જોલી ગ્રાંટ હવાઈમથક, દહેરાદૂન

જોલી ગ્રાંટ હવાઈમથક અથવા દહેરાદૂન હવાઈમથક દહેરાદૂન શહેર નજીક આવેલ છે. તેનો ICAO કોડ VIDN અને આઇએટીએ કોડ DED છે. આ એક નાગરિક હવાઈમથક છે. અહીં કસ્ટમ્સ વિભાગ ઉપલબ્ધ છે. તેનો રન-વે ૨૦૦૮ના વર્ષમાં લંબાવવામાં આવ્યો હતો. તેની સિસ્ટમ યાંત્રિક નથી. તેની ઉડાન પટ્ટીની લંબાઈ ૩૭૦૦ ફૂટ જેટલી છે.

जॉलीग्रांट विमानक्षेत्र

देहरादून हवाई अड्डा
સારાંશ
હવાઇમથક પ્રકારસાર્વજનિક
સંચાલકભારતીય વિમાનપતન પ્રાધિકરણ
સ્થાનદહેરાદૂન
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ)૧,૮૩૧ ft / ૫૫૮ m
અક્ષાંશ-રેખાંશ30°11′23″N 078°10′49″E / 30.18972°N 78.18028°E / 30.18972; 78.18028
રનવે
રનવે દિશા લંબાઈ સપાટી
ફીટ મીટર
08/26 ૩,૭૫૫ ૧,૧૪૫ કોંક્રીટ

હવાઈસેવાઓ અને સ્થાન

ફેરફાર કરો
  • કિંગફિશર એરલાઇન્સ
    • નિયામક, કિંગફિશર રેડ (દિલ્હી)

આધુનિકીકરણ

ફેરફાર કરો

દહેરાદૂનના જોલી ગ્રાંટ હવાઈમથકનું આધુનિકીકરણ અને નવીનીકરણ કામ પૂર્ણ થયેલ છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું બાંધકામ કામ પૂર્ણ થયા પછી અહીં થી ૩૦ માર્ચથી ઉડાનસેવા ફરીથી શરૂ થશે. ગયા વર્ષે અહીંથી હવાઈસેવા બંધ કર્યા બાદ એર ડેક્કન દ્વારા ફરીથી ૩૦ માર્ચ દિલ્હી માટે દૈનિક બે સમયની વિમાનસેવા શરૂ કરવામાં આવશે. સૂત્રો કહે છે કે આવનારા સમયમાં જવા-આવવા માટે અન્ય એરલાઇન્સ પણ અહીં તેમની વિમાનસેવા શરૂ કરશે. જોલી ગ્રાંટ એરપોર્ટના નવીનીકરણનું કાર્ય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે. હવે આ હવાઈમથક પરથી બોઈંગ ૭૩૭ જેવા હવાઈજહાજો ઊડાણ કરી શકશે અને રાત્રીના સમયે પણ વિમાન ઊતારવા-ચડાવવાનું શક્ય થશે. સરકારે એરપોર્ટના આધુનિકીકરણ માટે રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. એરપોર્ટ ખાતે બનાવવામાં આવેલ નવીન હવાઈપટ્ટી ૭ કિલોમીટર લાંબી અને ૧૫૦ મીટર પહોળી છે. કુમાઉના પંતનગર હવાઈમથકના આધુનિકીકરણ માટે ૭૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. પિથોરાગઢ હવાઈમથકના આધુનિકીકરણ માટે વિવિધ કંપનીઓ પાસેથી લગભગ ૧૨ આશયપત્ર (ઈ.ઓ.આઇ.એસ.) પણ પ્રાપ્ત થયેલ છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો