
  • પૌંઅાને એક કડાઈમાં કોરા શેકી લો.
  • તે કડાઈમાં તેલ લઈ તેમાં શિગ દાણા તળી લો.
  • વધારાનું તેલ કાઢી લો.
  • તેમાં લેમડો અને મરચાનાખો અને કડક થાય ત્યાં સુધી તળો.
  • તેલમાં હળદર ઉમેરો અને પૌંઆ ઉમેરી મીઠું અને સાકર ઉમેરો અને હલાવો.
  • તળેલા શિંગદાણા તમાં ઉમેરો.

નોંધ: આ ચેવડો ઓછા તેલમાં તૈયાર થતો હોવાથી ખાવામાં સ્વાસ્થ્ય વર્ધક છે.

બટેટાનો ચેવડો

ફેરફાર કરો

બટેટાનો ચેવડાનો મુખ્ય આધાર ઘટક બટેટાની તળેલી છીણ હોય છે. તેમાં તળેલા શિંગદાણા, તળેલી દ્રાક્ષ, કાજુ આદિ ઉમેરવામાં આવે છે. મુખ્યત્વે આ ચેવડો ઉપવાસના દિવસે ખાવાના ઉપયોગમાં લેવાય છે આથી, તેમાં મીઠું ન નાખતાં સાકર નખાય છે અને આ ચેવડો સ્વાદમાં મીઠો લાગે છે.