જમુના બોરો (જન્મ 7 મે, 1997 સોનીતપુર, આસામ) એ આસામના ધેકિયાજુલી શહેરનાં એક ભારતીય મહિલા બૉક્સર છે.
રશિયામાં વર્ષ 2019ની એઆઈબીએ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેઓ કાંસ્ય મેડલ વિજેતા હતાં. [4]
જે મુખ્ય આંતરરાષ્ટ્રીય બૉક્સિંગ ઇવેન્ટમાં તેમનો પ્રથમ પ્રદર્શન હતું. તે જ વર્ષે ગુવાહાટીમાં બીજી ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. [2]
ત્યારબાદ ઇન્ડોનેશિયામાં 23મી પ્રૅસિડેન્ટ કપ બૉક્સિંગ ઇન્ટરનેશનલ ઓપન ટુર્નામેન્ટમાં પોડિયમમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. [3]

વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ ફેરફાર કરો

બોરોનો જન્મ 7 મે, 1997ના રોજ આસામના સોનીતપુર જિલ્લાના ધેકિયાજુલી શહેર નજીક આવેલા બેલસીરી ગામમાં થયો હતો.
તેઓ લગભગ છ વર્ષનાં હતાં ત્યારે તેમણે તેમના પિતાને ગુમાવ્યા હતા. બોરોનાં માતાએ એકલા હાથે શાકભાજી અને ચા વેચીને બાળકોનો ઉછેર કર્યો હતો. [5]

વ્યાવસાયિક સિદ્ધિઓ ફેરફાર કરો

જોકે બોરો હવે ટોચનાં ભારતીય મહિલા બૉક્સરોમાં સામેલ છે, પરંતુ તેમની કારકિર્દીમાં આગળ વધવા માટે વુશુની રમત પ્રારંભિક હતી. તેમણે વુશુ ખેલાડીઓને પ્રૅક્ટિસ સેશનની શરૂઆત કરતા જોયા પછી રમતગમત પ્રત્યેનો રસ કેળવાતો ગયો.
તેમણે કોચ જોન સ્મિથ નરઝારીના હાથ નીચે વુશુની શરૂઆત કરી હતી. આખરે બોરોને સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (એસએઆઈ)ની પ્રાદેશિક પેટાકેન્દ્ર ગુવાહાટીમાં બૉક્સિંગ સિલેક્શન ઇવૅન્ટમાં લેવાયાં. તેઓ પસંદગી પામ્યાં અને ત્યાં બૉક્સિંગ માટેની તાલીમ શરૂ કરી. [5]
બોરોએ 2010માં તામિલનાડુના ઇરોડમાં 52 કિલો વજનના વર્ગમાં પ્રથમ સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવ્યો. તેમજ તામિલનાડુના કોયમ્બતુરમાં 2011માં બીજી વાર ખિતાબ જીત્યો હતો. [5]
2013માં પહેલી વાર આંતરરાષ્ટ્રીયસ્તરે સર્બિયાની બીજી નેશન્સ કપ ઇન્ટરનેશનલ સબ-જુનિયર ગર્લ્સ બૉક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેળવ્યો હતો. [5]
2014માં રશિયામાં એક ટુર્નામેન્ટમાં તેમણે બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. [5]
તાઈપેઈમાં 2015ની યૂથ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં તેમણે 57-કિલો વજનના વર્ગમાં કાંસ્ય મેડલ જીત્યો હતો. તેમજ સર્બિયામાં બેલ્ગ્રેડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપ 2018માં સિલ્વર મેડલ મેળવ્યો. [6]
પછીના વર્ષે ગુવાહાટીમાં બીજી ઇન્ડિયા ઓપન ઇન્ટરનેશનલ બૉક્સિંગ ટુર્નામેન્ટ અને ઇન્ડોનેશિયામાં 23મી પ્રૅસિડેન્ટ કપ બૉક્સિંગ ઇન્ટરનેશનલ ઓપન ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવનારા યુવા બૉક્સરને સફળતા મળી. તે જ વર્ષે બોરો સેમિફાઇનલમાં હારીને રશિયાના ઉલાન-ઉડે ખાતેની તેમની પ્રથમ એઆઈબીએ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ ચૂકી ગયા પણ દેશ માટે કાંસ્ય મેડલ મેળવ્યો. [4]
બોરો આસામ રાઇફલ્સમાં નોકરી કરે છે. સ્પૉર્ટ્સ મૅનેજમૅન્ટ ઇન્ફિનિટી ઑપ્ટિમલ સોલ્યુશન્સ (આઈઓએસ) તેમનું વ્યાવસાયિક સંચાલન કરે છે. [8]
બોરોને 2019માં આસામસ્થિત પ્રતિદિન મીડિયા જૂથ દ્વારા એચિવર્સ ઍવૉર્ડ મળ્યો હતો. [1]

સંદર્ભ ફેરફાર કરો