ટેબ્લેટ કોમ્પ્યુટર

સામાન્ય રીતે ટેબ્લેટ કોમ્પ્યુટર એ કોમ્પ્યુટર નો એક નાનો ભાગ છે.

ટેબ્લેટ કોમ્પ્યુટર, સામાન્ય રીતે ટેબ્લેટ તરીકે ઓળખવામાં આવે છે, તે એક મોબાઇલ ઉપકરણ છે, જેમાં સામાન્ય રીતે મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ અને ટચસ્ક્રીન ડિસ્પ્લે પ્રોસેસિંગ સર્કિટરી હોય છે, અને મોબાઇલ જેવી રિચાર્જ કરી શકાય તેવી બેટરી હોય છે. ટેબ્લેટ્સ, કોમ્પ્યુટર હોવાને કારણે, અન્ય પર્સનલ કોમ્પ્યુટર જે કરે છે તે કરે છે, પરંતુ તેમાં કેટલીક ઇનપુટ અને આઉટપુટ ક્ષમતાઓનો અભાવ હોય છે જે અન્ય પાસે હોય છે. આધુનિક ટેબ્લેટ મોટાભાગે આધુનિક સ્માર્ટફોનને મળતા આવે છે, માત્ર એટલો જ તફાવત છે કે ટેબ્લેટ સ્માર્ટફોન કરતાં પ્રમાણમાં મોટા હોય છે, જેની સ્ક્રીન ૭ ઇંચ એટલે કે ૧૮ સેંટીમીટર હોય છે,[૧] [૨] [૩] [૪] અને કેટલાક ટેબલેટ સેલ્યુલર નેટવર્કની ઍક્સેસને સપોર્ટ કરતા નથી.

એપલ નું આઇપેડ (ડાબે) અને એમેઝોન નું ફાયર, બે લોકપ્રિય ટેબ્લેટ કમ્પ્યુટર
આઇપેડ પ્રો (5મી પેઢી) (મે 2021) વ્હાઇટ મેજિક કીબોર્ડ સાથે
સેમસંગ ગેલેક્ષી ટેબ S4 (ઓગસ્ટ 2018) કીબોર્ડ અને પેન સાથે

ટેબ્લેટની રચના ૨૦મી સદીના વચ્ચેના ગાળામાં કરવામાં આવી હતી. સ્ટેનલી કૂબ્રીકે ૧૯૬૮ની સાયન્સ ફિકશન ફિલ્મ A Space Odyssey માં કાલ્પનિક ટેબ્લેટ વિકસાવ્યું હતું. તે સદીના છેલ્લા બે દાયકામાં ટેબલેટનો પ્રોટોટાઇપ બન્યો અને તેનો વિકાસ થયો હતો. ૨૦૧૦માંં, એપલે વ્યાપક લોકપ્રિયતા હાંસલ કરવા માટે તેનું પ્રથમ ટેબલેટ આઇપેડ માર્કેટમાં રજૂ કર્યું.[૫] ત્યારબાદ, ઝડપથી ટેબ્લેટ્સ સર્વવ્યાપક બન્યું અને ટૂંક સમયમાં વ્યક્તિગત, શૈક્ષણિક અને કાર્યસ્થળ એપ્લિકેશનો માટે વપરાતી મોટી પ્રોડક્ટ કેટેગરી બની ગઈ.[૬] ટેબ્લેટ પીસીના લોકપ્રિય ઉપયોગોમાં વિડિયો-કોન્ફરન્સિંગ, ઈ-પુસ્તકો વાંચવી, મૂવી જોવા, ફોટા શેર કરવા વગેરેનો સમાવેશ થાય છે.[૭] સ્ટેટિસ્ટા દ્વારા પ્રદાન કરવામાં આવેલ ડેટા અનુસાર ૨૦૨૧ સુધીમાં વિશ્વભરમાં ૧.૨૮ અબજ ટેબ્લેટ વપરાશકર્તાઓ છે.[૮]

એન્ડ્રોઈડ ટેબ્લેટ્સ અને એપલના આઇપેડ, આ બંને ટેબ્લેટના બજાર માં લગભગ સમાન હિસ્સો ધરાવે છે, જેમાં આઈપેડ થોડો વધુ વૈશ્વિક બજાર હિસ્સો ધરાવે છે.[૯]

છબીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Editors PC Magazine. "Definition of: tablet computer". PC Magazine. મૂળ માંથી July 16, 2010 પર સંગ્રહિત. મેળવેલ April 17, 2010.CS1 maint: extra text: authors list (link)
  2. , http://dictionary.reference.com/browse/tablet+computer, retrieved April 17, 2010 
  3. Erica Ogg (May 28, 2010). "What makes a tablet a tablet? (FAQ)". CNET.com.
  4. "Ulefone U7 7" LTPS MTK6592 Octa-Core review". IReviewChinaPhone.com. June 28, 2014. મૂળ માંથી October 9, 2014 પર સંગ્રહિત. Every device with diagonal equal 7" or longer is practically tablet PC
  5. "iPad Available in US on April 3" (પ્રેસ રિલીઝ). March 5, 2010. https://www.apple.com/pr/library/2010/03/05iPad-Available-in-US-on-April-3.html. 
  6. Chester, Brandon (March 12, 2015). "The Dell Venue 8 7000 Series Review". Anandtech. મૂળ સંગ્રહિત માંથી March 24, 2015 પર સંગ્રહિત. મેળવેલ March 23, 2015.
  7. "What is a Tablet PC?". Lenovo.
  8. "Number of tablet users worldwide from 2013 to 2021 (in billions)*". Statista. 14 February 2022.
  9. "Tablet Operating System Market Share Worldwide". StatCounter Global Stats (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-03.