તારા માછલી ઈકાઇનોડર્મ્સ સમૂહમાં આવતું પૃષ્ઠ વગરનું પ્રાણી છે, જે માત્ર સમુદ્ર-જળમાં જ જોવા મળે છે. તેના શરીરનો આકાર તારા જેવો હોય છે તેમ જ તેના ધડને પાંચ ભૂજાઓ હોય છે. આ ભૂજાઓ સખત કવચ વડે ઢંકાયેલી હોય છે. તેના ઉપરી ભાગ પર કાંટળી રચના હોય છે. ધડના મધ્ય ભાગમાં ગુદા હોય છે. નીચેના ભાગમાં ધડની મધ્યમાં તેનું મોં હોય છે. તેના પ્રચલનની ક્રિયા ભુજાઓ દ્વારા અને શ્વસન ક્રિયા પેપુલી દ્વારા થાય છે. આ માછલીની એક પ્રજાતિ, જે ગોહોન્ગેઝ (Gohongaze) નામ વડે ઓળખાય છે, તે જાપાનના લોકોને ખૂબ જ ભાવે છે.[]

તારા માછલી
Astropecten lorioli - જુરાસિકની એક પ્રજાતિ

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Cooking Starfish In Japan". મેળવેલ 2008-05-07.