જાળસ્થળ

એકમેક સાથે સંલગ્ન પાનાઓનો સમુહ

ગુજરાતીમાં વેબસાઇટને જાળસ્થળ કહે છે. જાળસ્થળ  આંતરજાળની મદદથી કોઇપણ જાણકારી મૂકવાનું અને મેળવવાનું સાધન છે.  જાળસ્થળ સામાન્ય રીતે HTML અથવા XHTMLના પ્રારુપમાં હોય છે. અન્ય જાળપૃષ્ઠો સાથે તેની કડીઓ જોડાયેલી હોય છે. જાળસ્થળની કાર્યપ્રણાલી તથા રુપરંગ માટે વિશેષ પ્રકારના પોગ્રામનો પ્રયોગ કરવામાં આવે છે. જેની મદદથી જાળસ્થળ જોઇ શકાય છે તેને જાળસ્થળ સંગણક  (en:web-browser) કહેવામાં આવે છે.

જાળસ્થળ વેબ સર્વર (en:webserver) પર પ્રાપ્ય છે. દરેક જાળસ્થળનું એક સરનામું હોય છે જેને આંગ્લેભાષામાં યુઆરએલ કહેવાય છે. બ્રાઉઝરની મદદથી જે તે સરનામા કોઇપણ જાળસ્થળ જોઇ શકાય છે. બ્રાઉઝર જે તે યુઆરએલથી જાળસ્થળ સુધી પહોચવા માટે એચટીટીપી (http://) લિપિનો ઉપયોગ કરે છે.

જાળસ્થળ સ્થૈતિક (static) અથવા ગતિક (dynamic) હોઇ શકે છે. સ્થૈતિક જાળસ્થળ હંમેશા એકની એક દ્રષ્ય સ્થિતિમાં રહે છે. જ્યારે ગતિક જાળસ્થળ અલગ અલગ પૈરામીટર્સ અનુસાર તેમાં ગતિવિધિઓ થતી રહે છે.

જાળસ્થળના પ્રકારફેરફાર કરો

જાળસ્થળના અનેક પ્રકાર હોઇ શકે છે. જેમાં બ્લૉગ, સર્ચ એન્જિન, જે તે કંપની કે સંસ્થાના જાળસ્થળ, સોશિયલ, એડલ્ટ, ઇમેઇલ સેવા, વર્તમાનપત્રો, બેન્કિંગ સેવા સહિત અનેકવિધ માહિતી અને સેવા પૂરી પાડતા લાખો જાળસ્થળ છે.

બ્લૉગફેરફાર કરો

વિવિધ સંંસ્થા, સેલેબ્રીટી વગેરેના પોતાના જાળસ્થળ હોય છે જેના નિર્માણ માટે ટેકનિકલ અનુભવ અથવા અનુભવીની મદદ અને બનાવવા તથા નિભાવણી માટે આર્થિક ખર્છ પણ કરવો પડે છ્હે જ્યારે બ્ળોગ જાળસ્થળની જેમ જ દરેક વ્યક્તિને સરળતાથી બ્લૉગ (એક પ્રકારનું જાળસ્થળ) બનાવવાની સુવિધા આપે છે. બ્લૉગ બનાવવા માટે ખાસ કોઇ ટેકનિકલ અનુભવની જરુર પડતી નથી. વ્યક્તિઓ તેમાં પોતાના વિછારો, વિવિધ વિષ્હય પર લેખો, મંતવ્યો, તસવીરો, વિડીયો, ઑડિયો વગેરે મૂકી શકે છે. બ્ળોગર અને વર્ડપ્રેસ જેવા જાળસ્થળો નિ:શુલ્ક બ્લૉગ બનાવવાની સુવિધા આપે છે. બ્લોગનું સરનામું બ્લૉગ સેવા આપતી સંસ્થાના ડોમાઇનનું પેટા સરનામુ અથવા પોતે જાતે જ્ નોંધણી કરાવેલું પોતાનું ડોમાઇન પણ હોઇ શકે છે. આંતરજાળ પર અનેક ભાષાઓમાં અનેક પ્રકારના બ્લૉગ ઉપલબ્ધ છે.જેમાં ઘણા લોકપ્રિય પણ છે.

સર્ચ એન્જિનફેરફાર કરો

પ્રમુખ ગુજરાતી વર્તમાનપત્રોના જાળસ્થળફેરફાર કરો

લોકપ્રિય અને ઉપયોગી જાળસ્થળફેરફાર કરો

જાળસ્થળ પર ગુજરાતીફેરફાર કરો

યુનિકોડફેરફાર કરો

સાવધાનીફેરફાર કરો

સંદર્ભોફેરફાર કરો