ઝારી
ઝારી એ પાણી સિંચવા માટેનું એક ઉપકરણ છે, જે ઉંચકી શકાય તેટલા કદના સંગ્રહ સાથે સામાન્ય રીતે હોય છે અને એક નળી પાણી સીચવાના ઉપયોગ માટે હોય છે. આનો ઉપયોગ છોડને માણસ પોતાની જાતે સિંચાઈ કરવા માટે કરે છે. તેનો ઉપયોગ ઓછામાં ઓછા ૧૭મી સદી કરવામાં આવ્યો અને ત્યારથી તેમાં ઘણા સુધારા-વધારાઓ કરવામાં આવ્યા છે. સિંચાઈ સિવાય તેનો વિવિધ ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે ખૂબ જ ઉપયોગી સાધન છે.
આની જળ-સંગ્રહ ક્ષમતા જુદી જુદી એટલે કે ૦.૫ લીટર (ઘરની અંદરના છોડ માટે) થી ૧૦ લીટર (સામાન્ય બગીચાના ઉપયોગ માટે) હોય છે. તે સામાન્ય રીતે ધાતુ, સિરામિક અથવા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. ઝારીમાં પાણી છાંટવા માટે એક નળી હોય છે, જેને અંતે એક ટોપી જેવું ઉપકરણ હોય છે, જેમાં નાના છિદ્રો હોય છે, જેને કારણે નાજુક છોડ પર પડતું પાણી ફુવારા જેવા નાના પ્રવાહમાં વહેંચાઈ જાય છે, આથી પાણીના પ્રવાહને કારણે છોડના મૂળ પરથી માટીનું ધોવાણ થતું નથી તેમ જ છોડ વાંકો વળી જતો નથી..
ઇતિહાસ
ફેરફાર કરોઝારીનો અંગ્રેજી શબ્દ "વોટરીંગ કેન" સૌ પ્રથમ ૧૬૯૦ના વર્ષમાં દેખાયાના અહેવાલ છે.[૧] અગાઉ તેનો ઉપયોગ પખાલ (વોટરીંગ પોટ) નામના સાધન વડે કરવામાં આવતો હતો.
૧૮૮૬ના વર્ષમાં "હોવઝ વોટરીંગ કેન" નામના સાધનની જ્હોન હાવ્ઝ દ્વારા પેટન્ટ કરવામાં આવી હતી. આ પેટન્ટ વાંચો: "This new invention forms a watering pot that is much easier to carry and tip, and at the same time being much cleaner, and more adapted for use than any other put before the public."[૨]
આધુનિક ઉપયોગો
ફેરફાર કરોમાળીઓ ઉપરાંત ઝારીનો ઉપયોગ આસ્ફાલ્ટના સડક-નિર્માણ વેળા કામદારો દ્વારા કરવામાં આવે છે.
સાંસ્કૃતિક લોકપ્રિયતા
ફેરફાર કરો- માર્થા સ્ટુઅર્ટ તેની વેબસાઇટ પર ઝારીની મદદથી કામ કરવાથી કે અન્ય કારણોસર ગંદા થયેલા પગ ધોવાનું સૂચવે છે.[૩]
- અગ્રગણ્ય ફ્રેન્ચ કલાકાર પિયર-ઓગસ્ટે રેનોઇર દ્વારા દોરવામાં એક કલાત્મક ચિત્રમાં એક છોકરી ઝારી વડે સિંચાઈ કરે છે.[૪]
- જ્હોન ક્લિઝ દ્વારા ૧૯૬૩ના વર્ષમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી ફૂટલાઈટ રીવ્યૂ ("કેમ્બ્રિજ સર્કસ")ના સ્કેચ "જજ નોટ"માં ઝારીનું વર્ણન: "એક મોટા, નળાકાર, ટીન-પ્લેટેડ સાધન છિદ્રિત જલધારા ભાગ સાથે, નીચલા વર્ગો દ્વારા ખૂબ ઉપયોગમાં લેવાતું માટે કૃત્રિમ જમીન સિંચાઈનું સાધન.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ First appearance of "Watering-can" — Online Etymology Dictionary
- ↑ "The Roots of Haws". Haws Elliott Ltd. મૂળ માંથી 2014-07-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ ઓગસ્ટ ૨૦૧૪.
- ↑ "Watering-Can Shower". મૂળ માંથી 2013-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-07.
- ↑ A Girl with a Watering Can