છત્તીસગઢના આદિવાસી દેવીદેવતા

છત્તીસગઢ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલું મહત્વનું રાજ્ય છે. આ રાજ્યનો મોટો વિસ્તાર ગાઢ જંગલોથી ભરપૂર છે, જેમાં મોટેભાગે આદિવાસીઓ વસવાટ કરે છે. આદિવાસી સંસ્કૃતિના રીતરીવાજો અનોખા હોય છે. અહીંયા છત્તીસગઢના આદિવાસીઓના દેવદેવતા, કે જેમની પુજા વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવે છે, એનો પરિચય આપવામાં આવ્યો છે.

દેવતાઓ ફેરફાર કરો

  • બુઢાદેવ
  • ડોકરાદેવ
  • બાર પ્રકારના ભીમા
  • ઘુટાલ
  • કુંવર
  • ભૈરમબલહા
  • ચિકટરાવ
  • ડાક્ટર દેવ
  • સિયાનદેવ
  • ચૌરાસીદેવ
  • પાટદેવ
  • ભૈરમબાબા
  • ડાલર દેવ
  • આંગાપાટદેવ

દેવીઓ ફેરફાર કરો

બસ્તરની મુખ્ય દેવીઓ

  • કેશરપાલીન
  • માવલી
  • ગોદનામાતા
  • આમાબલિન
  • તેલંગીન
  • ઘાટમુંડીન
  • કંકાલીન
  • સાતવાહિન
  • લોહડીગુડીન
  • લોહરાજમાતા
  • દાબાગોસીન
  • દુલારદઇ
  • ઘાટમુંડીલ
  • શીતલાદઇ
  • હિંગલાજીન
  • પરદેશીન
  • ફોદઇબુઢી
  • મહિષાસુન મર્દિની
  • કરનાકોટિન
  • કોટગઢીન

અન્ય દેવીદેવતાઓ ફેરફાર કરો

  • ગણેશ
  • ભેરુજી
  • પંથવારી
  • શીતલા માતા
  • તેજા બાબજી
  • હનુમાનજી
  • લાલબાઇ, ફુલબાઇ
  • છપ્પન ભેરુ
  • સતી માતા
  • જુઝાર બાબજી
  • ગોગાજી
  • નાગ બાબજી
  • ગંગા માતા
  • છીંક માતા
  • કુલદેવી
  • સન્ત સિંગાજી
  • અવન્તિકા દેવી
  • કાજલી માતા
  • ઉજ્જૈની
  • ગણગોર
  • પરીમાતા
  • અમ્બા માતા
  • ઠોકર્યા ભેરુ
  • રામદેવજી
  • દેવનારાયણજી
  • વામકા
  • રોગટા
  • જલદેવી
  • બોદરી માતા
  • મોતી બાબજી
  • વિજાસના માતા
  • બન્દીછોડ બાબા

દેવારોના દેવીદેવતાઓ ફેરફાર કરો

દેવારોમાં લોક દેવીદેવતાઓના સંદર્ભમાં એક ખાસ બાબત નામ ફેરફારને લગતી જોવા મળે છે. એક જ આરાધ્ય દેવ અલગ અલગ સમય, પ્રસંગ તેમ જ સંદર્ભોમાં વીવીધ પરિચયથી પૂજાય છે. ખૈરાગઢિયા દેવને ઘરની બહાર પરંપરાગત પવિત્ર વિધિ કરી લઇ જવામાં આવે છે. જ્યારે આ દેવતાની પુજા ઘરની બહાર કરવામાં આવે છે તે સમયે એમને બૈરાસૂ કહેવાય છે. આ જ દેવતાની ઘરની અંદર આરાધના કરતી વેળાએ બીજું નામ આપવામાં આવે છે. ત્યારબાદ આ નવા પરિચયથી એમની અર્ચના કરવામાં આવે છે. દેવારોમાં અન્ય બીજા કુળ કે ગૌત્રના વાહકો એમને ગોસાઈ-પોસાઈના નામથી આરાધના કરે છે. માંગલિક પ્રસંગોની જેમ જ અનુષ્ઠાતિક ક્રિયાકરમના પ્રસંગોમાં પણ બલિ ચઢાવવાનો રિવાજ અનિવાર્ય છે.જેટલા દેવીદેવતાઓની પુજા હોય, એમની પસંદ અનુસાર બલિ ચઢાવી કાર્ય સંપન્ન કરવામાં આવે છે. અમુક ખાસ પૂજા અથવા દેવીદેવતાઓની અર્ચના વખતે મહીલાઓ સામેલ થતી નથી. માત્ર પુરુષવર્ગ જ આ વખતે પુજામાં ભાગ લે છે.

  • સૌંરા દેવ
  • કોંઢી બાઈ
  • રિચ્છીન દેવી
  • માવલી માતા
  • રક્ત માવલી
  • દંતેશ્વરી માઈ
  • નરમ બાબા
  • મહામાયા
  • ઘસમિન દેવી
  • ઠાકુર દેવ
  • ગોંદા ગુઠલા
  • બુઢી માઈ
  • કાલી માઈ
  • ભૈંસાસુર
  • કંકાલી દેવી
  • નાંગદેવ
  • અંધી માઈ
  • ખૈરાગઢિયા
  • દુલ્હા દેવ

રાયગઢમાં દેવતાઓનાં શિલ્પ ફેરફાર કરો

એકતાલ રાયગઢના ઝારા ધાતુશિલ્પિઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ૨૧ દેવીદેવતાઓની કલાકૃતિઓ છે, જે નીચે દર્શાવ્યા મુજબની છે:

બુઢી માં

બુઢી માં દેખાવે વૃધ્ધ, સફેદ વાળ, ગાલ પર કરચલીઓ તેમ જ કમરમાંથી ઝુકેલી અને હાથમાં ટેકણલાકડી હોય છે. શરીર ઉપર શીતળાનાં ચાઠાં હોય છે. એની પાસે લીમડાની ડાળખી, પૂજાનું લાલ કપડું અને ત્રિશૂળ હોય છે.

માવલી

માવલી બકરીના રૂપમાં હોય છે.

ફુલ માવલી

સ્ત્રીનો ચહેરો તેમ જ આખા શરીર પર ફુલ હોય છે.

રક્ત માવલી

એક હાથમાં ખડગ, એક હાથમાં ત્રિશૂળ, વિખરાયેલા વાળ તેમ જ મોં પર લોહી વહેતું હોય છે.

ચુરજીવ માં

મોટાં નખવાળી, ઉલટા હાથ, વાંકાચૂકા પગ, વિખરાયેલા વાળ, દાંત બહાર તેમ જ મોઢું પાછળ હોય છે.

બુઢા રક્સા

કમરમાં ડિઢૌરી, હાથમાં એક ડાંગ અને એક હાથમાં ચૂંગી પકડીને પીતા હોય છે.

તરુણી માં

તરુણી માંના બંન્ને હાથ આશીર્વાદ આપતા હોય છે. જીભ લાંબી હોય છે.

મંગલા માં

ચૈત્ર માસમાં મંગલા માંનું પૂજન થાય છે. માતાના એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં ખડગ હોય છે. હાથ ચુડીઓથી ભરેલા હોય છે.

ગરત માવલી

ગરત માવલીનું પેટ મોટું ગર્ભવતી જેવું હોય છે. જે ગર્ભવતી સ્ત્રી અવસાન પામે તેને આદિવાસીઓ ગરત માવલી તરીકે પુજે છે.

દંતેશ્વરી માં

દંતેશ્વરી માંએ દુર્ગા માતાનો અવતાર લીધો હોય છે.

ટિકરા ગોસઈ

માથા પર વાળ હોતા નથી અને દેવીનું રૂપ ધારણ કરેલું હોય છે.

સાત બહિની

સાતેસાત બહેનોની સૂરત એક જ સરખી દેખાતી હોય છે.

ફુલ સુન્દરી

ફુલસુન્દરી માં અતિ સુંદર દેખાય છે.

ગરબ સોલ માવલી

ગર્ભકાળના આઠ માસ પછી ગર્ભ આડો થવાને લીધે અવસાન પામેલી સ્ત્રીને ગરબ સોલ માવલી મનવામાં આવે છે.

ખેંદર

ગામમાં આવતી આફતો વેળા ચેતવે છે તેમ જ જીવ જોખમની પણ ચેતવણી આપે છે, એમ્ આદિવાસીઓ માને છે.

દૂધભાઈ

દૂધગોડી માઈ આવવાથી શરીરમાં ઝીણા ઝીણા દાણા દેખાય છે. પૂજા કરવાથી તે સારું થાય એમ આદિવાસીઓ માને છે.

સલ તલિયન

એમની ઓળખ આખા શરીરે કાંટા હોય છે.

ચાવર પુરને માં

ચાવર પૂરન માંના બંન્ને હાથોમાં ચાવર પકડેલા હોય છે.

હીરા કુડેન માં

હીરા કુડેન માં બાલિકા રૂપમાં હોય છે. હાથમાં ચૂડી, માંગમાં સિન્દુર અને મોઢા પર લાલી લગાડેલી હોય છે.

નિરમલા દેવી

નિરમલા માતાની ઓળખ મસ્તક પર કમળનું ફુલ અને યોગ આસન હાથમાં ગોળ ચક્ર હોય છે.

મુચિન ખેંદર

માણસ ઉલટી કરતાં કરતાં અવસાન ન પામે તે માટે આદિવાસીઓ મુચિન ખેંદરની પુજા કરે છે.

ખપર વાલી માઈ

નગ્ન રૂપમાં હોય છે. ગળામાં ખોપરીનો હાર હોય છે. જીભ લાંબી હોય છે.