ટાર્સિયર એક બિહામણો દેખાવ ધરાવતું, ઉંદર જેટલા કદવાળું નાનું પ્રાણી છે. આ પ્રાણી સુમાત્રા, જાવા, ફિલિપાઇન્સ અને દક્ષિણ એશિયામાં જોવા મળે છે.

Tarsiers[][]
Temporal range: 45–0Ma
Middle Eocene to Recent
Philippine tarsier (Carlito syrichta)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Mammalia
Order: Primates
Suborder: Haplorrhini
Infraorder: Tarsiiformes
Family: Tarsiidae
Gray, 1825
Type genus
Tarsius
Genera

Carlito
Cephalopachus
Tarsius

લાંબી પાતળી પૂંછડી ધરાવતા આ પ્રાણીનું શરીર ૧૦થી ૧૫ સેન્ટીમીટર લાંબું હોય છે, જ્યારે પુંછડી ૨૫ સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે. તેની આંખોનો વ્યાસ દોઢ સેન્ટીમીટર જેટલો હોય છે. નાક અને મોં નાના કદ હોવા છતાં મોટી આંખો હોવાથી તે ઘુવડની જેમ બિહામણું લાગે છે. આ પ્રાણી નાના જીવજંતુઓનો શિકાર કરે છે અને વનસ્પતિ ખાતું નથી. ટાર્સિયરના ચાર ટૂંકા પગને તળિયે ગાદી હોય છે. આ ગાદીને લીધે તેના પંજા ઝાડની ડાળી કે અન્ય સપાટી પર ચોંટી રહે છે. તેનું રહેઠાણ ઝાડ ઉપર હોય છે.

તે એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકો મારવામાં નિપૂણ હોય છે તેમ જ જંગલમાં જુથમાં રહે છે. તે સાપ અને ગરોળી જેવા પ્રાણીઓનો પણ શિકાર કરે છે. વર્તમાન પરિસ્થિતિમાં ટાર્સિયર નષ્ટપ્રાય પ્રાણી ગણાય છે, કેમ કે દક્ષિણ એશિયાના જંગલોમાં તેની વસતિ ઘટતી જાય છે[].

સંદર્ભો

ફેરફાર કરો
  1. Groves, C.P. (2005). Wilson, D.E.; Reeder, D.M., eds. Mammal Species of the World: A Taxonomic and Geographic Reference (3rd ed.). Baltimore: Johns Hopkins University Press. pp. 127–128. ISBN 0-801-88221-4. OCLC 62265494.
  2. Groves, C.; Shekelle, M. (2010). "The Genera and Species of Tarsiidae" (PDF). International Journal of Primatology. 31 (6): 1071–1082. doi:10.1007/s10764-010-9443-1.
  3. ગુજરાત સમાચાર, ઝગમગ પૂર્તિ, તા. ૧૨/૦૮/૨૦૧૭

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  • ફિલિપાઇન ટાર્સિયર ફાઉન્ડેશન સંગ્રહિત ૨૦૧૦-૧૧-૨૦ ના રોજ વેબેક મશિન
  • Tarsier skeleton – ઓસ્ટિન, ટેક્સાસ વિદ્યાપીઠ ખાતે હાડપિંજર
  • "Tarsier.org". મૂળ માંથી 2022-01-16 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ ઓગસ્ટ ૨૦૧૭.
  • Tarsiers (Tarsiidae) ના રોજ વેબેક મશિન (સંગ્રહિત ઓક્ટોબર ૧૫, ૨૦૦૪), Singapore Zoological Gardens Docents, 2000.
  • Gron, Kurt J. (જુલાઈ ૨૦૦૮). "Primate Factsheets: Tarsier (Tarsius) Taxonomy, Morphology, & Ecology". National Primate Research Center, University of Wisconsin - Madison. Check date values in: |date= (મદદ)
  • "TarsierUK website. UK Charity". મેળવેલ ૧૨ ઓગસ્ટ ૨૦૧૭.
  • Tarsiers – Visiting the two Tarsier sanctuaries in Bohol, Philippines.