જય જિનેન્દ્ર
જય જિનેન્દ્રએ સમગ્ર જૈન સમાજ દ્વારા ઉપયોગમાં લેવાતી એક સંબોધન પ્રયોગ છે . આ શબ્દ પ્રયોગ ત્રણ શબ્દો મળીને બનેલ છે, જય-જિન-ઈન્દ્ર, જેનો અર્થ છે "તે કે જેણે આંતરિક અને બાહ્ય એવા સર્વ શત્રુઓને હણ્યા છે તેનો જયકાર હોય".
આ શબ્દ તેનો પ્રયોગ જિન શબ્દ પરથી મેળવે છે જેનો અર્થ છે માનવ દ્વારા મેળવાતા આત્મીક ઉત્થાનનું સૌથી ઉચ્ચતમ સ્થાન.આ જૈન આધ્યાત્મનો પાયો છે જે આંતરીક આનંદ (પરમાનંદ)ને પ્રતિબિંબિત કરે છે