ઢાંચાની ચર્ચા:એશિયા

છેલ્લી ટીપ્પણી: Ashok modhvadia વડે ૭ વર્ષ પહેલાં

ઢાંચા માટે આભાર. શબ્દ "આધારભૂતપણાઓ" નો અર્થ સ્પષ્ટ ન થયો. મૂળ અંગ્રેજી શબ્દ Countries and dependencies માટે "દેશો અને પરાધીન પ્રદેશો" વધુ અર્થપૂર્ણ રહેશે. સૂચનો આવકાર્ય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૧, ૨૫ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર

"Dependencies" માટે "નિર્ભરતાઓ" શબ્દનો પણ ઉપયોગ કરી શકાય જો "આધારભૂતપણાઓ" શબ્દનો અર્થ સ્પષ્ટ ન થતો હોય તો. અને મને હમણા જણવા મળ્યું કે આ ઢાંચા જેવો બીજો એક ઢાંચો(ઢાંચો:એશિયાના દેશો) તમે બનવેલો છે જેની અંગ્રેજી વિકિના ઢાંચા સાથે વિકિડેટાની કડી જોડેલી છે, તે ઢાંચાને આ અહિયા ખસેડવા વિનંતી. -જયદેવ દેસાઈ (ચર્ચા) ૧૮:૦૦, ૨૬ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર

"દેશો અને પરાધીન પ્રદેશો" વધારે બંધબેસતું હોય એમ લાગે છે. Aniket (ચર્ચા) ૧૮:૫૧, ૨૬ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર
પ્રથમ તો આ ઢાંચો અહીં મોજૂદ છે એ શોધી કાઢવા બદલ આભાર. હવે શબ્દ પસંદગીનો મુદ્દો જ રહેતો નથી !

અનિકેતભાઈએ સૂચનને સમર્થન આપ્યું એ બદલ એમનો પણ આભાર. ઢાંચાને રિડાયરેક્ટ કરી દેવાશે. પરસ્પર જરૂરી વિગતો સુધારાશે અને પરંપરાનુસાર જૂનું પાનું (યોગ્ય મથાળું-લખાણ ધરાવતું હોય તો) ચાલુ રખાશે. ધન્યવાદ. (આપણે એટલે જ સૌ મિત્રોને સૂચન કરીએ છીએ કે, નવું પાનું બનાવતા પહેલાં કૃપયા એ પાનું ઉપસ્થિત ન હોવાનું ચકાસે, અને ઉપસ્થિત હોય તો જરૂરી રિડાયરેક્ટ માત્ર કરે, જેથી એમણે ખોટી મહેનત ન કરવી પડે.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૩, ૨૬ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર

 કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૨, ૨૭ ઓગસ્ટ ૨૦૧૭ (IST)ઉત્તર
Return to "એશિયા" page.