પ્રકાશનાધિકાર, મારે તમારૂં ધ્યાન એક બાબત પર દોરવાનું હતું કે, તમારૂં યોગદાન મોટેભાગે અન્ય માહિતીનાં સ્ત્રોતમાંથી લીધેલું છે, જે વિકિપીડિયાની નીતિની વિરૂદ્ધ છે. ગુજરાતીનો સભ્ય હોવાની સાથે સાથે હું પ્રબંધક પણ છું અને પ્રબંધક હોવાને નાતે, સાઇટની જાળવણી અને નીતિ પાલન પણ મારૂ કર્તવ્ય હોવાથી, હું આપને વિનંતિ કરૂં છું કે તમે ભવિષ્યમાં અન્ય જગ્યાએથી બેઠી ઉઠાંતરી ન કરતાં જે તે માહિતીનો પાયામાં ઉપયોગ કરીને મૌલિક રીતે લેખો લખશો. ના ચાહતા પણ મારે આવા પ્રકાશનધિકાર ભંગ કરતા તમારા લેખો વિકિપીડિયામાંથી દૂર કરવા પડશે. આપ મે સુચવ્યું છે તેમ મૌલિક પ્રદાન કરવાનું ચાલુ રાખશો. મારી આ સુચનાને વ્યક્તિગત રીતે ન લેતા વિકિનાં વિકાસ અને નીતિ પાલન માટે આવશ્યક સમજીને સમજદારીથી વર્તવા વિનંતિ.