ઢાંચાની ચર્ચા:માહિતીચોકઠું વ્યક્તિ

છેલ્લી ટીપ્પણી: Siblings વિષય પર Sam.ldite વડે ૧૨ વર્ષ પહેલાં

ફોટો કે તસવીર

ફેરફાર કરો

અશોકભાઇ, સુંદર મઝાનો આ નવો ઢાંચો બનાવવા બદલ આભાર અને અભિનંદન. મારો પણ એક સુઝાવ છે, ફોટો ને બદલે તસવીર શબ્દ વાપરીએ તો? ઘણા લોકોને તસવીર શબ્દમાં હિંદીની ગંધ આવતી હોય છે, જો તેમ હોય તો શુદ્ધ ગુજરાતી શબ્દ છબી પણ વાપરી શકાય. વિચારી જુઓ અને ચર્ચા કરી જુઓ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૪૨, ૧૩ નવેમ્બર ૨૦૦૮ (UTC)


હા ધવલભાઇ, હું તમારી વાત થી સંમ્મત થાઉ છું.... મહર્ષિ
ધવલભાઇ,આપનો પ્રસ્તાવ સુંદર છે.અને હિન્દી પણ આપણીજ રાષ્ટ્રભાષા છે.મને લાગે છે કે તસવીર રાખીયે તો વાંધો નથી.
તો આપ સૌનો અંતિમ અભિપ્રાય મળે એટલે સુધારો કરીએ. હું થોડી દેશી ભાષા વાપરૂં છું,આથી ક્યારેક આવું થાય છે,જરૂર જણાયે વધુ સારા શબ્દો માટે સુચન આપતા રહેવા સૌ મિત્રોને હાર્દિક વિનંતી છે.આભાર --અશોક મોઢવાડીયા ૦૯:૦૪, ૧૪ નવેમ્બર ૨૦૦૮ (UTC)
અશોકભાઇ, ના ના, દેશી ભાષાનો સવાલ નથી, રોજ બરોજની ભાષામાં તો હું પોતે પણ ફોટોજ વાપરું છું (જો કે હવે પરદેશની ધરતી પર વસ્યા પછી લોકો પાસેથી શિખ્યો કે ફોટો નહી પિક્ચર કહેવાય, માટે ક્યારેક પિક્ચર શબ્દ પણ બોલી લઉં છું), અને તસવીર શબ્દ ક્યારેય બોલતો નથી, પરંતુ, મને એમ થાય કે વિકિ જેવી જગ્યા કે જે ધીમે ધીમે ગુજરાતીનો સંદર્ભ સ્ત્રોત બની રહી છે ત્યાં બને તેટલું શુદ્ધ ગુજરાતી વાપરીએ, જોકે હિંદીમાં વપરાતા શબ્દોની જેમ અભિયાંત્રિકિ (Technical), કનિષ્ઠ અને વરિષ્ઠ અભિયંતા (Junior/Senior Engineer) વગેરે જેવા શબ્દો વાપરવાની ઘેલછા નથી થતી, તેને બદલે ઇજનેર કે ટેકનિકલ અથવા સંગણક યંત્ર ને બદલે કમ્યૂટર જ વાપરવું વધુ યોગ્ય સમજું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૯, ૧૪ નવેમ્બર ૨૦૦૮ (UTC)


Siblings

ફેરફાર કરો

Ashokbhai, can we add any row in this infobox describing about person's siblings or relatives ?? - સમકિત (ચર્ચા/યોગદાન) ૦૧:૧૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

હા જરૂરી માહિતી માટે રો ઉમેરી તો શકાય પરંતુ હાલ જે છે તેમાં લગભગ બધી જ માહિતીનો સમાવેશ કરી શકાય છે. જેમ કે માતા-પિતા, સંતાનો, જીવનસાથી જેવી બધી જ વિગત અહીં છે જ. છતાં કોઈ જરૂરી વિગત હોય તો ચોખવટ સાથે જણાવશો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૧૭, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
ખૂબ આભાર, અશોકભાઈ હું જે સગાસંબંધી ની રો ની વાત કરતો હતો તે આપે ઉમેરી દીધી છે. - સમકિત (ચર્ચા/યોગદાન) ૧૭:૫૫, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "માહિતીચોકઠું વ્યક્તિ" page.