જૈન ધર્મ પ્રમાણે આત્મા એ અમર છે અને ક્યારેય મૃત્યુ પામતી નથી. જૈન સિદ્ધાંતો જેમાં વર્ણવેલ છે એવા તત્વઅર્થ સૂત્ર મુજબ, પુડગલનું કાર્ય જીવ માત્રને આનંદ, દુખ, જીવન અને મૃત્યુ આપવાનું છે.

મૃત્યુના પ્રકારો ફેરફાર કરો

જૈન લખાણો મુજબ મૃત્યુના ૧૭ વિવિધ પ્રકારો હોય છે:[૧]

  • અવિકિ-મરણ
  • અવધિ-મરણ
  • અત્યાનતિકા-મરણ
  • વાસહર્તા-મરણ
  • વલણ-મરણ
  • અન્તહસલ્યા-મરણ
  • તધાવા-મરણ
  • બાલ-મરણ અથવા અકામ મરણ
  • પંડિત-મરણ અથવા સકામ મરણ
  • બાલપંડિતા-મરણ
  • ચાડમાસ્થા-મરણ
  • કેવાલિ-મરણ
  • વૈહયશ-મરણ
  • ગુડધપ્રિસ્થા-મરણ
  • ભક્તપ્રત્યક્ષ-મરણ
  • ઇન્ગિન્તા-મરણ
  • પડોપગમન-મરણ

અકામ મરણ અને સકામ મરણ ફેરફાર કરો

મૃત્યુના બધાં ૧૭ પ્રકારોમાં બે મહત્વના ગણાય છે:[૨]

અકામ મરણ એ એ પ્રકારનું મૃત્યુ છે જેમાં જીવને જીવનનું બંધન છે અને મૃત્યુ પામવા માંગતું નથી પણ જીવન પૂર્ણ થતા મૃત્યુ પામે છે. એટલે કે, જીવ મદદ વગર મૃત્યુ પામે છે અને એ તેના હાથમાં નથી. જૈન ધર્મ પ્રમાણે આ વ્યક્તિ મોટાભાગે એ છે કે જે પુન:જન્મ, બીજી દુનિયા કે આત્માની મુક્તિના ખ્યાલો ધરાવતી નથી.

સકામ મરણ એ એવા પ્રકારનું મૃત્યુ છે જ્યાં વ્યક્તિ મૃત્યુથી ડરતી નથી નથી તે ઇચ્છાથી અને આરામથી સ્વિકારે છે. તેઓ જાણે છે કે મૃત્યુને ટાળી શકાતું નથી અને એ નૈસર્ગિક ક્રિયા છે. સકામ મરણ વધુમાં ચાર ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં સમાધિ મરણ, અનશન, સંથારો અને સાલલેખનાનો સમાવેશ થાય છે.

નોંધ ફેરફાર કરો

  1. Bhagavati Aradhana
  2. Uttaradhyayana Sutra 5:1-35.

સંદર્ભ ફેરફાર કરો

પુસ્તકો ફેરફાર કરો

  • Cort, John E. Jains in the World: Religious Values and Ideology in India. Oxford: Oxford University Press, 2000.
  • Laidlaw, James. Riches and Renunciation: Religion, Economy, and Society among the Jains. Oxford: Clarendon Press, 1995.
  • Shah, Natubhai. Jainism: The World of Conquerors. 2 vols. Brighton: Sussex Academic Press, 1998.