ટક્સ
લિનક્સ કર્નલનું ચિહ્ન (માસ્કોટ)
ટક્સ એ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનું ચિહ્ન (માસ્કોટ) છે[૧], જે લેરી ઈવિંગ એ ૧૯૯૬માં બનાવેલું કાર્ટૂન પેંગ્વિન છે. જ્યાં પણ આ દેખાય, એનો અર્થ એ છે કે કોમ્પ્યુટર કે સિસ્ટમ લિનક્સ સાથે કામ કરી શકે છે. આ ચિહ્ન લિનક્સ કોમ્પ્યુટર રમતો જેવી કે સુપર ટ્કસમાં પણ વપરાયેલ છે.
ટક્સ નામ જેમ્સ હ્યુજિસ દ્વારા પાડવામાં આવ્યું હતું, જે લિનક્સના રચયિતા લિનસ ટોરવાલ્ડ્સ ના "Torvalds' UniX" નું ટૂ્કુ સ્વરૂપ છે. ટક્સ એ ટક્સેડોનું ટૂ્કુ રુપ પણ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Linux Logos and Mascots. linux.org
વિકિમીડિયા કોમન્સ પર ટક્સ સંબંધિત માધ્યમો છે.