ઢાંચાની ચર્ચા:સાવરકુંડલા તાલુકાના ગામો

છેલ્લી ટીપ્પણી: યોગેશ કવીશ્વર વડે ૮ વર્ષ પહેલાં

િ== તાલુકાના ગામના સાચા નામો == અા તાલુકાના ગામોના નામ સુધારવાનું કામ પત્યું. તમામ ગામના અેકદમ સાચા નામ. અમરેલી તાલુકામાં પણ અા કામ પત્યું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૪૪, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર

ખૂબખૂબ આભાર યોગેશભાઈ. ફક્ત જાણકારી ખાતર પૂછું છું કે તમે આ બધા ગામોના નામોની ચોક્સાઈ કેવી રીતે કરો છો? એક તાલુકાના સુધારતા હતા ત્યારે તો થયું કે તમે તે વિસ્તારના હશો અને ગામોના નામોથી પરિચિત હશો, પણ બબ્બે તાલુકાના ગામોના નામો? આપણે અહિં ઘણા ગામોના નામો ખોટા હશે કેમકે તે મોટેભાગે અંગ્રેજી લિસ્ટમાંથી લેવામાં આવ્યા છે, એટલે દ/ડ, ણ/ન, લ/ળ વગેરે ભેદો નીકળવાના, તમારા જેવું ઝીણવટથી કામ કરનારા આ વિષયમાં રસ લઈને સુધારી રહ્યા છે એ ગુજરાતી ભાષા માટે પોરસાવાનું કામ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૧૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
મારા તરફથી પણ યોગેશભાઈને ખુબ ખુબ ધન્યવાદ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૭, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
અાભાર ધવલભાઇ, અશોકભાઇ. હું અા વિસ્તારનો જ છું એટલે આમ તો નામ ખોટું હોય તો ખબર પડી જાય. હું બે તાલુકા જ નહિ અમરેલી જિલ્લાના તમામ ગામના નામો સુધારવાનો છું. મારી પાસે તમામ તાલુકાના ગામ, તલાટી-સરપંચના નામ, મોબાઇલ નંબરની યાદી છે જે અમરેલી જિલ્લા પંચાયતમાંથી મેળવેલી છે. અમરેલી જિ.પં.ની ૨૦૧૫-૧૬ની મેજ ડાયરીમાં પણ તે યાદી છે. જેથી અમરેલી જિલ્લાના તમામ ગામના નામ સાચા થઇ જશે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૪૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
અદભૂત... યોગેશભાઇ. એક વિનંતી છે. આંગળી આલો છો તો પોંચો ઝાલી લેવીની તક ચુકવા નથી માંગતો ... આ પાનું જરા જોઇ જાવ. રસપ્રદ લાગે તો શક્ય એટલી મદદ કરશો. આભાર. --એ. આર. ભટ્ટ ૨૨:૫૯, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
અ.રે.સુ.ની કામગીરી પણ જટીલ છે, અે માટે ખૂબ ખૂબ અભિનંદન. તેમાં સહયોગ અાપતા ખુશી થશે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૪૬, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
હું પણ કરી શક્યો છું એટલે જટીલ તો જરા પણ નથી એટલી ખાત્રી રાખશો. --એ. આર. ભટ્ટ ૦૯:૩૧, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
Return to "સાવરકુંડલા તાલુકાના ગામો" page.