છીણી (ચિઝલ)
છીણી કે જેને અંગ્રેજી ભાષામાં ચિઝલ તરીકે ઓળખવામાં આવે છે તે એક જાતનું ઓજાર છે. આ ધારદાર ઓજારનું મુખ્ય કાર્ય લાકડું, પથ્થર, લોખંડ કે અન્ય ઘન વસ્તુઓને કાપવાનું છે. આ ઓજાર લોખંડની પટ્ટીના એક છેડે હાથો અને બીજે છેડે ધાર રાખીને બનાવવામાં આવે છે. આ હથિયારમાં પટ્ટીને બદલે ગોળ સળિયો પણ વાપરવામાં આવે છે. આ ઓજાર અલગ અલગ આકારમાં તેમ જ કદમાં જુદી જુદી મજબુતાઈનાં હોય છે.[૧]
આ હથિયારનો ઉપયોગ સુથારીકામમાં, પથ્થર પર કોતરકામમાં ઘન વસ્તુમાં ચોક્કસ આકારના ખાંચાઓ પાડવા માટે કરવામાં આવે છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Developers, the Chisel/FIRRTL. "Chisel/FIRRTL: Home". Chisel/FIRRTL. મેળવેલ 2021-10-25.