જગદીશચંદ્ર બોઝ
જગદીશ ચંદ્ર બોઝ
જગદીશચંદ્ર બોઝ ( ત્રીસમી નવેમ્બર, ૧૮૫૮— ત્રેવીસમી નવેમ્બર,૧૯૩૭) પોતાના સમયના અગ્રતમ ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેઓ કોલકાતા શહેરમાં આવેલી પ્રેસિડેન્સી યુનિવર્સીટી ખાતે ભૌતિકશાસ્ત્રી હતાં. માઇક્રોવેવનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતાં. કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી વનસ્પતિમાં માનવીની માફક સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આંજી નાખ્યું.