જ્હોન રસ્કિન

અંગ્રેજ લેખક અને વિવેચક (1819–1900)
(જોહન રસ્કિન થી અહીં વાળેલું)

જ્હોન રસ્કિન, (૮ ફેબ્રુઆરી ૧૮૧૯, લંડન, ઇંગ્લેંડ – ૨૦ જાન્યુઆરી ૧૯૦૦, કોનિસ્ટન, લેન્કેશાયર) કલા, સ્થાપત્ય, અને સમાજના વિવેચક હતા. તદુપરાંત તે પેઇન્ટર અને વિક્ટોરિયન પોલેમિકલ ગદ્યના લેખક જે સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તન લાવવા માંગતા હતા.[]

જ્હોન રસ્કિન
જ્હોન રસ્કિન, ૧૮૬૩
જ્હોન રસ્કિન, ૧૮૬૩
જન્મ(1819-02-08)8 February 1819
૫૪ હંટર સ્ટ્રીટ, બ્રૂન્સવિક સ્ક્વેર, લંડન, ઈંગ્લેન્ડ
મૃત્યુ20 January 1900(1900-01-20) (ઉંમર 80)
બ્રેંટવૂડ, કોનિસ્ટન, લેન્કેશાયર, ઈંગ્લેન્ડ
વ્યવસાયલેખક, કળામિમાંસક, સામાજીક ચિંતક
રાષ્ટ્રીયતાઅંગ્રેજ
માતૃ શિક્ષણ સંસ્થાક્રાઇસ્ટ કોલેજ, ઓક્સફર્ડ
કિંગ્સ કોલેજ, લંડન
સમયગાળોવિક્ટોરિયન યુગ
નોંધપાત્ર સર્જનો
જીવનસાથી
એફી ગ્રે
(લ. 1848; ann. 1854)
સહી

જ્હોન રસ્કિનનો જન્મ નેપોલિયનિક યુદ્ધો પછીના વર્ષોમાં બ્રિટનના સમૃદ્ધ અને શક્તિશાળી વ્યાપારી વર્ગોમાં થયો હતો. તેના પિતા, જ્હોન જેમ્સ રસ્કીન સ્કોટ્સના દારૂના વેપારી હતા, જે લંડન ગયા હતા અને ત્યાં શૈરી વેપારમાં ભાગ્ય અજમાવ્યું હતું. જ્હોન રસ્કીન માતા માગરિટ અને પિતા જૉન જેમ્સના એકમાત્ર સંતાન હતા.તેમને પિતા દ્વારા સમકાલીન વોટર કલર્સ એકત્રિત કરીને ચિત્ર અને તેમના ધર્મનિષ્ઠ પ્રોટેસ્ટંટ માતા દ્વારા બાઇબલનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.[]વારસામાં મળેલી મિલકતનો મોટો હિસ્સો રસ્કિને જરુરિયાતમંદોને વહેંચી દીધેલો.[]

રસ્કિનનું મોટાભાગનું શિક્ષણ ઘરે થયું હતું.ડલ્વીચ કૉલેજ પિક્ચર આર્ટ ગૅલરીમાં ચિત્રો જોઈ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. ત્યારબાદ જળરંગી ચિત્રકાર કૉપ્લે ફીલ્ડિંગ પાસેથી 12 વર્ષની વયે ચિત્રકળાની તાલીમ મેળવી. રાજ્યશાસ્ત્ર, રાજકારણ, અર્થશાસ્ત્ર અને સાહિત્યના તેઓ શોખીન હતા. છ વર્ષ સુધી ક્રાઇસ્ટ ચર્ચ, ઓક્સફર્ડમાં શિક્ષણ લીધું. અભ્યાસ દરમિયાન 'ન્યૂડિગેટ પ્રાઇઝ' મેળવ્યું. બ્રિટન અને યુરોપનાં અનેક સ્થળોના, માતાપિતા સાથે કરેલા પ્રવાસોમાંથી અનુભવનું શિક્ષણ મેળવ્યું.[]

કારકિર્દી

ફેરફાર કરો

આલ્પ્સ પર્વતમાળાની સુંદરતા અને ભવ્યતા જોઈ તેમની કલ્પનાશક્તિ ઉત્તેજિત થઈ. ૨૧ વર્ષની ઉંમરે ઇટાલી-યાત્રા દરમિયાન તેમણે ઘણાં ત્વરાલેખનો કર્યા હતા. શરૂઆતમાં લંડનના સામયિક 'મેગેઝીન ઓવ નેચરલ હિસ્ટરી'માં તેમણે લેખો લખ્યા. તેમનાં લખાણો 'ધ પોએટ્રી ઓવ આર્કિટેક્ચર', 'ફ્રેન્ડશિપ્સ ઓફરિંગ' વગેરેમાં પણ પ્રસિદ્ધ થતાં હતા.[]

ઇવેન્જેલિકલ રિવાઇવલની ધાર્મિક તીવ્રતા અને અંગ્રેજી રોમેન્ટિક પેઇન્ટિંગના કલાત્મક ઉત્તેજનાના સંયોજનથી રસ્કિનના પાછળના મંતવ્યોનો પાયો નાખ્યો. તેમના રચનાત્મક વર્ષોમાં જે.એમ.ડબ્લ્યુ.ટર્નર, જ્હોન કોન્સ્ટેબલ અને જ્હોન સેલ કોટમેન જેવા ચિત્રકારો તેમની કારકિર્દીની ટોચ પર હતા. તે જ સમયે, ચાર્લ્સ સિમિયોન, જ્હોન કેબલ, થોમસ આર્નોલ્ડ અને જ્હોન હેનરી ન્યુમેન જેવા ધાર્મિક લેખકો અને ઉપદેશકો, રાણી વિક્ટોરિયાના શાસનને લાક્ષણિકતા આપતા આધ્યાત્મિક અને નૈતિક વ્યવહારની સ્થાપના કરી રહ્યા હતા. વ્યવસાયની દુનિયામાં રસ્કિનની પારિવારિક પૃષ્ઠભૂમિ પણ નોંધપાત્ર હતી: તેનાથી પેઇન્ટિંગ્સ, ઇમારતો અને લેન્ડસ્કેપ્સ જોવાની તેમની વ્યાપક યાત્રા માટેનું સાધન માત્ર બ્રિટન અને યુરોપ ખંડમાં જ પૂરું પાડયું નહી પણ તેમને નવા સમૃદ્ધ, મધ્યમ વર્ગની સમજ પણ આપી કે જેના માટે તેમના પુસ્તકો લખવામાં આવ્યા હતા.[]

કલા અને ટીકા

ફેરફાર કરો

રુસ્કીને ૨૫૦ થી વધુ કૃતિઓ લખી હતી. તેમના મૃત્યુ પછી, રસ્કિનના કાર્યો ૩૯ વોલ્યુમ "લાઇબ્રેરી એડિશન" માં એકત્રિત કરવામાં આવ્યા હતા, જે તેના મિત્રો એડવર્ડ ટ્યાસ કૂક અને એલેક્ઝાંડર વેડરબર્ન દ્વારા ૧૯૧૨ માં પૂર્ણ થયું હતું.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "John Ruskin | English writer and artist". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-13.
  2. "Ruskin, John (1819–1900)". Oxford Dictionary of National Biography. Oxford University Press. 2018-02-06.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ મડિયા, અમિતાભ (૨૦૦૩). "રસ્કિન,જોન". માં ઠાકર, ડૉ.ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧૭. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૮૧–૩૮૨.
  4. "John Ruskin | English writer and artist". Encyclopedia Britannica (અંગ્રેજીમાં). મેળવેલ 2019-11-13.
  5. "Ruskin MP I Notes". Lancs.ac.uk. મેળવેલ 18 July 2017.