જોરાવરનગર સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય મથક સુરેન્દ્રનગર શહેરની નગરપાલિકાની હદમાં આવતો વિસ્તાર છે.

આઝાદી પછી સુરેન્દ્રનગર જિલ્લાનું સર્જન થયું એ અગાઉ જોરાવરનગર વઢવાણ રજવાડાથી એક સ્વતંત્ર શહેર તરીકે અસ્તિત્વ ધરાવતું હતું. એક માન્યતા મુજબ આ શહેર વઢવાણના રાજવીથી નારાજ થયેલા જોરાવરસિંહે ભોગાવો નદીનાં કાંઠે વસાવ્યું હોવાનું મનાય છે. વઢવાણ રજવાડા નીચે સુરેન્દ્રનગર આવતાં બાજુના ગામો જોરાવરનગર અને રતનપર એ બન્ને ગામો રજવાડાના જ હોવાથી જોરાવરનગરને પણ ૧૫ જુલાઇ ૧૯૪૮થી ચુંટાયેલી નગરપાલિકા આપવામાં આવી હતી.[]

૧૭ નવેમ્બર ૧૯૯૪ના રોજ દૂધરેજ ગામ સુરેન્દ્રનગર નગરપાલિકામાં ભળતા 'સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા' અસ્તિત્વમાં આવી હતી, જેની હદમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને દૂધરેજનો કુલ ૩૬.૮૭ ચો.મી. નો વિસ્તાર વિસ્તાર સમાવિષ્ટ થાય છે.[]

  1. ૧.૦ ૧.૧ "SURENDRANAGAR-DUDHAREJ NAGAR SEVA SADAN". surendranagarnagarpalika.org. મૂળ માંથી 2017-03-21 પર સંગ્રહિત. મેળવેલ 2018-12-09.