તલાટી-કમ-મંત્રી

તલાટી કમ મંત્રી

તલાટી-કમ-મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે જે દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે. એપ્રિલ ૨૦૧૦માં ગુજરાત સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી, જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો.

કામગીરી

ફેરફાર કરો

ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.

ગ્રામ પંચાયત મંત્રીનો સંવર્ગ અવાર-નવાર વિવાદોથી ઘેરાયેલો હોય છે. સરકાર દ્વારા મહેસૂલી તલાટીઓની અલગથી ભરતી કરાતાં આ વિવાદો વધેલ છે. ગ્રામ પંચાયત મંત્રી (તલાટી-કમ-મંત્રી) સંવર્ગના કર્મચારીઓ દ્વારા વારંવાર મહેસૂલી તલાટી સંવર્ગનો વિરોધ દર્શાવી, સરકારની કામગીરી નહીં કરવા ચીમકીઓ આપવામાં આવે છે. પંચાયત મંત્રીઓ દ્વારા થોડા સમય પહેલા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરવાની રાજ્યવ્યાપી હડતાલ કરવામાં આવેલ હતી. જેના પગલે ખેડૂતો તથા ગ્રામ્ય લોકોને ખૂબ જ હેરાનગતિ થઈ હોવાનું મનાય છે.

આ પણ જુઓ

ફેરફાર કરો

મહેસૂલ તલાટી