જેમ્સ પ્રિસ્કોટ જૂલ (અંગ્રેજી: James Prescott Joule) એ એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા. એમનો જન્મ ઈ. સ. ૧૮૧૮ના ડિસેમ્બર મહિનાની ૨૪ તારીખના રોજ ઇંગ્લેન્ડના લેન્કેશાયર ખાતે થયો હતો. શ્રીમંત પરિવારમાં જન્મેલા જૂલનું પ્રાથમિક શિક્ષણ સેલ્ફોર્ડ ખાતે પૂર થયું હતું ત્યાર બાદ તેમને માન્ચેસ્ટર ખાતે જાણીતા વૈજ્ઞાનિક ડાલ્ટન પાસે ઉચ્ચ અભ્યાસ કરવા મોકલવામાં આવ્યા હતા. જૂલને બાળપણથી જ વીજળીના પ્રયોગો કરવામાં રસ હતો. મોટા થઈ તેમણે પોતાનો વ્યવસાય સંભાળ્યો, પણ સાથે વિજ્ઞાનનો શોખ હોવાથી સંશોધનો પણ ચાલુ રાખ્યાં હતાં.

જેમ્સ પ્રિસ્કોટ જૂલ
James Prescott Joule
જેમ્સ જૂલ – ભૌતિકશાસ્ત્રી
જન્મની વિગત(1818-12-24)24 December 1818
સેલકોર્ડ, ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયર, ઇંગ્લેન્ડ
મૃત્યુ11 October 1889(1889-10-11) (ઉંમર 70)
સેલ, ગ્રેટર માન્ચેસ્ટર, લેન્કેશાયર, ઇંગ્લેન્ડ
નાગરિકતાબ્રિટિશ
પ્રખ્યાત કાર્યઉષ્માગતિશાસ્ત્ર (થર્મોડાયનેમીક્સ)નો પહેલો નિયમ, કેલોરિક સિદ્ધાંત(થિયરી)નું ખંડન
પુરસ્કારોરોયલ મેડલ (1852)
કોપ્લી મેડલ (1870)
આલ્બર્ટ મેડલ (રોયલ સોસાયટી ઓફ્ આર્ટ્‌સ) (1880)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રભૌતિકવિજ્ઞાન
પ્રભાવજ્‌હોન ડાલ્ટન
જ્‌હોન ડેવિસ (વ્યાખ્યાતા)

ઈ. સ. ૧૮૪૦માં જૂલે પોતાના કારખાનામાં એક પાઉન્ડ કોલસા બાળવાથી જેટલી શક્તિ મળે તેનાથી પાંચગણી શક્તિ એક પાઉન્ડ જસતના સેલમાંથી મળી શકે તેમ શોધ કરી હતી. આ માટે તેણે કાર્યમાં વપરાતી શક્તિનો એકમ નક્કી કર્યો. એક પાઉન્ડ વજનને એક ફૂટ ઊંચકવા માટે વપરાતી શક્તિને તેણે 'ઇકોનોમિક ડયૂટી' નામ આપ્યું હતું. આ માપને હવે જૂલ કહેવાય છે. જૂલ ભૌતિકશાસ્ત્રના ઉષ્માગતિશાસ્ત્ર વિષયના પ્રણેતા ગણાય છે. ઈ. સ. ૧૮૮૯ના ઓકટોબરની ૧૧ તારીખે તેનું અવસાન થયું હતું[].

સંદર્ભો

ફેરફાર કરો