છેલ વાયડા
છેલ આણંદજી વાયડા (૧૯૩૫ - ૧૨ નવેમ્બર, ૨૦૧૪) ભારતના કલા દિગ્દર્શક અને કલા નિર્માણકાર હતા.
છેલ વાયડા | |
---|---|
જન્મ | ૧૯૩૫ |
કારકિર્દી
ફેરફાર કરો૧૯૬૩ની સાલમાં તેઓ કલા દિગ્દર્શન અને કલા નિર્માણના વ્યવસાયમાં આવ્યા. પરેશ દારુની સાથે તેમની જોડી છેલ-પરેશ તરીકે જાણીતી હતી. આ જોડીએ સાથે મળીને પાંચ ભાષાઓનાં ૭૦૦ કરતાં વધુ નાટકો (જેમાં ગુજરાતી, મરાઠી, હિંદી, અંગ્રેજી, સંસ્કૃત અને ઓડિયાનો સમાવેશ થાય છે), છ ભાષાઓનાં ૪૪ ચલચિત્રો અને ત્રણ ભાષાઓનાં ટીવી ધારાવાહિકોના સેટ નિર્માણ કર્યા. આ ફિલ્મોમાં ટ્રેન ટુ પાકિસ્તાન (૧૯૯૮), અનકહી (૧૯૮૫) અને લોરી (૧૯૮૪) નો સમાવેશ થાય છે.[૧][૨]
તેમનું અવસાન ૧૨ નવેમ્બર, ૨૦૧૪ ના રોજ મુંબઈ ખાતે થયું. તેમનાં પુત્ર સંજય છેલ પણ લેખક અને દિગ્દર્શક છે.[૧][૨][૩][૪][૫]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Curtain call for Chhel". The Indian Express. ૧૨ નવેમ્બર, ૨૦૧૪. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૫. Check date values in:
|date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ Kotwani, Hiren (૨૧ નવેમ્બર ૨૦૧૪). "Bollywood and theatre mourns veteran art director Chhel Vayeda's demise". The Times of India Mobile Site. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૫.
- ↑ "Rishi Kapoor, Tabu, Madhur Bhandarkar Pay Tribute To Sanjay Chhel's Father Chhel Vayeda". movietalkies. ૧૭ નવેમ્બર ૨૦૧૪. મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૫. સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન
- ↑ "Set designer Chhel Vayeda passes away". DNA. ૧૩ નવેમ્બર ૨૦૧૪. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૫.
- ↑ Chitralekha (૧૨ નવેમ્બર ૨૦૧૪). "જાણીતા દિગ્દર્શક સંજય છેલના પિતાનું અવસાન". ચિત્રલેખા. મૂળ માંથી 2015-01-04 પર સંગ્રહિત. મેળવેલ ૪ જાન્યુઆરી ૨૦૧૫.